રાહુલ ગાંધીએ બિનહિસાબી પૈસા બાબતે ખુલાસો કરવો જોઈએ : ડૉ.કિરીટ સોલંકી
કોંગ્રેસના રાજ્યસભાના સાંસદને ત્યાંથી ટ્રક ભરાય તેટલા બિનહિસાબી રોકડા પૈસા સરકારી વિભાગે ટાંચમાં લીધા : એચ.એસ.પટેલ
કોંગ્રેસ પાર્ટીએ સ્વીકારી જ લેવું જોઈએ કે કોંગ્રેસ પાર્ટી ભ્રષ્ટાચારની ખાણ છે : અમિત પી. શાહ
અમદાવાદ
કર્ણાવતી મહાનગર શહેર સંગઠન ધ્વારા કર્ણાવતી મહાનગરના અધ્યક્ષ અને ધારાસભ્ય અમિત પી.શાહની અધ્યક્ષતામાં કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ ધીરજ સાહુને ત્યાંથી આશરે ૩૦૦ કરોડ જેટલા બિનહિસાબી રોકડા રૂપિયા ટ્રક ભરીને સરકારી વિભાગે જપ્ત કર્યા છે, તેની સામે વિરોધ પ્રદર્શન ટાઉનહોલ આશ્રમ રોડ ખાતે યોજવામાં આવ્યો હતો તેમજ કાર્યકર્તાઓ ધ્વારા “કોંગ્રેસ કા બસ એક હી કામ ભ્રષ્ટાચાર મેં અવ્વલ નામ”, “મહોબ્બત કી દુકાન કા અસલી કામ લુંટ ફૂટ ઔર જુઠ કા બેચતે સામાન” જેવા નારા લગાવ્યા હતા. સાંસદ ડૉ. કિરીટ સોલંકીએ જણાવ્યું કે, ફરીએક વખત કોંગ્રેસનો ભ્રષ્ટાચારી વરવો ચહેરો જનતા સમક્ષ છતો થયો છે. કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ ધીરજ સાહુને ત્યાંથી ૩૦૦ કરોડ કરતા પણ વધુ બિનહિસાબી રોકડ રકમ સરકારના વિભાગો ધ્વારા જપ્ત કરવામાં આવી છે. અમારા મતે આ કાળાનાણા સંદર્ભે કોંગ્રેસના શ્રી સોનિયા ગાંધી તેમજ રાહુલ ગાંધીએ દેશની પ્રજા સમક્ષ ખુલાસો કરીને કોંગ્રેસના ભ્રષ્ટાચારને જાહેરમાં સ્વીકારવો જોઈએ અને પ્રજા સમક્ષ માફી માંગવી જોઈએ.આજના વિરોધ પ્રદર્શન સંદર્ભે મીડિયાના પ્રતિનિધિઓને સંબોધતા સાંસદ એચ.એસ.પટેલે જણાવ્યું કે, કોંગ્રેસના રાજ્યસભાના સાંસદને ત્યાંથી ટ્રક ભરાય તેટલા બિનહિસાબી રોકડા પૈસા સરકારી વિભાગે ટાંચમાં લીધા છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દેશના પાઈ-પાઈ બચાવી પ્રજા કલ્યાણ – ગરીબ કલ્યાણના વિવિધ પ્રકલ્પો હાથ ધરી રહ્યા છે, ત્યારે દેશની પ્રજાએ ભ્રષ્ટાચાર માટે નકારી દીધેલી કોંગ્રેસ હજુ પણ ભ્રષ્ટાચારમાં ખદબદી રહ્યી છે તે દેશની પ્રજા સતત જોઈ રહ્યી છે અને ચુંટણીઓમાં કોંગ્રેસને તેનું સ્થાન બતાવી રહ્યી છે.
મહાનગરના અધ્યક્ષ અને ધારાસભ્ય અમિતભાઈ પી.શાહે જણાવ્યું કે, વડાપ્રધાન દેશના ગરીબો માટે એક-એક પૈસો બચાવી દેશને મજબુત કરી અર્થતંત્રને મજબૂત બનાવવા જી-જાન લગાવી રહ્યા છે સામે કોંગ્રેસ ભ્રષ્ટાચાર કરી દેશની છબી વિશ્વમાં બગાડી રહ્યી છે. હવે કોંગ્રેસ પાર્ટીએ સ્વીકારી જ લેવું જોઈએ કે કોંગ્રેસ પાર્ટી ભ્રષ્ટાચારની ખાણ છે. આ વિરોધ પ્રદર્શનમાં પ્રદેશ સહ કોષાધ્યક્ષશ્રી અને મહાનગર સહ-પ્રભારીશ્રી ધર્મેન્દ્રભાઈ શાહ, મેયરશ્રી પ્રતિભાબેન જૈન, તેમજ મહાનગરના સંગઠનના પદાધિકારીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, કોર્પોરેશનના પદાધિકારીશ્રીઓ, મ્યુ.કાઉન્સીલરશ્રીઓ અને કાર્યકર્તાશ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.