ક્રેન લોખંડના સ્ટ્રક્ચર સાથે ધડામ દઈને રસ્તા પર પલટી મારી ગઈ, રિક્ષાનો કડૂસલો વળી ગયો

Spread the love

સુરતમાં હાલ મેટ્રોની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. મેટ્રોની કામગીરી દરમિયાન અત્યારસુધીમાં અનેક વખત નાની-મોટી દુર્ઘટના સામે આવી ચૂકી છે. ત્યારે વધુ એક મેટ્રોની કામગીરી દરમિયાન દુર્ઘટના સામે આવી છે. ઉધના દરવાજા ખાતે મેટ્રોના રૂટ પર ચાલતી કામગીરી દરમિયાન મહાકાય ક્રેન લોખંડના સ્ટ્રક્ચર સાથે ધડામ દઈને રસ્તા પર પલટી મારી ગઈ હતી.રસ્તા પરથી પસાર થતી ઓટોરિક્ષા પર એ પડતાં રિક્ષાનો કડૂસલો વળી ગયો હતો.

રિક્ષાચાલક ઓડિશાનો રહેવાસી છે અને સુરતના પરવત પાટિયા વિસ્તારમાં રહે છે. તે કાપડનો જથ્થો પાંડેસરા લઈને જતો હતો. ઉધના રોડ પરથી પસાર થતો હતો એ દરમિયાન કંઈ સમજાય એ અગાઉ જ અચાનક ક્રેન સીધી રિક્ષા માથે પડી હતી. રિક્ષાચાલક અનેક વખત પેસેન્જર પણ લઈને જતો હોય છે. જોકે આજે પેસેન્જર ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com