ગુજરાતનું કહેવાતું gj-૧૮ એટલે આખા ગુજરાતનું જમાદાર કહેવાય, ત્યારે જિલ્લા પંચાયતનું તંત્ર ખાડે ગયું હોય તેવું લાગે છે, માર્ગ અને મકાન વિભાગ દ્વારા અધિક્ષકશ્રીનો (પંચાયત)ને જાેબ વર્ક (મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના વર્ષ ૨૦૨૧-૨૨) ફાળવીને ૯૭.૫૦ જેટલી અંદાજીત રકમ મંજૂર કર્યા બાદ ફક્ત અને ફક્ત માટી, મેટલ પાથરીને કોન્ટ્રાક્ટરો હાલ ‘નૌ દો ગ્યારા’ થઈ ગયા છે, રોજબરોજ પંચરથી રહીશો પણ ત્રસ્ત થઈ ગયા છે, અંદર મુખ્ય હાઇવે થી રસ્તો તૂટી ગયેલ હોય અને મેટલ પણ હવે દબાઈ ગયા છે, ત્યારે રહીશું દ્વારા ફરિયાદ કરવા છતાં હજુ સુધી કામમાં ઢીલી ઢફ નીતિ ચાલી રહી રહી છે,
Gj-૧૮ માણસાનો વિકાસ માટે અઢળક નાણાં કેન્દ્રીય ગૃહ મંત્રીએથી લઈને એમએલએ દ્વારા ચૂકવવામાં આવ્યા છે, ત્યારે માર્ગ અને મકાન વિભાગના પત્રમાં માણસાના નવ જેટલા કામો રોડ રસ્તા ના હાલ અધ્ધરતાલ જેવા છે, હવે કંઈક કરો, એક વર્ષમાં નવા ટાયર-ટ્યુબો પણ લોકો બદલાવીને થાક્યા, ગાડીઓનો પણ વરસાદમાં કિચડના કારણે વળી રહ્યો છે, ત્યારે કામમાં ઢીલી ઢફ ની નીતિ તંત્ર છોડે તેવું લોકો ઈચ્છી રહ્યા છે,
માણસાના અનેક ગામોના વિકાસના કાર્યોમાં જિલ્લા પંચાયતની આડોડાઈ, મેટલ-માટી પાથરીને જતા રહે અને પછી કામ એક વર્ષ લટકણીયું રાખે જેવો ઘાટ, રોજબરોજ રોડ, રસ્તા પર પંચર થી લઈને વાહનો આ રસ્તાએ ખખડધજ કરી દીધા છે,