પ્રદેશની બેઠક કાલે તેમજ 30 ડિસે.ના રોજ વિવિધ મોરચાની બેઠક પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં લોકસભાની ચૂંટણીના સંદર્ભે યોજાશે

Spread the love

અમદાવાદ

દેશમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે જે સંદર્ભે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના આવનાર કાર્યક્રમો તેમજ પ્રદેશની બેઠક અંગે આજરોજ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ મહામંત્રી રજનીભાઇ પટેલે પત્રકારોને સંબોધન કર્યુ હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં પ્રદેશના મહામંત્રી વિનોદભાઇ ચાવડા, પ્રદેશના પ્રવકતાશ્રી યમલભાઇ વ્યાસ અને પ્રદેશ મીડિયા વિભાગના કન્વીનરશ્રી ડો.યજ્ઞેશભાઇ દવે ઉપસ્થિત રહ્યા હતા.

પ્રદેશ મહામંત્રી રજનીભાઇ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, ટુંક સમયમાં દેશમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે. લોકસભા ચૂંટણી સંદર્ભે પક્ષની તૈયારીઓના ભાગરૂપે એક મહત્વની બેઠક પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલજીની અધ્યક્ષતામાં તેમજ સંગઠન મહામંત્રીશ્રી રત્નાકરજી, રાષ્ટ્રીરય મહામંત્રીશ્રી અરૂણસિંહજી અને રાજયના મુખ્યમંત્રી www ભુપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં 29 ડિસેમ્બરના રોજ પ્રદેશ કાર્યાલય  કમલમ ખાતે યોજાશે. આ બેઠક સવારે 9.30 કલાકે યોજાશે. બેઠકમાં કાર્યકર્તાઓને લોકસભાની ચૂંટણી અંગે મહત્વનું માર્ગદર્શન તેમજ કેન્દ્ર સરકાર અને રાજય સરકારે કરેલા કામે જન જન સુઘી કેવી રીતે પહોંચાડવું સહિતના વિષયો પર માર્ગદર્શન આપવામાં આવશે. આ બેઠકમાં પ્રદેશના પદાધિકારીઓ , જિલ્લાના પ્રમુખો , જિલ્લાના પ્રભારીઓ ,પ્રવકતા અને સહ પ્રવકતાઓ ઉપસ્થિત રહેશે તેમજ 30મી ડિસેમ્બરના રોજ પ્રદેશના સંયુક્ત મોરચાની બેઠક યોજાનાર છે. આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં અને સંગઠન મહામંત્રી રત્નાકરની ઉપસ્થિતિમાં યોજાશે જેમાં વિવિધ મોરચાના પ્રદેશના પદાધિકારીઓ તેમજ ગુજરાતના રાષ્ટ્રીય પદાધિકારીઓ ઉપસ્થિત રહી કાર્યકર્તાઓને લોકસભાની ચૂંટણી અંગે માર્ગદર્શન આપશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com