કેબિનેટ સચિવ રાજીવ ગૌબાની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય સંકટ પ્રબંધન સમિતિની આજે બેઠક થઈ, જેમાં બંગાળની ખાડીમાંથી આવતા વાવાઝોડા મિચૌંગને લઈને રાજ્ય સરકારો અને કેન્દ્રીય મંત્રાલયો/ વિભાગોની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી છે. ભારત મૌસમ વિજ્ઞાન વિભાગના મહાનિદેશકે સમિતિને ચક્રવાત માઈચોંગની હાલની સ્થિતિ વિશે જાણકારી આપી છે.
દક્ષિણ પૂર્વ અને તેનાથી અડીને આવેલા દક્ષિણ પશ્ચિમી બંગાળની ખાડી પર પ્રેશર છેલ્લા 6 કલાક દરમ્યાન 13 કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. તે 2 તારીખે ઊંડા પ્રેશરમાં બદલાશે અને 3 તારીખની આસપાસ બંગાળની દક્ષિણ-પશ્ચિમ ખાડી તરફથી ચક્રવાતી તોફાનમાં બદલાવાની સંભાવના છે. આ ઉપરાંત તે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધશે અને 4 ડિસેમ્બરે બપોર સુધી દક્ષિણ આંધ્ર પ્રદેશ અને આજુબાજુના ઉત્તરી તમિલનાડૂના તટ નજીક પહોંચશે.
ત્યાર બાદ તે દક્ષિણ આંધ્ર પ્રદેશના તટની લગભગ સમાનાંતર ઉત્તર તરફ વધશે અને 5 ડિસેમ્બરની સવાર દરમ્યાાન નેલ્લોર અને મછલીપટ્ટનમની વચ્ચે એક ચક્રવાતી તોફાન તરીકે દક્ષિણ આંધ્ર પ્રદેશને પાર કરશે, જેમાં હવાની ગતિ 80-90 કિમી પ્રતિ કલાકથી લઈને 100 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. તમિલનાડૂ, આંધ્ર પ્રદેશ અને ઓડિશાના મુખ્ય સચિવો અને પુડુચેરીના નાણા સચિવે સમિતિને ચક્રવાતના અપેક્ષિત માર્ગમાં જનતા અને સંપત્તિની સુરક્ષા માટે કરવામાં આવેલા પ્રારંભિક ઉપાયો અને સ્થાનિક પ્રશાસન દ્વારા કરવામાં આવેલા ઉપાયોની માહિતગાર કર્યા હતા.
માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે. પુરતા આશ્રય સ્થળ, વીજળી સપ્લાઈ, દવા અને ઈમરજન્સી સેવાઓની તૈયારી થઈ રહી છે. એનડીઆરએફે તમિલનાડૂ, આંધ્ર પ્રદેશ, ઓડિશા અને પુડુચેરીને 18 ટીમો આપી છે અને 10 વધારાની ટીમો તૈયાર રાખી છે. તટરક્ષક બળ, સેના અને નૌસેનાની બચાવ અને રાહત ટીમો સાથે જહાજો અને વિમાનને પણ તૈયાર રાખવામાં આવ્યા છે.