ગુજરાતનું કહેવાતું gj-૧૮ ખાતે મનપા દ્વારા જ્યારથી વહીવટ આવ્યો છે, ત્યારથી અનેક લોકો તોબા પોકારી ગયા છે ત્યારે કહેવત હતી કે, અમદાવાદનું ખોદકામ ક્યારેય બંધ ન થાય, ત્યારે અહીંયા gj-૧૮ ની પણ હાલત એવી જ છે, ગટર, પાણી, ટેલિફોન, ઈલેક્ટ્રીકસીટી, હવે વધ્યા ત્યાં બીજા મેટ્રો વાળા પણ ઘરી ગયા, હવે બધી જ જગ્યાએ ખોદકામ ચાલુ છે, પણ કામ પૂર્ણ થયા બાદ તો કંઈક કરો આવી હાલત માનવજાતની કોઈ કિંમત નહીં માનવજાત ટેક્સ ભરે છે, ત્યારે સેક્ટર ૨૨ ખાતેના શોપિંગ પાસે એક વર્ષથી કામ ચાલુ, ખોદકામ પણ હવે પત્યું, અને વાલ્વ નાખ્યા બાદ હજુ સુધી સેફ્ટી થી જાળી કે પછી કોઈ પડી ન જાય તે માટે કોઈ સેફટી ની દિવાલ પણ બનાવી નથી, gj-૧૮ ખાતે રોજબરોજ સેક્ટર-૨૨ ખાતે મોટા નેતાઓ રોજ અહીંથી પસાર થાય છે, ભાજપનું કાર્યાલય પણ ૧૦ ડગલા જ નજીક છે, પણ પ્રજાના પ્રશ્ન મોટી ફાંકા ફોજદારી કરતા નેતાઓએ કાર્યાલય પાસે આ સેફટી પ્રજા માટે કરાવો, હમણાં થોડા દિવસ પહેલાં ગાય પડી ગઈ હતી ત્યારે વાહન ચાલક કે આવન જાવન કરતા રહીશો પડી જાય અને હાડકા તૂટી જાય અથવા મૃત્યુ પામે ત્યારે ગંભીરતા લેશો?
————
સેક્ટર ૨૨ ખાતે ભાજપ બોર્ડના કાર્યાલયથી બિલકુલ નજીક છતા સેફટી માટે કશું જ નહીં, તંત્ર તથા કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી, હજારો વાહનો અહીંથી પસાર થાય છે, રહીશો માટે શોપિંગ નજીક હોવાથી અહીંયા ખરીદી કરવા આવતા હોય છે, ત્યારે આ કુવા કે ટાંકાને હવે ઢાંકવાનું કાંઈક કરો