દેશના વિકાસનું પ્રમુખ પીઠબળ કૃષિ જેટલી સમૃધ્ધ અને રસાયણ મૂક્ત બનશે એટલી ખેતિ અને ખેડૂત સમૃધ્ધિ બનશે અને તેથી કૃષિ વિકાસ પ્રવૃતિ ઉપર સામુહિક પ્રયાસ ખુબ જરૂરી હોવાનું ભારતીય કૃષક સમાજ આયોજીત રાષ્ટ્રિય અધિવેશનમાં અતિથી વિશેષ તરીકે બોલતા રાષ્ટ્રિય સહકારી આગેવાન, N.C.U.I. અને ઈફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ જણાવેલ હતું.
તેમણે વધુમા જણાવેલ કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને સહકાર મંત્રી અમીતભાઈ શાહ સહકારી પ્રવૃત્તિ વધુમા વધુ લોકભોગ્ય બને, ખેડૂત સક્ષમ બને તે માટે સતત ચિંતન કરી ૨હયા છે.પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના સ્વપ્ન “સહકાર થી સમૃધ્ધિ” તરફ આગળ વઘવા સંઘાણીએ જણાવ્યું હતું.કૃષિ અને સહકારિતા ૨ત્ન એવોર્ડથી સન્માનિત થયા બાદ શ્રી સંઘાણીએ જણાવ્યું હતું કે, આ સન્માન દેશના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર મહેનતુ કિસાનોનું સન્માન છે.મહારાષ્ટ્રના પ્રવાસ દ૨મ્યાન દિલીપ સંઘાણી એ અહમદનગર જીલ્લાના રાહુરી તાલુકાના ગુહા ગામે આવેલ પ્રે૨ણા મલ્ટીસ્ટેટ ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટીની શુભેચ્છા મૂલાકાત વેળા તેમનું ભાવપૂર્ણ સ્વાગત ક૨વામાં આવેલ. સંઘાણી સાથે ભા૨તીય કૃષક સમાજનાં પ્રેસીડેન્ટ ડો.ક્રિષ્નબીર ચૌધરી, સમિતિના અધ્યક્ષ અને શિરડી દેવસ્થાનના ટ્રસ્ટી સુરેશ વાલકે, સહકારી અગ્રણી નકુલ કડુ પાટિલ, મહારાષ્ટ્ર રાજય ઈફકો માર્કેટીંગ મેનેજર ઉદય તિજારે સહિત સ્થાનિક અગ્રણી સહકારી આગેવાનો ઉપસ્થિત રહયા હતા.