S&P ગ્લોબલ કોમોડિટી ઈનસાઈટ્સના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, યુએસએ લેટિન અમેરિકન દેશમાંથી ઓઈલ પરના પ્રતિબંધો હળવા કર્યા બાદ ભારતીય રિફાઈનર્સ વેનેઝુએલામાંથી ડિસ્કાઉન્ટ દરે ક્રૂડ ઓઈલની આયાત કરે તેવી શકયતા છે.
કોકર કોમ્પ્લેક્સ તાજેતરમાં સંપૂર્ણ ક્ષમતા અથવા તો વધુ ક્ષમતા પર કાર્યરત છે, મુખ્યત્વે સસ્તા ઉચ્ચ સલ્ફર રશિયન યુરલ ક્રૂડની વધેલી પ્રક્રિયાને કારણે.આ પરિસ્થિતિએ વેનેઝુએલાના ગ્રેડ માટે મર્યાદિત જગ્યા છોડી દીધી છે, તેમ S&P ગ્લોબલના રિફાઇનરી અર્થશાષાના વિશ્લેષક સુમિત રિટોલિયાએ જણાવ્યું હતું.
અહેવાલમાં જણાવાયું છે કે આગામી છ મહિનામાં વેનેઝુએલાની તેલ ઉત્પાદન ક્ષમતામાં થોડો ફેરફાર અપેક્ષિત છે કારણ કે તેની સરકારી ઓઇલ કંપની PDVSA પાસે મૂડીથી ઓછી રોકાણની મૂડી નથી અને મોટાભાગની તેલ સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમારકામની નબળી સ્થિતિમાં છેૅ. વેનેઝુએલાની વર્તમાન ક્ષમતા ૮૦૦,૦૦૦ અને ૮૫૦,૦૦૦ બેરલ પ્રતિ દિવસ (bpd) ની વચ્ચે છે અને ઉત્પાદન લગભગ ૭૫૦,૦૦૦ ણુષ્ટફુ છે.
આ મહિનાની શરૂઆતમાં, યુ.એસ.એ વેનેઝુએલા પરના પ્રતિબંધો હળવા કર્યા પછી તેની સરકાર અને વિપક્ષ આંતરરાષ્ટ્રીય નિરીક્ષકો દ્વારા આગામી વર્ષની ચૂંટણીનું નિરીક્ષણ કરવા સંમત થયા હતા. S&P ગ્લોબલ કોમોડિટી ઇનસાઇટ્સે ઉમેર્યું હતું કે, રાજકીય સમજૂતીઓનું સન્માન કરવામાં આવે છે એમ ધારીને યુએસનું પગલું મધ્યમથી લાંબા ગાળામાં પુનઃપ્રાપ્તિ અને ઉત્પાદન વળદ્ધિની શકયતા ખોલે છે.
તેમાં નોંધ્યું હતું કે યુએસ પ્રતિબંધો લાદવામાં આવ્યા પહેલા ભારત વેનેઝુએલાના ક્રૂડ ઓઈલ ગ્રેડનો નિયમિત ખરીદદાર હતો. ૨૦૧૭ થી ૨૦૧૯ સુધીના પૂર્વ-પ્રતિબંધોના સમયગાળા દરમિયાન, ભારતે વેનેઝુએલાના ક્રૂડ ગ્રેડના આશરે ૩૦૦,૦૦૦ bpd આયાત કર્યા હતા, જેમાં ખાનગી રિફાઇનર્સ મુખ્ય ખરીદદારો હતા. S&P ગ્લોબલ ડેટા દર્શાવે છે કે આ આયાત તે સમય દરમિયાન ભારતની કુલ ક્રૂડ ઓઈલની આયાતના ૫-૭% જેટલી હતી.