છોકરીને ભગાડી જનાર છોકરાને કેસ માંથી બચાવવાં બંને પક્ષ પાસેથી 2 લાખનો તોડ કરતાં બે ઝડપાયાં

Spread the love

અમદાવાદના ધોળકા રૂરલ વિસ્તારમાં ACBએ છટકું ગોઠવી બે શખ્સોને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે. ACBની ટીમેં ફરિયાદીની ફરિયાદ મુજબ પોલીસ કર્મચારી અને માજી સરપંચ દ્વારા ફરિયાદ પતાવટ કરવા માટે પાંચથી સાત લાખ રૂપિયાનો ખર્ચ થવાનું કહી અંતે બે લાખ રૂપિયામાં આ કેસની પટાવટ કરવાનું નક્કી કર્યું હતું. જોકે ફરિયાદી આ કેસમાં લાંચ નહીં આપવા માંગતા હોય એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કરી એસીબીએ ધોળકા રૂરલ પાસે આવેલા રોયલ સેરેનીટી બંગલોઝમાં છટકુ ગોઠવી રૂપિયા બે લાખની લાંચ લેતા ASI કરણસિંહ ગોહિલ અને માજી સરપંચ ઈશ્વર ઠાકોરને પકડી પડ્યા હતા.

આ કેસની વિગત અનુસાર, થોડા સમય પહેલા ફરિયાદીના ભત્રીજાએ બાજુના ગામમાં રહેતી છોકરીને ભગાડી લઈ ગયેલો હતો. તે દરમિયાન અસલાલી પોલીસ સ્ટેશનમાં દીકરીના પિતાએ પોકસોની કલમ હેઠળ ફરિયાદ દાખલ કરાવવા અસલાલી પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. બીજી તરફ આ કેસમાં છોકરાં વિરુદ્ધ પોકસોની ફરિયાદ દાખલ ન થાય અને ફરિયાદીના ભત્રીજાને પોલીસ સમક્ષ હાજર કરવા માજી સરપંચ ઈશ્વર ઠાકોરને ભલામણ કરી હતી. જોકે માજી સરપંચ ઈશ્વર ઠાકોર સ્થાનિક આગેવાન હોવાથી આ કેસ આગળ ન વધે તેના માટે ASI કરણ ગોહિલને વાત કરી દીકરીના પિતાને વાત કરીને કેસમાંથી બચાવી લેવા અને કેસની પતાવટ કરાવવામાં મધ્યસ્થી કરવા કહ્યું હતું. પરંતુ ઈશ્વર ઠાકોર માજી સરપંચે આ સમાધાન કરાવવા અને છોકરીને કાસીન્દ્રા ખાતે રજુ કરવા માટે લઈ ગયા હતા.

બાદમાં છોકરાને પણ પકડી લઈ રજૂ કરવાની જવાબદારી લીધી હતી. પરંતુ છોકરાને પોકસોના કેસમાં બચાવી લેવા અને અસલાલી પોલીસ સ્ટેશનમાં આ કેસની પતાવટ કરાવવા બંને આરોપીઓએ આ કેસના ફરિયાદી પાસેથી પાંચથી સાત લાખ રૂપિયા ખર્ચો થાય તે કરવા વાતચીત કરી હતી અને આખરે રૂપિયા બે લાખમાં ડીલ નક્કી કરી લાંચની માંગણી કરી હતી. પરંતુ ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા નહોતા જેને પગલે ACBનો સંપર્ક કરતા ફરિયાદીની ફરિયાદ આધારિત સોમવારે છટકું ગોઠવ્યુ હતું. અને ધોળકા વિસ્તારમાં જ્યાં રૂપિયાની લેવડદેવડ કરવાનું ફરિયાદી સાથે આરોપીઓએ નક્કી કર્યું હતું. તે અંગે ACB ટીમે હેતુલક્ષી વાતચીત કરાવી નાણા સ્વીકારતા રંગે હાથ ઝડપી લીધા હતા. હાલ બંને આરોપીઓની ACBએ અટકાયત કરી ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com