આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતની સૌરાષ્ટ્રની ભૂમિને સંતોની ભૂમિ કહેવામાં આવે છે. કારણકે અહીં અનેક મહાપુરુષો અને સંતો થઈ ગયા છે. ત્યારે તમે ઘણી વખત બજરંગદાસ બાપાના પરચા વિશે સાંભળતા હશો. ત્યારે આજે આપણે એક દાદાની વાત કરવાના છીએ જેવો બજરંગદાસ બાપાના પરચા વિશે કહે રહ્યા છે અને તેમનો વિડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
મિત્રો તમે બધા જાણતા જ હશો કે બજરંગદાસ બાપા પાસે એક બંડી હતી. આ બંડીમાં જ્યારે બજરંગદાસ બાપા હાથ નાખે એટલે તેમના હાથમાં પૈસા આવી જતા હતા. પછી બજરંગદાસ બાપા આ પૈસાથી ગરીબ લોકોની મદદ કરતા હતા.
કહેવાય છે કે બજરંગદાસ બાપાની બંડી માંથી ક્યારેય પણ પૈસા ખૂટયા જ નથી. ત્યારે આ દાદા બજરંગદાસ બાપાની વાત કરે છે કે, મેં તો બજરંગદાસ બાપાને રૂબરૂમાં જોયેલા છે.
હું બજરંગદાસ બાપા સાથે પાંચ વાગ્યા સુધી બેસતો અને બજરંગદાસ બાપાની બંડી ખાલી થાય છે કે નહીં તે જોતો, પણ બજરંગદાસ બાપાની બંડી ખાલી થઈ જ નથી. બાપાનું ખિસ્સું હંમેશા ભરેલું જ હોય છે. આ ઉપરાંત દાદા બજરંગદાસ બાપા વિશે બીજી ઘણી વાતો કરે છે.
વાયરલ થઈ રહેલો આ વિડીયો randhirbhai_vichhiya_ નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયો જોઈને લોકોનું દિલ ખુશ થઈ ગયું છે અને લોકો કોમેન્ટ બોક્સમાં બાપાસીતારામ કોમેન્ટ કરી રહ્યા છે.