ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીને 96 વર્ષની વયે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે

Spread the love

ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીને 96 વર્ષની વયે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી. ભૂતપૂર્વ વડાપ્રધાન
અટલ બિહારી વાજપેયી પછી તેઓ ભાજપના બીજા નેતા છે, જેમને દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન આપવામાં આવશે.
મોદીએ સોશિયલ મીડિયા પર અડવાણી સાથેની પોતાની બે તસવીર શેર કરી તેમને અભિનંદન પાઠવ્યા હતા. મોદીએ લખ્યું- મને જણાવતાં ખૂબ જ આનંદ થાય છે કે લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે. મેં તેમની સાથે વાત કરી છે અને તેમને અભિનંદન આપ્યા છે.
PMએ લખ્યું, તેઓ આપણા સમયના સૌથી આદરણીય રાજનેતા છે. દેશના વિકાસમાં તેમના યોગદાનને કોઈ ભૂલી શકશે નહીં. તેમણે પાયાના સ્તરેથી કામ શરૂ કર્યું હતું અને દેશના નાયબ વડાપ્રધાનપદ સુધી પહોંચ્યા. તેઓ દેશના ગૃહમંત્રી, માહિતી અને પ્રસારણમંત્રી પણ રહ્યા હતા. તેમની સંસદીય કાર્યશૈલી હંમેશાં અનુકરણીય રહેશે.

‘સાર્વજનિક જીવનમાં અડવાણીજી દાયકાઓ સુધી પારદર્શિતા અને અખંડિતતા માટે પ્રતિબદ્ધ રહ્યા. તેમણે રાજકીય નીતિશાસ્ત્રમાં એક અનુકરણીય ધોરણ સ્થાપિત કર્યું છે. તેમણે રાષ્ટ્રીય એકતા અને સાંસ્કૃતિક પુનરુત્થાનને આગળ વધારવા માટે અભૂતપૂર્વ પ્રયાસો કર્યા છે. તેમને ભારત રત્નથી સન્માનિત કરવા મારા માટે ખૂબ જ ભાવનાત્મક ક્ષણ છે. હું હંમેશાં મારું સૌભાગ્ય માનીશ કે મને તેમની સાથે વાતચીત કરવાની અને તેમની પાસેથી શીખવાની અગણિત તકો મળી.’

પીએમ મોદીએ વધુમાં લખ્યું, ‘આપણા સમયના સૌથી આદરણીય રાજકારણીઓમાંના એક, અડવાણીજીએ ભારતના વિકાસમાં અવિસ્મરણીય યોગદાન આપ્યું છે. તેમના જીવનની શરૂઆત પાયાના સ્તરે કામ કરવાથી લઈને આપણા નાયબ વડાપ્રધાન તરીકે દેશની સેવા કરવા સુધીની છે. તેમણે આપણા ગૃહમંત્રી, માહિતી અને પ્રસારણમંત્રી તરીકે પણ પોતાની ઓળખ બનાવી. તેમના સંસદીય હસ્તક્ષેપ હંમેશાં અનુકરણીય અને સમૃદ્ધ આંતરદૃષ્ટિથી ભરેલા રહ્યા છે.

આ પહેલાં 23 જાન્યુઆરીએ બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને ભારત રત્ન (મરણોત્તર) આપવાની જાહેરાત કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 24 જાન્યુઆરીએ તેમની 100મી જન્મજયંતીના એક દિવસ પહેલાં આ જાહેરાત કરી હતી. કર્પૂરી ઠાકુર બે વખત બિહારના મુખ્યમંત્રી અને એક વખત નાયબ મુખ્યમંત્રી રહ્યા. તેઓ પછાત વર્ગોનાં હિતોની હિમાયત કરવા માટે જાણીતા હતા.

એલ.કે.અડવાણીને આપવામાં આવેલ ભારત રત્ન બાબતે કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા ખુશી વ્યક્ત કરી હતી. વજુભાઈ વાળાએ કહ્યું કે, અડવાણીજીએ આખું જીવન રાષ્ટ્ર માટે સમર્પિત કર્યું છે. આજે 96 વર્ષની વયે પણ તેમનું જીવન રાષ્ટ્ર માટે સમર્પિત છે. આજે રામ મંદિર બનાવવા આવ્યું છે તે મંદિર માટે એલ.કે.અડવાણીએ જ સોમનાથથી યાત્રા કાઢી હતી.

