
કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે સોમવારે કહ્યું કે આપણે કેવી રીતે જાણી શકીએ કે આતંકવાદીઓ પાકિસ્તાનથી આવ્યા હતા. કોંગ્રેસના પૂર્વ નાણામંત્રીનું આ નિવેદન પહેલગામ આતંકવાદી હુમલા અને ઓપરેશન સિંદૂર પર સંસદમાં ચર્ચાના થોડા કલાકો પહેલા આવ્યું છે ચિદમ્બરમે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું, તેઓ (NIA) એ જણાવવા તૈયાર નથી કે આ અઠવાડિયામાં તેમણે શું કર્યું છે. શું NIAએ આતંકવાદીઓની ઓળખ કરી છે. કે પછી એવી જાણકારી મેળવી હોય કે તેઓ ક્યાં આવ્યા છે? શું ખબર, તેઓ દેશના જ આતંકવાદીઓ હોય. તમે એવું કેમ માની રહ્યા છો કે તેઓ પાકિસ્તાનથી આવ્યા હતા. આનો કોઈ પુરાવો નથી. બીજી તરફ, ભાજપના નેતા અમિત માલવીયે કહ્યું- કોંગ્રેસે પાકિસ્તાનને ક્લિન ચિટ આપવાની ઉતાવળ કરી છે. જ્યારે પણ આપણી સેના પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદીઓનો સામનો કરે છે. કોંગ્રેસના નેતા ઇસ્લામાબાદના વકીલ વધારે લાગે છે. રાષ્ટ્રીય સુરક્ષાના મામલે કોંગ્રેસ હંમેશાં દુશ્મનોને બચાવવાની જ કોશિશ કરે છે.