ભુરિયાવને ઉતરસંડાનાં પાપડ-મઠીયા અને ચોળાફળીનો ચસ્કો લાગ્યો, ગામમાં કરોડો રૂપિયાનો વેપાર

Spread the love

જિલ્લાના નડીઆદ તાલુકાના ઉતરસંડા ગામના પાપડ-મઠિયાનો સ્વાદ દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. ત્યારે ગામના મોટાભાગના લોકો પાપડ-મઠિયા સહિતના વેપાર સાથે જોડાયેલાં છે. ગામમાં પાપડ-મઠીયા અને ચોળાફળીના 20થી વધુ એકમો આવેલા છે. જેમાં 1000થી વધારે લોકોને રોજગારી મળે છે.દિવાળીના સમયમાં ઉતરસંડા ગામમાં કરોડો રૂપિયાનો વેપાર થાય છે.

આ ગામમાં તૈયાર થતા પાપડ, મઠિયાં અને ચોળાફળી મોટા પ્રમાણમાં વેપારીઓ વસ્તુઓ વિદેશમાં એક્સપોર્ટ કરે છે. અહીંયા ઉત્પાદનની વાત કરીએ તો આ વર્ષે દિવાળીમાં અંદાજિત 500 ટન મઠિયા-ચોળાફળી, પાપડનું વેચાણ થવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે.

ઉતરસંડા ગામમાં ઘણી ફેક્ટરી અને કારખાના આવેલાં છે. ગામનો મોટાભાગનો પરિવાર પાપડ-મઠિયાના વેપાર પર નિર્ભર રહે છે. અહીં એક ફેક્ટરીમાં અંદાજે 70થી 100 લોકો કામ કરીને રોજગાર મેળવે છે. કેટલાક લોકો અહીં કામ કરી અને અહીંથી જ પાપડ-મઠિયા-ચોળાફળી લઈ જઈ બજારમાં વેચી પોતાનું ગુજરાન ચલાવતા હોય છે.

અત્યારે આઘ્યુનિક યુગમાં જ્યારે મશીનથી કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે હાલમાં મશીન આવવાના કારણે રોજગારી છીનવાઈ છે તે સંદર્ભે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, હાલમાં મશીનના કારણે કામ ઝડપી અને ઉત્પાદન વધારે થાય છે. પરંતુ મશીનમાં પણ બધું કામ ન થતું હોય ગૃહ ઉદ્યોગમાં 70થી 100 લોકોને રોજગાર પૂરો પાડવામાં આવે છે.

ગજાનંદ ગૃહ ઉદ્યોગના ઋષિલ પટેલ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, મારા પપ્પા દ્વારા અમારી કંપનીની સ્થાપના 1997માં કરવામાં આવી હતી. યશ પાપડ નામથી અમે વેચાણ ચાલુ કર્યું હતું. પહેલાં 30થી 35 કિલો બનાવતા હતા. હાલમાં રોજનું 1000થી 1500 કિલોનું પ્રોડક્શન કરીએ છે. પ્રોડક્શન વધુ હોવાના કારણે હાલમાં મશીન દ્વારા અને હાઈજેનિક પદ્ધતિથી મઠિયાં અને ચોળાફળી બનાવામાં આવે છે. જેમાં 40થી વધુ મહિલાઓ અને 30થી વધુ પુરુષો એમ મળી કુલ 70 જેટલા આજુબાજુના ગ્રામજનોને રોજગારી આપવાનું કામ કરીએ છીએ. તેમજ અમારી પ્રોડક્ટ હાલમાં દેશ અને વિદેશમાં એક્સપોર્ટ કરવામાં આવે છે.

વધુ એક ગૃહઉદ્યોગ ચલવતા સંવેદભાઈ શાહે જણાવ્યું હતું કે, અમારા ગૃહઉદ્યોગની સ્થાપના 1993માં કરવામાં આવી હતી. જેમાં પહેલેથી અમારા દ્વારા નેચલર રીતે મઠિયાં અને ચોળાફળી બનાવામાં આવે છે. હાલમાં ટેકનોલોજી હોવાથી મશીન દ્વારા માટે વણવામાં આવે છે બાકી તમામ ગૃહ ઉદ્યોગ દ્વારા રોજગારી ઊભી કરી મઠિયાં, અને ચોળાફળી બનાવામાં આવે છે અને વર્ષોથી દેશ વિદેશમાં રહેતા લોકો સ્પેશિયલ આ નેચરલ મઠિયાં ચોળાફળી લેવા માટે આવે છે.

આજ ઉદ્યોગમાં કામ કરતા એક મહિલાએ જણાવ્યું હતું કે, અમે અહીંયા રોજનું 7થી 8 કામ કરીએ છીએ અને મઠિયાં અને ચોળાફળી બનાવી રોજગારી મેળવીએ છીએ. મશીન આવ્યા હોવાથી કામનો ભાર ઓછો થયો છે પરંતુ રોજગારી હાલમાં મળી રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com