ડબલ ડેકર ટ્રાવેલ્સની આડમાં રાજસ્થાન ખાતેથી ઈંગ્લીશ દારૂનો જથ્થો લાવી દારૂનો જથ્થો કટીંગ કરતા સમયે દારૂની હેરાફેરી કરતા ઈસમોને રામોલ પોલીસે પકડી પાડયા

Spread the love

વિદેશી દારૂની નાની મોટી બોટલો ૨૮૮ કીમત રૂપીયા ૮૬,૪૦૦  તથા ડબલ ડેકર ટ્રાવેલ્સ તથા લોડીંગ ગાડી તથા મોબાઈલ ફોન નંગ ૩ મળી કુલ કીમત રૂપીયા ૧૨,૨૧,૪૦૦ ના મુદ્દામાલ સાથે ચાર ઈસમો ઝડપાયા

અમદાવાદ

અમદાવાદ તથા સંયુક્ત પોલીસ કમીશ્નર સેક્ટર-ર તથા નાયબ પોલીસ કમીશ્નર ઝોન-૫  તથા મદદનીશ પો.ક.શ્રી ‘આઈ* ડીવીઝનની સુચના મુજબ તેમજ પોલીસ ઈન્સપેક્ટર  સી.આર.રાણાના માર્ગદર્શન હેઠળ તા:૨૭/૧૨/૨૦૨૩ ના રોજ સર્વે સ્કોડના એ.એસ.આઈ હીરેન્દ્રસિંહ અનોપસિંહ બ.નં.૧૩૬૩૩ તથા સ્ટાફના માણસો સાથે દારૂ જુગારની ગુનાહીત પ્રવુતી અટકાવવા તેમજ શોધી કાઢવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા દરમ્યાન પો.કો સત્યજીતસિંહ નિર્મળસિંહ બ.નં.૫૧૨૭ તથા પો.કો મનીશભાઈ લાલજીભાઈ બ.નં.૪૩૩૨ નાઓને મળેલ બાતમી હકીકત આધારે રામોલ ઉત્સવ સીટી રોડ સ્વામીનારાયણ મંદીર સામે આવેલ ખુલ્લી જગ્યામાં જાહેરમાં પો.ઈન્સ શ્રી સી.આર.રાણા સાહેબ તથા પંચો સાથે રેડ કરતા આરોપીઓ નં.૧ મહીપાલસિંગ ચંદનસિંગ રાજપુત ઉવ:૨૮ રહે:ગામ:સાવીધર તા:જસવંતપુરા જી:ઝાલોર રાજસ્થાન તથા નં.ર સુજારામ માદારામજી સરગરા ઉવ:૨૨ સત્યમનગર અમરાઈવાડી અમદાવાદ શહેર તથા નં.૪ ભુપેન્દ્રસિંહ રવુભા ગોહીલ ઉવ:૩૫ રહેઃસી/૬૧ કમલપાર્ક સોસાયટી એમ.બી પટેલ ફાર્મની બાજુમાં મહેમદાવાદ હાઈવે વટવા અમદાવાદને પોતાના કબજાની ડબલ ડેકર ટ્રાવેલ્સ નં.RJ.46.PA.1008 માંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો કટીંગ કરી મહીન્દ્રા જીતો લોડીંગ ગાડી નં.GJ.27.TD.3526 ભરતા વગર પાસ પરમીટે ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ:૨૮૮ કીમત રૂપીયા ૮૬૪૦૦/- તથા ઉપરોક્ત બન્ને વાહનો તથા મોબાઈલ ફોન નંગ:૦૩ મળી કુલ્લે કીમત રૂપીયા ૧૨,૨૧,૪૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી સદરી આરોપીઓની પુછપરછ દરમ્યાન આરોપી નં.૧ તથા ર તથા વોન્ટેડ આરોપી ઈકબાલ ખાન રહેઃઝાલોર રાજસ્થાન નાઓ રાજસ્થાન ઝાલોર ખાતેથી અમદાવાદ સુધી ઉપરોક્ત ટ્રાવેલ્સ પેસેન્જરમાં ચલાવતા હોય અને ત્રણેય મીત્રો મળી આરોપી નં.૩ તથા ૪ નો સંપર્ક કરી રાજસ્થાન ઝાલોર ખાતેથી વોન્ટેડ આરોપીએ સદર દારૂનો જથ્થો ટ્રાવેલ્સમાં મુકી પેસેન્જરો સાથે આરોપી નં.૧ ,રહે:ગામ:રેવત તા:જી:ઝાલોર રાજસ્થાન તથા નં.૩ જીતેન્દ્ર હરીરામ ચોરસીયા ઉવ:૨૮ રહે:પોપટલાલની ચાલી તથા ર તથા વોન્ટેડ આરોપી અમદાવાદ ખાતે આવેલ અને આરોપી નં.૩ તથા ૪ નાઓ આ દારૂનો જથ્થો છુટક વેચાણ કરવા માટે લેવા ગયેલ અને ટ્રાવેલ્સ માંથી સદર દારૂનો જથ્થો પોતાની લોડીંગ ગાડીમાં ભરતા પોલીસ આવતા પકડાઈ ગયેલ અને વોન્ટેડ આરોપી હાજર મળી આવેલ નહી હોવાનુ જણાવતા ઉપરોક્ત દારૂનો જથ્થો કબજે કરી તમામ આરોપીઓ વિરૂધ્ધ રામોલ પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં.૧૧૧૯૧૦૨૪૨૩૧૩૨૭/૨૩ ધી પ્રોહિ.એકટ કલમ ૬૬(૧)(બી),૬૫(એ)(ઈ), ૧૧૬(બી),૮૧,૯૮(૨) મુજબનો ગુનો દાખલ કરી આરોપીઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરેલ છે.

કાર્યવાહી કરનાર ટીમના માણસો

પોલીસ ઈન્સપેક્ટર સી.આર.રાણા

એ.એસ.આઈ હીરેન્દ્રસિંહ અનોપસિંહ બ.નં.૧૩૬૩૩

પો.કો સત્યજીતસિંહ નિર્મળસિંહ બ.નં.૫૧૨૭

પો.કો મનીશભાઈ લાલજીભાઈ બ.નં.૪૩૩૨

પો.કો ઈશ્વરભાઈ લક્ષ્મણભાઈ બ.ન.૧૦૩૪૧

પો.કો નીરવભાઈ રાજેશભાઈ બ.ન.૧૨૦૪૫

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com