પેઇન એટલે દુખાવો એ આજે મોટાભાગના લોકોમાં જોવા મળતું સામાન્ય લક્ષણ છે. શરીરના કોઈપણ અંગમાં થતો દુ:ખાવો વ્યક્તિની કાર્યક્ષમતા ઘટાડે છે. આ દુખાવો માથાના પગથી લઈને પગના અંગુઠા સુધી એમ શરીરના કોઈપણ ભાગે હોય શકે છે. કોઈને પણ દુ:ખાવો થાય ત્યારે એક આદત હોય છે કે મેડિકલ સ્ટોરમાંથી કોઈ પણ પેઇન કિલર લઈને ગોળી લઈ લે છે. પણ ડોક્ટરની સલાહ વગર લેવામાં આવતી દવાઓ ઘણીવાર કિડનીનો બીમારીને આમંત્રણ આપે છે. જે કિડનીના સામાન્ય સોજા થી લઈને કિડની ફેલિયર સુધી હોય શકે છે. એક NSAID જેમ કે આઇબુપ્રોફેન નિમેસુલાઇડ ડાયક્લોફેનાક વગેરે કન્ટેન્ટ એટલે કે ડુંગવાળી દવાઓ. આ દવાઓને ડોક્ટરની સલાહ વગર નો ઉપયોગ કરવાથી કિડની તથા આંતરડાની બીમારીઓ થઈ શકે છે. બીજી હોય છે Non NSAID Hs પેરાસીટામોલ, ટ્રામાડોલ વગેરે જે આંતરડા અને કિડની માટે સલામત છે.
કોઈપણ પ્રકારના એક્યુટ રેનલ ફેઈલરમાં ભૂખ ન લાગવી, ઉલટી ઉબકા આવવા, પગે સોજા આવવા, પેશાબ ઓછો કે બંધ થવો જેવી સમસ્યા ઉભી થઇ શકે છે. એક્યુટ કિડની ફેઈલરમાં લેબોરેટરીની તપાસ જેમ કે ક્રિએટીનીન, પોટેશિયમ, યુરિન તથા સોનોગ્રાફીની તપાસ કરીને ચોક્કસ નિદાન કરી શકાય છે. આ સમસ્યા થઈ હોય તો તાત્કાલિક પેઈન કિલર દવા બંધ કરવી અને ફિઝિશયન તથા કિડનીના ડોકટરનો સંપર્ક કરો કેટલાક દર્દીઓમાં ડાયાલિસિસ પણ કરવું પડે છે. અચાનક કિડની ફેઈલ થવાના પણ કારણો છે, પણ પેઇન કિલરના કારણે એક્યુટ કિડની ફેઈલર થવું મુખ્ય કારણ છે. 40 થી 50 ટકા કિસ્સામાં પેઇન કિલર દવાઓ જવાબદાર હોય છે.