અમદાવાદ ખાતે પણ ખોરાક પ્રોડક્ટ્સ ખાતે તપાસ હાથ ધરતા પેઢીના માલિક શ્રી અંકીતભાઈ બારોટની હાજરીમાં જ શંકાસ્પદ “રીધમ પ્રીમીયમ ઘી” અને “વચનામૃત” એવી અલગ-અલગ બ્રાંડના ત્રણ નમૂનાઓ તથા તેમાં વાપરવામાં આવેલ ફલેવરનો પણ નમૂનો લેવામાં આવ્યો હતો.
આમ, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રેડમાં નમુનાઓ લેવામાં આવ્યા છે. આ તમામ નમૂનાઓ ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. આ ખાદ્ય પદાર્થોનો પૃથક્કરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે, તેમ યાદીમાં જણાવાયું છે.