Gj૧૮ ખાતે ભયંકર એક્સિડન્ટ, પતરૂ ગાડીમાં ઘુસીને આરપાર, જુવો વિડિયો, અડાલજ પાસેના વૈષણાદેવી પાસે,

Spread the love

ગાંધીનગરના અડાલજ નર્મદા કેનાલ નજીક હાઇવે રોડ ઉપર ગઈ મોડી રાતે મ્સ્ઉ ના ચાલકે પોતાની કાર રોકેટ ગતિએ હંકારીને ડિવાઇડરની એસએસ પતરાની રેલીંગમાં કાર ઘુસાડી દીધી હતી. આ અકસ્માતમાં કારની ડાબી સાઈડની આગળની બાજુથી છેક પાછળ સુધી પતરાની રેલીંગ આરપાર નીકળી ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં કારની તમામ એરબેગ ખુલી ગઈ હતી.

જાેકે અકસ્માત સર્જનાર નબીરો ભૂગર્ભમાં ઉતરી જતાં અડાલજ પોલીસે કાર નંબરના આધારે તપાસ શરૂ કરી છે. હાલમાં આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નહીં હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
રાજયમાં માર્ગ અકસ્માતના બનાવોમાં ચિંતાજનક વધારો જાેવા મળી રહ્યો છે. ગાંધીનગર અડાલજ હાઇવે રોડ પર ગઈકાલે રાતે એક નબીરાએ રોકેટ ગતિએ મ્સ્ઉ કાર હંકારીને રોડની ડિવાઇડરનાં કાર ઘુસાડી દીધી હતી. કારની સ્પીડ એટલી હતી કે, ડિવાઇડર ની એસએસ પતરાની રેલીંગ કારની આરપાર નીકળી ગઈ હતી. જાે કે સદનસીબે હાલમાં આ અકસ્માતમાં કોઈ જાનહાનિનાં અહેવાલ પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદ ખાતે રહેતો નબીરો ગઈકાલે મ્સ્ઉ કાર લઈને ગાંધીનગર આવ્યો હતો અને રાતના પરત અમદાવાદ તરફ જઈ રહ્યો હતો. એ દરમ્યાન અડાલજ કેનાલ પાસેના હાઇવે રોડ પર નબીરાએ મ્સ્ઉ કાર રોકેટ ગતિએ હંકારી હતી. જેનાં કારણે કાર પરનો કાબુ ગુમાવી દઈ કારને રોડની ડિવાઇડરમાં લાગેલી પતરાની રેલીંગમાં કાર ઘુસાડી દીધી હતી.
આ અકસ્માતમાં પતરાની રેલીંગ કારને ડાબી સાઈડથી ચીરીને આરપાર નીકળી ગઈ હતી. અકસ્માત થતાં જ કારની તમામ એરબેગ ખુલી ગઈ હતી. જેનાં પરથી અંદાજ લગાવી શકાય કે કારની ૧૦૦ થી વધુની સ્પીડથી હંકારવામાં આવી હશે. આજે સવારે જાણ થતાં અડાલજ પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. પરંતુ કાર બિનવારસી હાલતમાં મળી આવી હતી અને મોટી સંખ્યામાં રાહદારી વાહનચાલકો એકઠા થઈ ગયા હતા.
આ અંગે અડાલજ પોલીસ મથકના પીઆઈ એસ આર મુછાળે કહ્યું હતું કે, અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ હોવાના અહેવાલ હજી સુધી સામે આવ્યા નથી. અકસ્માત સર્જાયા પછી કારનો ચાલક ફરાર થઈ ગયો છે. જેનાં પગલે કાર નંબરના આધારે તપાસ કરતા મ્સ્ઉ કારનો માલિક અમદાવાદનો હોવાનું જાણવા મળ્યું છે. વધારે પડતી ઓવર સ્પીડમાં કાર હંકારવામાં આવી છે. અકસ્માત થયા પછી તમામ એરબેગ પણ ખૂલી ગઈ છે. હાલમાં કાર ચાલકની શોધખોળ કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં માર્ગ અકસ્માતમાં ચિંતાજનક વધારો થયો છે. ૧ વર્ષમાં માર્ગ અકસ્માતથી ૭,૬૧૮ લોકોના મૃત્યુ થયાનો આંકડો કેન્દ્ર સરકારે જાહેર કર્યો છે. કેન્દ્ર સરકારના આંકડા મુજબ માર્ગ અકસ્માતથી દરરોજ આશરે ૪૩ લોકોના મૃત્યુ થાય છે. આ સાથે ૯૫% અકસ્માતમાં ઓવરસ્પિડ કારણભૂત હોવાનું સામે આવ્યુ છે. આ સાથે આ એક વર્ષમાં થયેલ અકસ્માતમાં હેલ્મેટ વિના ૧,૮૧૪ લોકોના મૃત્યુ તો સીટ બેલ્ટ ન પહેરવાના લીધે ૮૯૧ લોકોના મૃત્યુ થયા છે. ગુજરાતમાં ૧ વર્ષમાં ૨,૨૦૯ હિટ એન્ડ રનની ઘટનામાં ૧,૪૨૯ લોકોના મૃત્યુ થયા છે.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com

Your browser is blocking some features of this website. Please follow the instructions at http://support.heateor.com/browser-blocking-social-features/ to unblock these.