લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની હાલત એક સાંધે તેર તૂટે જેવી સ્થિતિ છે. આજે આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી ભાજપમાં જોડાઈ ગયા છે. આ સિલસિલામાં વધુ એક AAPના નેતાએ રાજુનામું આપીને રાજનીતિમાં ગરમાવો લાવી દીધો છે. લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત AAPને મોટો ઝટકો લાગ્યો છે. AAP માંથી રોહિત ભુવાએ એકાએક રાજુનામું આપી દીધું છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં જેતપુર-જામકંડોરણાથી ઉમેદવારી નોંધાવી હતી.
આજે રોહિત ભુવાએ આમ આદમી પાર્ટીની તમામ જવાબદારી અને પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામુ આપ્યું છે. પોરબંદર લોકસભા ઇન્ચાર્જ અને પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી પદ સહિત પાર્ટીના સભ્ય પદેથી રાજીનામુ આપ્યું છે. ભાજપનું લોટસ અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. પક્ષપલટાની મોસમમાં રોજ કોઈને કોઈ નેતા ભાજપમાં જોડાઈ રહ્યાં છે. ત્યારે એક મહિના પહેલા આપના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યું છે. ત્યારે AAPના પૂર્વ ધારાસભ્ય આજે ભાજપમાં જોડાયા છે. જૂનાગઢમાં સીઆર પાટીલના હસ્તે ભૂપત ભાયાણીએ કેસરિયા કર્યા હતા. તો ભૂપત ભાયાણી બાદ આવતી કાલે ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલ ભાજપમાં જોડાશે. થોડા સમય પહેલા ભૂપત ભાયાણી બાદ ચિરાગ પટેલે પણ કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. ત્યારે તેઓ પણ આવતીકાલે કેસરિયા કરવા જઈ રહ્યાં છે. આજે એક તરફ ભૂપત ભાયાણીએ પક્ષપલટો કર્યો છે,
તો બીજી તરફ, AAP ગુજરાતમાંથી રોહિત ભુવાએ રાજીનામું આપ્યું છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં રોહિત ભુવાએ જેતપુર – જામકંડોરણાથી આપ પક્ષમાંથી ઉમેદવારી નોંધાવી હતી. આપની તમામ જવાબદારી અને પ્રાથમિક સભ્ય પદેથી તેમણે રાજીનામુ આપ્યું છે. સાથે જ પોરબંદર લોકસભા ઈન્ચાર્જ અને પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી પદ સહિત પાર્ટીના સભ્ય પદેથી રાજીનામુ આપ્યું છે. તેઓએ અંગત કારણોસર પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું છે. ત્યારે ભાયાણીને પગલે રોહિત ભુવા ભાજપમાં જોડાય તેવી શકયતા નકારી શકાય નહિ.