રાજ્યમાં ઊંચા બિલ્ડીંગ નિર્માણ માટે રૂ. ૪૦૩૮ કરોડના ૭ Mou થયા

Spread the love

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, પ્રગતિ અને પર્યાવરણ બેયને સાથે રાખીને સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ દ્વારા સિટીઝ ઓફ ટુમોરો આજના સમયની માંગ છે.

વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-૨૦૨૪ના પૂર્વાર્ધ રૂપે પ્રિ-વાઇબ્રન્ટ સેમીનાર અન્વયે શહેરી વિકાસ વિભાગ આયોજિત ‘લિવેબલ સિટીઝ ઓફ ટુમોરો’ કોન્ફરન્સમાં મુખ્યમંત્રી શ્રી સંબોધન કરી રહ્યા હતા.

શહેરી બાબતો અને આવાસ નિર્માણના કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી કૌશલ કિશોર, અર્બન ડેવલપમેન્ટ ક્ષેત્રોના તજજ્ઞો, મહાનગરોના મેયર્સ, કમિશનર અને પદાધિકારીઓ આ સેમિનારમાં સહભાગી થયા હતા.

રાષ્ટ્ર અને રાજ્યના વધતા વિકાસ સાથે અર્બનાઈઝેશન પણ સતત વધતું રહ્યું છે તેમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું. આ સંદર્ભમાં શ્રી ભુપેન્દ્ર પટેલે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અર્બનાઈઝેશનને ચેલેન્જ નહીં ઓપોર્ચ્યુનિટી તરીકે અપનાવવાનું વિઝન આપ્યું છે.

તેમણે ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન રાજ્યના સ્વર્ણિમ જયંતી વર્ષ ૨૦૧૦માં સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના શરૂ કરાવીને આ ઓપોર્ચ્યુનિટી આપી હતી. તેના પરિણામે આજે ગુજરાતના શહેરો વિશ્વકક્ષાના બન્યા છે તેમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, શહેરોમાં વધતી વસ્તી સાથે ક્લાયમેટ ચેન્જ અને સંસાધનોની અછત જેવી પ્રાકૃતિક બાબતો, વૈશ્વિક ઘટનાઓની અસર, સામાજિક-આર્થિક સ્થિતિ જેવા પડકારો સામે સસ્ટેઇનેબલ એન્ડ લિવેબલ સિટીઝના ફ્યુચરિસ્ટિક વિઝનથી વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં શહેરોમાં ઇઝ ઓફ લિવિંગમાં વૃદ્ધિ થઈ છે.

સિટિઝન સેન્ટ્રીક ઓનલાઈન સેવાઓ, સ્માર્ટ પાર્કિંગ થી સ્માર્ટ ટ્રાફિક મેનેજમેન્ટ, સ્માર્ટ ડ્રેનેજ થી સ્માર્ટ વોટર મેનેજમેન્ટ, સ્માર્ટ ચાર્જિંગ થી સ્માર્ટ ઈ-મોબિલિટી જેવા આયામો શહેરી જનજીવનમાં સકારાત્મક બદલાવ લાવનારા બન્યા છે એમ તેમણે ઉમેર્યું હતું.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી શહેરોને ગ્રીન-ક્લીન સિટી બનાવવા અર્બન ફોરેસ્ટ કોન્સેપ્ટ, U-20 નું સફળ આયોજન, સ્વચ્છ શહેરોના નિર્માણ સાથે વધુ આધુનિકતા જોડીને ભવિષ્ય માટે જરૂરી સસ્ટેઇનેબલ અર્બન ડેવલપમેન્ટ માટે ગુજરાત ફ્યુચર રેડી થઈ રહ્યું છે તેની છણાવટ મુખ્યમંત્રીશ્રીએ કરી હતી.

તેમણે ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતની વડાપ્રધાનશ્રીની નેમ પાર પાડવામાં સસ્ટેઇનેબલ અને લિવેબલ સિટીઝની ભૂમિકા મહત્વની બનશે તેમ જણાવતાં આ પ્રિ-વાઇબ્રન્ટ કોન્ફરન્સનો નિષ્કર્ષ શહેરોને લિવેબલ અને લવેબલ બનાવવામાં ઉપયુક્ત નીવડશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ગાંધીનગર-મહાત્મા મંદિર ખાતે આ પ્રિ-વાઇબ્રન્ટ સેમીનારનો કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના રાજ્ય મંત્રી શ્રી કૌશલ કિશોરે શુભારંભ કરાવ્યો હતો.

કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી કૌશલ કિશોરે ગુજરાતને વિકાસનું આદર્શ મોડલ ગણાવતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે ગુજરાતના વિકાસ મોડલ થકી દેશના અન્ય રાજ્યોને દિશા આપી હતી. ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર અને સુરત જેવા શહેરો આદર્શ શહેરની પરિભાષાને સાચા અર્થમાં ચરિતાર્થ કરે છે.

કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રીએ વધુમાં કહ્યું હતું કે, શહેરોને આદર્શ અને લીવેબલ બનાવવા માટે પાણી, આરોગ્ય, શિક્ષણ, સ્વચ્છતા અને કચરાના યોગ્ય નિકાલની સુવિધા સહિત પ્રદુષણને ઘટાડવા વધુમાં વધુ વૃક્ષો હોવા ખુબ જ આવશ્યક છે. માત્ર શહેર જ નહિ, સમગ્ર દેશને સ્વચ્છ બનાવવા વડાપ્રધાનશ્રીએ પદભાર સંભાળતાની સાથે જ સ્વચ્છ ભારત મીશનની શરૂઆત કરાવી હતી, અને પોતે પણ આ અભિયાનમાં જોડાઈને સૌને પ્રેરિત કર્યા હતા. સાથે જ પ્રદુષણને ઘટાડવા માટે પણ તેમણે રીન્યુએબલ એનર્જીના સ્ત્રોત અને ઇલેક્ટ્રિક વાહનોને વધારે પ્રોત્સાહન આપ્યું છે.

