શરીર માટે પાણી પીવું ખૂબ જ જરૂરી હોય છે. આ વાતનો અહેસાસ 20 વર્ષીય છોકરીને ત્યારે થયો જ્યારે તેની કિડનીમાંથી ડોક્ટર્સે 300 સ્ટોન બહાર કાઢ્યાં. મીડિયા રિપોર્ટ અનુસાર છોકરીને પાણી પીવામાં મજા નહોતી આવતી. તે પોતાને ડિહાઈડ્રેશનથી બચાવવા માટે પાણીની જગ્યાએ બબલ ટી અને દારુ સહિત અન્ય પેય પદાર્થ પીતી હતી.તેણે ડોક્ટર્સને કહ્યું કે મને પાણી પીવામાં મજા નહોતી આવતી એટલે છોડી દીધું.
આ મામલો તાઈવાનનો છે. અહીં જિયાઓ યૂ નામની 20 વર્ષીય છોકરીને ગત સપ્તાહ તાઈનાન શહેરનાં ચી મેઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. તેને પીઠનાં નીચલા હિસ્સામાં ગંભીર દુખાવો થતો હતો અને સાથે-સાથે તાવ પણ આવી જતો હતો. ડોક્ટર્શને અલ્ટ્રાસાઉન્ટ સ્કેનથી ખબર પડી કે તેની જમણી કિડની તરલ પદાર્થોથી સૂજી ગઈ હતી અને તેમાં મોટી સંખ્યામાં કિડની સ્ટોન હતાં. સીટી સ્કેન અનુસાર સ્ટોનનો આકાર 5 મિમી અને 2 સેમીની વચ્ચે હતો. આગળની ટેસ્ટિંગમાં ખબર પડી કે હાઈ બ્લડ પ્રેશરની પણ સમસ્યા છે.
જ્યારે ડોક્ટર્સે છોકરી સાથે વાતચીત કરી ત્યારે જાણવા મળ્યું કે તેને સાદું પાણી પીવામાં મજા નહોતી આવી. જે બાદ તેણે વર્ષો સુધી બબલ ટી, ફળોનો રસ અને અન્ય પેય પદાર્થોથી પોતાને હાઈડ્રેટ રાખ્યું. તેનું દુષ્પરિણામ એ આવ્યું કે તેની કિડનીમાં તરલ પદાર્થ જામી ગયાં અને સ્ટોનનું રૂપ ધારણ કરી લીધું.
ડોક્ટર્સે 2 કલાકની લાંબી સર્જરી બાદ તેની કિડનીમાંથી 300 સ્ટોન કાઢ્યાં. પ્રક્રિયા બાદ છોકરીને ડિસ્ચાર્જ આપી દેવામાં આવ્યું. સર્જન ડો. લિમ ચ્યે-યાંગ કે જેમણે ઓપરેશનનું લીડ કર્યું તેમણે કહ્યું કે આ પથરી કેટલાક કારણોસર હોઈ શકે છે જેમાં અપૂરતાં પાણીનું સેવન, કેલ્શિયમ અને પ્રોટીનની ઊણપ, તેમણે કહ્યું કે પેશાબમાં ખનીજોને પાતળું કરવામાં માટે યોગ્ય માત્રામાં પાણી નિકળે એ જરૂરી છે. જો શરીરમાં પૂરતું પાણી નહીં હોય તો પેશાબમાં ખનીજ જામી જશે અને પથરીનું સ્વરૂપ લઈ લેશે.