અમદાવાદમાં સાબરમતી રિવર ફ્રન્ટ એ ફેમસ સ્થળ છે. અહીં રોજ હજારો લોકો રિવર ફ્રન્ટની મુલાકાત લેતાં હોય છે. સેલ્ફી અને રિલ્સ બનાવવાનાં શોખીન લોકો અહીં આવીને સેલ્ફી અને રીલ્સ બનાવે છે. ત્યારે મંગળવારનાં રોજ એક યુવક તેની પત્ની સાથે રિવરફ્રન્ટ વોક વે હિસ્સામાં સેલ્ફી લેતો હતો તે દરમિયાન અચાનક તેનો પગ લપસતાં તે સાબરમતી નદીમાં પડ્યો હતો.
મંગળવારના રોજ સાબરમતી રિવરફ્રન્ટ પર એક મોટી દુર્ઘટના બની હતી. સેલ્ફી લેવા જતાં પગ લપસતાં નદીમાં પડવાથી 29 વર્ષીય યશ વિનોદભાઇ કંસારા નામનાં યુવકનું મોત થયું હતું. યશ કાંસારા સોમવારે તેમની પત્નિ સાથે અમદાવાદ રિવરફ્રન્ટ પર ફરવા આવ્યાં હતાં.
મંગળવારે યશ કંસારા રીવરફ્રન્ટ વોક વેનાં રિલિંગ પાસે ઊભા રહીને સેલ્ફી લઈ રહ્યાં હતાં ત્યારે અચાનક તેમનો પગ લપસી જતાં તેઓ નદીમાં પડ્યાં હતાં. પત્નીની આંખો સામે જ યશ કંસારા નદીમાં ડૂબી ગયા.
સ્થાનિક લોકોએ યશ કંસારાને બચાવવાના પ્રયાસો કર્યા પરંતુ સાબરમતીનાં ઊંડા પાણીમાં ગરકાવ થયાં હતાં. આ ઘટનાં અંગે પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં યુવકનાં મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.