ચીલોડામાં સગીરાને બ્લેક મેઇલિંગ કરી યુવાન દેહ ચૂંથતો રહ્યો, અશ્લીલ ફોટા વાયરલ થતાં સમગ્ર કુકર્મનો ભાંડો ફૂટ્યો

Spread the love

ગાંધીનગરના ચીલોડા પોલીસ મથકની હદ વિસ્તારમાં રહેતાં શ્રમજીવી દંપતીને કોરોના કાળ દરમ્યાન હોસ્પિટલમાં દાખલ થવાની નોબત આવી હતી. જેનો લાભ ઉઠાવી યુવાને સગીરા સાથે શારીરિક સંબંધો બાંધી અશ્લીલ ફોટા પાડી લીધા હતા. જેનાં આધારે સગીરાને બ્લેક મેઇલિંગ કરી યુવાન દેહ ચૂંથતો રહ્યો હતો. એવામાં સોશિયલ મીડિયામાં અશ્લીલ ફોટા વાયરલ થતાં સમગ્ર કુકર્મનો ભાંડો ફૂટી જતાં ચીલોડા પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગાંધીનગર ચીલોડા પોલીસ મથકની હદના એક ગામમાં રહેતા દંપતીની 16 વર્ષીય દીકરી અત્રેના વિસ્તારની સ્કૂલમાં ધોરણ – 12 માં અભ્યાસ કરે છે. દીકરી પુખ્ત ઉંમરની થવાની હોવાથી દંપતી અત્યારથી સમાજમાં સારા છોકરા શોધતા હતા. તે દરમ્યાન સમાજનો છોકરો પસંદ આવી જતાં તેની સાથે સંબંધ નક્કી કરવાની વાતચીત ચાલી રહી હતી.

ત્યારે ત્રીજા નોરતાએ ભાવિ મંગેતરનાં મોબાઈલમાં વોટ્સઅપ ઉપર સગીરાના કેટલાક અશ્લીલ ફોટા આવ્યાં હતા. જેનાં પગલે બંને પરિવારો વચ્ચે ધમાસણ મચી ગયું હતું. આથી સગીરાની તેના માતા-પિતાએ કુનેહ પૂર્વક પૂછતાંછ કરી હતી. ત્યારે સગીરાની કથની સાંભળી દંપતીનાં પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. સગીરાએ કબૂલાત કરેલ કે ગામનો અનીલસિહ ઉર્ફે અનીરુધ્ધસિહ બકાભાઇ ઉર્ફે રણજીતસિહ વાઘેલા છેલ્લા ઘણા સમયથી હેરાન કરે છે.

કોરોના કાળ દરમ્યાન દંપતીને હોસ્પિટલમાં દાખલ થવાની ફરજ પડી હતી. એ વખતે એકલતાનો લાભ ઉઠાવી અનીલસિંહ વાઘેલા નાના ભાઈને મારી નાખવાની ધમકી આપી કુકર્મ આચર્યું હતું. અશ્લીલ ફોટા પણ પાડી લીધા હતા. બાદમાં અવારનવાર અશ્લીલ ફોટા વાયરલ કરવાની અને નાના ભાઈને મારી નાખવાની ધમકીઓ આપી સગીરાને બ્લેક મેઇલ કરી દુષ્કર્મ આચરતો રહેતો હતો. ત્યારે સગીરાના સગપણની વાતો ચાલતી હોવાની જાણ થતાં અનિલે ભાવિ મંગેતરને વોટ્સઅપ કરી અશ્લીલ ફોટા વાયરલ કરી દીધા હતા. આમ અનિલની કરતૂતનો ભાંડો ફૂટી જતાં ચીલોડા પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com