રાજકોટ શહેરમાં મા વાત્સલ્ય કાર્ડ ધારકોનુ રી.એન્ડોર્સમેન્ટ ન થતા દર્દીઓમાં દોડાદોડી

Spread the love

રાજકોટ શહેરમાં એક સપ્તાહથી મા વાત્સલ્ય કાર્ડની તમામ પ્રકારની કામગીરી ખોરવાઈ ગઈ છે. સોફ્ટવેરમાં એરર આવી જતા નવા કાર્ડ નિકળતા નથી. જેની સામે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓના બીલ ઓટીપી ન આવવાના કારણે અપલોડ થતા નથી આથી જે દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હોય તેઓ આજે પણ તેમને મળેલ તોતીંગ બીલ અપલોડ થઈ શકે તે માટે હોસ્પિટલે ધક્કાખાઈ રહ્યા છે.

પરંતુ સરકાર દદ્વારા રિ એનોસમેન્ટનો નિયમ અમલમાં ન હોય આ પ્રકારના અનેક દર્દીઓએ હવે તમામ ખર્ચ ખીસ્સામાંથી ચુકવવાનો વખત આવ્યો છે. જ્યારે અમુક ગરીબ પરિવારો ગામમાં વ્યાજે પૈસા ગોતવા નિકળી પડ્યા હોવાની પણ ચર્ચા જાગી છે. શહેરમાં મધ્યમ વર્ગીય અને ગરીબ પરિવારોને જ્યારે દવાખાનું આવે ત્યારે દયનિય હાલત બની જાય છે. હોસ્પિટલોના ખર્ચાઓ કમરતોડ હોવાથી દર્દી સાજો થયો બાદ પરિવારજનો કરેલા ઉછી ઉધારા માંથી નવરા નથી થતા જેથી સરકાર દ્વારા આયુષ્માન કાર્ડ દ્વારા વ્યક્તિને મલ્ટી નેશનલ હોસ્પિટલોમાં મોંઘી સારવાર તેમજ ઓપરેશન સહિતના ખર્ચમાંથી બચવાની સાથો સાથ પરિવારના સભ્યોને અન્ય લોકોની માફક સારવાર મળી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામા આવી છે.પરંતુ ત્રણ દિવસથી સોફ્ટવેરમાં એરર આવી જતા હોસ્પિટલોમાં ઓપરેશનના દર્દીઓની લાઈનો લાગી છે.

અને હોસ્પિટલના સત્તાવાળાઓએ પણ રજીસ્ટ્રેશન ન થતું હોવાનું જણાવતા દર્દીને રજા આપ્યા બાદ રિ-ઈન્ડોશમેન્ટ કરાવશું તેવું વિચારેલ જેના ઉપર પાણી ફરી વળતા હવે દર્દીઓના ખર્ચ માટે પરિવારજનો વ્યાજે પૈસા ગોતવા નિકળી પડ્યા છે. શહેરની મોંઘી હોસ્પિટલોમાં ફ્રીમાં સારવાર કરવા માટે આયુષ્માન કાર્ડ વરદાન રૂપ સાબિત થયું છે. મોટાભાગના પરિવારોપાસે હાલ આયુષ્માન કાર્ડ હોવાથી પરિવારની કોઈ વ્યક્તિ બિમાર પડે ત્યારે ખર્ચ માટે હવે ચિંતા રહી નથી. ત્યારે જ શુક્રવારથી નવા આયુષ્માન કાર્ડ કાઢવાની કામગીરી આરોગ્ય કેન્દ્ર ખાતે બંધ કરવામા આવી છે.

જ્યારે હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયેલ દર્દીઓના ઓપરેશનો અટકી ગયા હોવાનું બહાર આવ્યું છે. આ બાબતે મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીઓને પુછપરછ કરતા માલુમ પડેલ કે, સરકાર દદ્વારા આયુષ્માન કાર્ડમાં હવે સારવારના ખર્ચમાં વધારો કરેલ હોય બીઆઈએસ-1માંથી બીઆઈએસ- 2માં રૂપાંતરણ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેના લીધે આરોગ્ય કેન્દ્ર ખાતે નવાકાર્ડ કાઢતી વખતે સોફ્ટવેરમાં એરર દર્શાવે છે. પરિણામે નવા કાર્ડ નિકળી શકતા નથી.

જેના લીધે કાર્ડ વગરના પરિવારો કે જેમના પરિવારોના સભ્યોને હોસ્પિટલમાં દાખલ કરવામાં અઆવ્યા હોય અને ઈમરજન્સી આયુષ્માન કાર્ડની જરૂર પડી હોય તેવી વ્યક્તિના કાર્ડ ન નિકળતા અનેક દર્દીના ઓપરેશનો અટકી પડ્યા છે. અને અમુક દર્દીોની સ્થિતિ ગંભીર હોય ના છુટકે ઉછી ઉધારા કરવાની ફરજ પડતા શહેર ભરની હોસ્પિટલોમાં દેકારો બોલી ગયો છે. મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીએ જણાવેલ કે, હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયેલ દર્દી સ્વસ્થ્ય થયા બાદ તેને ડિસ્ચાર્જ કરવામાં આવે છે. ત્યાં સુધીના ખર્ચનું બીલ તેઓ મા વાત્સલ્ય કાર્ડના પોર્ટલ ઉપર અપલોડ કરતા હોય છે.

પરંતુ ઓટીપી ન આવવાના કારણે એક પણ દર્દીનુંં બીલ અપલોડ થતું નથી. આથી એરર નિકળી ગયા બાદ બીલ અપલોડ કરી પૈસા બાદ મળશે તેવું અનેક દર્દીઓ વિચારતા હતા. પરંતુ સરકારના નિયમ મુજબ રિ- ઈન્ડોશમેન્ટની કાર્યવાહી થઈ સખતી નથી. આથી દર્દીને રજા આપવામાં આવે અને બીલ સ્વીકારી લીધું હોય ત્યાર બાદ એક પણ દર્દીને મા વાત્સલ્ય કાર્ડનો લાભ મળશે નહીં અને આ મુદદે દર્દીઓના પરિવારજનોએ પણ હોસ્પિટલના સત્તાવાળાઓ સાથે માથાકુટ કરવી નહીં તેમ જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com