પાંડવો અને કૌરવોના વંશજો આ ગામમાં રહે છે 

Spread the love

વર્ષમાં એક ટ્રીપ મોટાભાગના લોકો કરતાં જ હોય છે. વ્યસ્ત જીવનમાંથી તમને એટલો સમય નથી મળતો કે તમે કંઈક નક્કી કરી શકો તો આજે તમને એક એવી જગ્યા બતાવીશું જ્યાં પહાડ છે, મસ્ત મૌસમ છે અને મનને શાંતિ મળશે. સૌથી મોટી વાત તો એ છે કે અહીં ભાગમભાગ નથી શાંતિ છે કારણ કે આ એક ગામ છે. ત્રણ દિવસનો પ્લાન બનાવીને તમે આરામ કરવાના મૂડમાં અહીં આવી શકો છો.  આ દિલ્લીથી લગભગ 450 કિમી દૂર છે. શહેરથી દૂર આ જગ્યા એવી મનોરમ્ય છે કે અહીં કાયમ માટે રહેવાની ઈચ્છા થઈ જશે. ઉત્તરાખંડમાં આવેલા આ ગામનું નામ છે કલાપ, જે ગઢવાળા વિસ્તારમાં આવેલું છે. આ ગામ રુપેણ નદીના કિનારે 7800 ફિટની ઉંચાઈ પર આવેલું છે. દેવદારના લાંબા અને ગાઢ વૃક્ષો ગામના આકર્ષણમાં ચાર ચાંદ લગાવે છે.

અહીં પહોંચીને તમે બંદરપૂંછ પીક પર કેટલાક અદભૂત દ્વશ્યો જોઈ શકો છો. જોકે ગામના લોકોનો પ્રાથમિક વ્યવસાય ખેતી છે, અને આ જગ્યા આધુનિક ધારણાઓથી દૂર રહે છે, આ ઘણું રોમાન્ટિક છે. અહીં આવેલી એનજીઓ કલાપના સ્થાનીય સમુદાયમાં આવેલા પર્યટન અનુભવને મદદ કરે છે, જેમાં હોમ સ્ટે, ટ્રેક અને ઘણું બધું સામેલ છે. માનવામાં આવે છે કે કલાપના લોકો મહાભારતના પાંડવો અને કૌરવ ભાઈઓના વંશજ છે.  હકીકતમાં મુખ્ય મંદિર પાંડવોના ભાઈઓમાંથી એક કર્ણને સમર્પિત છે. ગામ વાળા સાથે વાત કરો તો તેમને મહાભારત સાથે જોડાયેલા આકર્ષક કિસ્સા બીજા વધારે સાંભળવા મળશે. કર્ણ મહારાજા નામનો ઉત્સવ પણ અહીં ઉજવવામાં આવે છે. જાન્યુઆરીમાં તમે કલાપમાં પાંડવ નૃત્ય ઉત્સવ પણ જોઈ શકો છો અને હવે તમે અહીં જવાનું જરૂર પસંદ કરશો. કલાપ દિલ્લીથી લગભગ 450 કીમી અને દેહરાદૂનથી 210 કિમીના અંતરે છે. દેહરાદૂનથી તમે ગામની નજીક રેલવે સ્ટેશન સાંખરી પર પહોંચી શકો છો. કલાપની બે અલગ-અલગ માર્ગો પરથી ટ્રેક કરવાની જરૂર છે, જેમાં તમને ચાર અને છ કલાક વધારે લાગશે. બંને રસ્તા માટે તમને ભાડાના કુલી મળી જશે, તમારે ક્લપના એનજીઓ સાથે પહેલાં જ વાત કરવી પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com