જમ્મુ કાશ્મીરના બારામૂલા જિલ્લામાંથી મંગળવારે એક માઠા સમાચાર આવ્યા છે. આતંકવાદીઓની ગોળીથી પોલીસના એક હેડ કોન્સ્ટેબલનું મોત થઈ ગયું છે. મૃતકની ઓળખાણ મોહમ્મદ ડાર તરીકે થઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર હેડ કોન્સ્ટેબલે પોતાના ઘરની નજીક હતા, ત્યારે આતંકવાદીઓએ તેમના પર ગોળીઓ મારી. આ આખો વિસ્તાર ખાલી કરાવીને પોલીસ અને સુરક્ષાદળોને તૈનાત કરીને આતંકીઓ વિરુદ્ધ ઓપરેશન શરુ કરી દીધું છે.
Injured Police Personnel #succumbed to his injuries & attained #martyrdom. We pay our rich tributes to the #martyr & stand by his family at this critical juncture. Area has been cordoned off. Search operation going on.@JmuKmrPolice https://t.co/S8QnHXM5uz
— Kashmir Zone Police (@KashmirPolice) October 31, 2023
કાશ્મીર ઘાટીમાં છેલ્લા ત્રણ દિવસમાં આ ત્રીજો આતંકી હુમલો છે. રવિવારે શ્રીનગરમાં આતંકવાદીઓએ એક પોલીસ અધિકારીને ગોળી મારીને ગંભીર રીતે ઘાયલ કરી દીધા હતા. તો વળી સોમવારે પુલવામામાં ઉત્તર પ્રદેશના એક મજૂરની ગોળી મારીને હત્યા કરી દીધી હતી.