મંત્રીશ્રીએ કહ્યું કે, ભારત સહિત સમગ્ર વિશ્વમાં શહેરીકરણ તેજ ગતિથી વધી રહ્યું છે, ત્યારે શહેરોને પણ તે જ રીતે વિકસાવવા એટલા જ જરૂરી છે. વર્ષ ૨૦૪૭માં વિકસિત ભારતની પરિકલ્પના સાકાર થશે, તે સમયના અનુરૂપ ફ્યુચરીસ્ટીક શહેરોનો વિકાસ કરવા માટે વડાપ્રધાનશ્રી અત્યારથી જ કામ કરી રહ્યા છે. આજે ભારત વિષની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. આગામી સમયમાં ભારતની અર્થવ્યવસ્થાને ત્રીજા સ્થાને લાવવા દરેક ક્ષેત્રનો વિકાસ થવો એટલો જ જરૂરી છે, જેના માટે ભારત સરકાર કૌશલ્ય વિકાસ, વિકસિત ભારત સંકલ્પ યાત્રા, પ્રધાનમંત્રી સ્વનીધિ યોજના સહિતના પ્રયાસો થઇ રહ્યા છે.

મુખ્ય સચિવ શ્રી રાજકુમારે જણાવ્યું હતું કે, ગુજરાતમાં શહેરોના આયોજનબદ્ધ વિકાસ માટે મ્યુનિસિપલ બોન્ડ, ટેક્સનું યોગ્ય માળખું તેમજ PPP આધારે માળખાકીય સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. ગુજરાતની પ્રથમ હેરિટેજ સિટી અમદાવાદ, ફાઇનાન્સ ટેક સિટી-GIFT તેમજ રાજધાની ગાંધીનગર એ આયોજન પૂર્વકના શહેરીકરણનો ઉત્તમ સમન્વય છે. આ સિવાય ગુજરાતમાં ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી સુરત, SIR- ધોલેરા જેવા આધુનિક શહેરો આગવી ઓળખ ધરાવે છે. આગામી સમયમાં અમદાવાદ સહિત ગુજરાતના મોટા શહેરો નેટ ઝીરોનું લક્ષ્યાંક સિદ્ધ કરે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે.

મુખ્ય સચિવશ્રીએ આ પ્રસંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત -૨૦૪૭’ ના સંકલ્પને સાકાર કરવાના ધ્યેય સાથે આગામી સમયમાં યોજાનાર ૧૦મી ‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ -૨૦૨૪’માં જોડાવા સૌ ડેલિગેટસને રાજ્ય સરકાર વતી આમંત્રણ આપ્યું હતું.

સૌને આ કાર્યક્રમમાં આવકારતા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના અગ્ર સચિવ શ્રી અશ્વિની કુમારે જણાવ્યું હતું કે, ગુજરાત સહિત દેશભરમાં શહેરીકરણ ખૂબ તેજ ગતિથી વધી રહ્યું છે. દર વર્ષે અનેક લોકો રોજગારી સહિતના કારણોસર શહેરોમાં વસવાટ કરતા થયા છે. શહેરોમાં વસ્તી વધારો થતાં ત્યાં તેમની જરૂરિયાત મુજબનું ઇન્ફ્રાસ્ટ્રકચર વિકસાવી શહેરોને ‘લિવેબલ‘ બનાવવા ખૂબ જ જરૂરી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શનથી ગુજરાતના શહેરોને ફ્યુચરીસ્ટિક બનાવવામાં આવી રહ્યા છે.

આ પ્રસંગે જર્મનીની ગ્લોબલ સોલ્યુશન ઇન્સટિટ્યૂટના ફેલો શ્રી નિકોલસ બૌચડે ભારતની અધ્યક્ષતામાં યોજાયેલ જી-૨૦ દરમિયાન શહેરી વિકાસ સંદર્ભે થયેલી વિવિધ ચર્ચાઓ અંગે વાત કરી હતી. સાથે જ તેમણે શહેરી વિકાસના વિવિધ પ્રશ્નો અને પાસાઓ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

એક દિવસીય સમિટમાં તજજ્ઞોની ઉપસ્થિતિમાં ડિઝાઇનિંગ લિવેબલ સિટિઝ, ઇમ્પ્લીમેન્ટિંગ લિવેબલ સિટિઝ તેમજ લિવેબિલિટી ઈનિશેટિવ્સ ઈન ગુજરાત વિષયક વિવિધ ટેકનિકલ સત્રો યોજાયા હતા.

અમદાવાદ મહાનરપાલિકાના કમિશનર શ્રી એમ. થેન્નારસને આભારવિધિ કરી હતી.

આ કાર્યક્રમ દરમિયાન શહેરી વિસ્તારના ધારાસભ્યશ્રીઓ, મહાનગપાલિકાઓના મેયરશ્રીઓ, ડેપ્યુટી મેયરશ્રીઓ, કમિશનરશ્રીઓ, નગરપાલિકાઓના પ્રમુખશ્રીઓ, ગિફ્ટ સિટીના સી.ઈ.ઓ. શ્રી તપન રે, યુનિસેફ સોશિયલ પોલિસીના ચીફ શ્રીયુત હ્યુ હી બાન, ચીફ ઓફિસર, ક્રેડાઈના પ્રેસિડેન્ટ શ્રી શેખર પટેલ ઉપસ્થિત રહ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com