ગુજરાત વિધાનસભાની ટિકિટો જાહેર થવાની હોય પણ GJ-18 નો નંબર છેલ્લે અને રાત્રે મોડો આવે, અડધી રાત્રે મેન્ડેટ આવે, એવી હાલત કોંગ્રેસમાં પણ રહી છે ત્યારે GJ-18 શહેર ભાજપ જિલ્લા પ્રમુખ તરીકે અનિલ પટેલ અને શહેર પ્રમુખ તરીકે રુચિર ભટ્ટ હાલ મુદત પૂર્ણ થયા પછી પણ કાર્યરત ચાલુ છે, રીપીટ કરવા કે બદલવા તે નિર્ણય ઘણાં મહિનાઓથી મુલતવી રહ્યો છે, જોવા જઈએ તો અનિલ પટેલ (મેષ રાશિ) અને રુચિર ભટ્ટ (તુલા રાશિ) શુકનવંતી સાબિત થઈ છે, કારણ કે જિલ્લા પંચાયત કબજે કરવું એ પીએમ મોદી પોતે મુખ્યમંત્રી હતા ત્યારનું સપનું હતું, પણ એ પૂર્ણ થઈ શક્યું જ્યારે જિલ્લા પ્રમુખ અનિલ પટેલ સુકનવંતા સાબિત થયા છે, નામ અનિલ, બાકી અનેક કામોને કરે નીલ, એ અનિલ, ત્યારે જિલ્લા પંચાયતમાં કલ્પના બહારની સીટો સાથે કેસરિયો લહેરાયો જે હાલ ભાજપ પાસે જિલ્લા પંચાયત કબજા હેઠળ હોય અને જિલ્લા પંચાયતમાં હાલ બીજી તરફમાં મહિલા પ્રમુખ પદે મહિલા નિમાઇ ગયા છે, ત્યારે શહેર પ્રમુખ રુચિર ભટ્ટ પણ શુકનવંતા સાબિત થયા છે, કારણ કે તુલા રાશિની પનોતી અને મેષ રાશિની સાડા સાતની પનોતી ભલે ચાલતી હોય તેમના માથે, પણ લોકો માટે અને લોકોના માટે એટલે કે પાર્ટી પક્ષ માટે અહીંયા પનોતી નડી નથી, અનેક પનોતીઓને ઘર ભેગી કરી દીધી છે, ત્યારે GJ-18 મનપા વરસો થી ઉછીના અને ઉધાર કોંગ્રેસના સભ્યોને ઉપાડી લાવવા પડે ત્યારે ગાડી ડચકા ખાતી ચાલે, પણ શહેર પ્રમુખ રુચિર ભટ્ટની નિમણૂક બાદ મનપાની 41 સીટો સાથે જીત મેળવી હતી, ત્યારે કોઈ હવે ભેળસેળ વાળી મનપા નહીં શુદ્ધ અને અણીશુદ્ધ ભાજપ મનપા બની, ત્યારે આવો રેકોર્ડ ક્યારેય સ્થપાયો નથી, અને સ્થપાશે નહીં બાકી એક બે સીટો ખૂબ જ નાના માર્જિનથી હાર્યા હતા, ત્યારે અનિલ અને રુચિર જોવા જઈએ તો શુકનવંતા સાબિત થયા છે
શહેરમાં કોકડું પ્રમુખનું હજુ વણ ઉકેલ્યું રહ્યું છે, જિલ્લા તથા શહેરનું પ્રમુખ પદ કોને? આ પ્રશ્ન પેચીદો રહ્યો છે, ઘણા લોકો પોતાના પ્રમુખ બનાવવા ઉચ્ચ કક્ષાએ લોબી કામ કરી રહી છે, પણ સંગઠન ઉપર પક્કડ રહે ખરી? કારણ કે લોબીના મદારી જેમ ડુંગડુંગીયું વગાડે તેમ નાચવું પડે ત્યારે એવી સ્થિતિ ન થાય તે માટે ઉચ્ચ કક્ષાએથી ચાપતી નજર રાખવામાં આવી છે, ભાજપમાં અનેકના નામો પ્રમુખ પદની રેસમાં છે, અનેક સિનિયરો છે પણ પ્રમુખ પદનો તાજ પણ એટલો જ કાંટાળો છે, ત્યારે GJ-18 જિલ્લાની બધી જ વિધાનસભાની સીટમાં કેસરિયો લહેરાયો છે, ત્યારે હાલ અનિલ અને રુચિર જે ગમે તેવા પેચીદા પ્રશ્નોને સોલ્યુશન લાવીને ‘સૌનો સાથ સૌનો વિકાસ’ તેમ કાર્યકરોના સાથ સહકારથી એક સોપાન રચાયું છે, ત્યારે હાલ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા જ શહેર પ્રમુખ પદ અને જિલ્લા પ્રમુખ પદમાં કોની નિમણૂક કરવી તે નક્કી થશે, અહીંયા કોઈનું માથું મારવા દેવામાં નહીં આવે, કારણ કે લોકસભાનો મતવિસ્તાર તેમનો હોવાથી અને વિધાનસભા પણ તેમનામાં ચાર જેટલા વિસ્તારો આવે છે, જેથી લીડ વધવી જોઈએ, કારણ કે કેન્દ્રીય ગૃહ મંત્રીએ જે કાર્યો કર્યા છે તે સરાહનીય છે ગામડા હોય કે શહેર કે પછી તાલુકા તમામ જગ્યાએ વિકાસનો ટેમ્પો જમાવ્યો છે, સિવિલમાં પણ તેમના ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્ય ભોજન પીરસવામાં આવે છે, માણસા થી લઈને અમદાવાદ સુધી વિકાસઆંખે વળગે તેવો છે, ત્યારે જોવા જઈએ તો પ્રમુખ પદમાં રીપીટ થવાની શક્યતા જોવા જઈએ તો ઓછી છે પણ હા કામમાં બંને પ્રમુખો એક્કો રહ્યા છે
બોક્સ
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ નો મતવિસ્તાર હોવાથી જે નિર્ણય કરવામાં આવશે તે નિર્ણયપુરછા કર્યા બાદ જ નિમણુક અપાશે, શહેર પ્રમુખ પોતાના બનાવવા એક બે ગ્રુપ પોતે લોબિંગ કરી રહ્યું છે, પણ હું જ કક્ષાએ ખબર છે કે ટોળકી અને ટૂલ્લર એક જ છે, જેથી એવો પ્રમુખ જે પોપટ બની ન જાય અને મદારી ડુગડુગયું વગાડે તેમ નાચે નહીં
શહેર પ્રમુખ પદના દાવેદારમાં અનેકના નામ છે, ત્યારે એક ગ્રુપએ તો ચારથી પાંચ જણાને પ્રમુખ પદની ચાવી આપી દીધી હોય તેમ કહી દીધું છે કે તમારું નામ જ છે, ભલામણ કરી દીધી છે, બાકી પ્રમુખ પદ માટે કોઈની પીપૂડી વાગવાની નથી, બાકી જે નામ નક્કી થશે તે ઉચ્ચ કક્ષાએથી થવાનું છે, બધાને ખબર છે કે ટૂલ્લર ગેંગ પોતાના મામકાઓને મૂકીને શું મદારીનો ખેલ વહીવટ કરવા માંગે છે ત્યારે હવે હાલ તો પ્રમુખ પદ બનવાનું કામમાં ઠંડુ પાણી રેડાઈ ગયું છે