અડવાણીને આપવામાં આવેલ ભારત રત્ન અંગે વજુભાઈ વાળાએ સૌરાષ્ટ્ર માટે ગૌરવની વાત હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું-ડેપ્યુટી પ્રધાનમંત્રી હોવા છતાં પણ તેમને ક્યારેય અભિમાન આવ્યું નહોતું. સરકાર પાસેથી એલ.કે.અડવાણીએ ક્યારેય અપક્ષા રાખી નથી. ભારત રત્ન આપવા બદલ અડવાણીજીને અભિનંદન.

અડવાણીનો જન્મ 8 નવેમ્બર 1927ના રોજ કરાચીમાં થયો હતો. 2002 અને 2004ની વચ્ચે, તેઓ અટલ બિહારી વાજપેયીની સરકારમાં 7મા નાયબ વડાપ્રધાન રહ્યા હતા. 1998થી 2004 વચ્ચે તેઓ એનડીએ સરકારમાં ગૃહમંત્રી રહ્યા હતા. તેઓ ભાજપના સ્થાપક સભ્યોમાં સામેલ છે. 2015માં તેમને પદ્મવિભૂષણ પુરસ્કાર મળ્યો હતો.

અડવાણીની રાજકીય કારકિર્દી 1942માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સ્વયંસેવક તરીકે શરૂ થઈ હતી. અડવાણી 1970થી 1972 સુધી જનસંઘના દિલ્હી એકમના અધ્યક્ષ રહ્યા હતા. 1973થી 1977 સુધી જનસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ રહ્યા હતા. 1970થી 1989 સુધી તેઓ ચાર વખત રાજ્યસભાના સભ્ય રહ્યા હતા. આ દરમિયાન 1977માં તેઓ જનતા પાર્ટીના મહાસચિવ પણ રહ્યા હતા.

1977થી 1979 સુધી તેઓ કેન્દ્રમાં મોરારજી દેસાઈની આગેવાની હેઠળની જનતા પાર્ટી સરકારમાં માહિતી અને પ્રસારણમંત્રી રહ્યા હતા. તેઓ 1986-91 અને 1993-98 અને 2004-05 સુધી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રહ્યા હતા. 1989માં તેઓ 9મી લોકસભા માટે દિલ્હીથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. • 1989-91 સુધી તેઓ લોકસભામાં विरोधपक्षना नेता इता. 1991, 1998, 1999, 2004, 2009 અને 2014માં તેઓ ગાંધીનગરથી લોકસભા સાંસદ તરીકે ચૂંટાયા હતા.

તેઓ 1998થી 2004 સુધી એનડીએ સરકારમાં ગૃહમંત્રી હતા. તેઓ અટલ બિહારી વાજપેયીની સરકારમાં 2002થી 2005 સુધી નાયબ વડાપ્રધાન પણ હતા. 2015માં તેમને દેશના બીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મવિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમને આ સન્માન તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના હાથે મળ્યું હતું.

અગાઉ 2015માં અડવાણીને દેશના બીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મવિભૂષણથી નવાજવામાં આવ્યા હતા. આ વર્ષે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને ભારત રત્ન આપવામાં આવ્યો હતો. તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પોતે તેમના ઘરે ગયા હતા અને તેમને આ સન્માન આપવામાં આવ્યું હતું.

વાજપેયી ત્યારે 90 વર્ષના હતા અને બીમાર હતા. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ પૂર્વ વડાપ્રધાનને તેમના કૃષ્ણ મેનન માર્ગ સ્થિત નિવાસસ્થાને એવોર્ડ એનાયત કર્યો હતો. વાજપેયી ઉપરાંત એ જ વર્ષે જાણીતા શિક્ષણવિદ્ અને સ્વાતંત્ર્ય સેનાની મહામના મદન મોહન માલવીયને મરણોત્તર આ સન્માન આપવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com