જયારે મિલકતની ખરીદી કરવામાં આવે ખાતરી કરવી જરૂરી છે કે જેની પાસેથી પ્રોપર્ટી ખરીદવાની છે તેણે આધાર અને પાન કાર્ડને લિંક કયર્િ છે કે કેમ? જો તેણે આ કામ નહિ કર્યું હોય તો ગ્રાહકે ખરીદેલી પ્રોપર્ટી પર 1% ને બદલે 20% ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ ચૂકવવા પડશે. હાલમાં આધાર અને પાન કાર્ડને લિંક કરવાની સમયમયર્દિા પૂરી થયાના લગભગ છ મહિના પછી, આઈટી વિભાગે 50 લાખ રૂપિયાથી વધુની પ્રોપર્ટી ખરીદનારા ખરીદદારોને નોટિસ ફટકારવાનું શરૂ કર્યું છે ઈન્કમ-ટેક્સ એક્ટની જોગવાઈઓ અનુસાર, રૂ.50 લાખ કે તેથી વધુ કિંમતની કોઈપણ મિલકત ખરીદનારને કેન્દ્ર સરકારને 1% ટીડીએસ અને વેચનારને કુલ કિંમતના 99% ચૂકવવા પડશે, જે પાછળથી ક્રેડિટ તરીકે તેનો દાવો કરી શકે છે.આધાર અને પાન કાર્ડને લિંક કરવાની સમયમયર્દિા પૂરી થયાના લગભગ છ મહિના પછી, આઈટી વિભાગે 50 લાખ રૂપિયાથી વધુની પ્રોપર્ટી ખરીદનારા ખરીદદારોને નોટિસ ફટકારવાનું શરૂ કર્યું છે, તેમને તેમની ખરીદી પર 20% ટીડીએસ ચૂકવવાનું કહ્યું છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સના જણાવ્યા અનુસાર, સેંકડો પ્રોપર્ટી ખરીદનારાઓને આવી નોટિસ મળી છે કારણ કે પ્રોપર્ટીના વેચાણકતર્એિ તેમના પાન કાર્ડને આધાર સાથે લિંક કર્યું નથી. તેથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સે કોન્ટ્રાક્ટરો, બ્રોકર્સ, પ્રોફેશનલ્સ ઉપરાંત પ્રોપર્ટી વેચનારાઓ પર દબાણ કર્યું છે કે જેથી તેઓનું પાન કાર્ડ અને આધાર લિંક હોય.
મોટા ભાગના કિસ્સાઓમાં, મિલકત વેચનારનું પાન કાર્ડ નિષ્ક્રિય થઈ ગયું છે કારણ કે તેને આધાર સાથે લિંક કરવામાં આવ્યું નથી. તેથી, જેનું પાન કાર્ડ નિષ્ક્રિય થઈ ગયું હોય તેવા વિક્રેતા પાસેથી રૂ. 50 લાખથી વધુની મિલકત ખરીદવા બદલ ટીડીએસ લેણાં ચૂકવવા માટે ખરીદદારોને થોડા મહિના પછી નોટિસો મળી રહી છે
સરકારે ને આધાર સાથે લિંક કરવાનું ફરજિયાત બનાવ્યું છે જે નાણાકીય વ્યવહારોને ટ્રેક કરવામાં મદદ કરે છે. આધાર-પાન લિંક કરવાની નિયત તારીખ શરૂઆતમાં 31મી માર્ચ 2022 હતી, અને લિંક કરવામાં નિષ્ફળતાના પરિણામે નિષ્ક્રિય પાન, બિનપ્રોસેસ કરેલ રિફંડ અને વધુ કર ચૂકવવામાં આવી શકે છે.