અમદાવાદ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે જણાવ્યું કે
અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનાં સને ૨૦૨૪-૨૦૨૫ ના વર્ષ માટે સુચવેલ ફેરફારોને કારણે ખર્ચમાં રૂા. ૬૦ કરોડનો વધારો થશે તેથી મ્યુનિ. કોર્પો.ના બજેટમાં અ.મ્યુ.કોર્પો. પાસે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ માટે ફાળવેલ રૂા. ૩૭૨ કરોડની જોગવાઈ છે તેમાં રૂા. ૬૦ કરોડનો ઉમેરો કરી કુલ રૂા. ૪૩૨ કરોડની ગ્રાંટ મેળવવાનું ઠરાવવામાં આવે છે. ઉપરનાં સુધારા સાથે સ્ટે.કમિટી ઠરાવ નંબર ૧૪૫૭ તા ૦૬-૦૨-૨૦૨૪ થી રજુ થયેલ કામ નં.૧ અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનુ સને ૨૦૨૪- ૨૦૨૫ નુ કુલ રૂા. ૧૧૫૭ કરોડનું અંદાજપત્ર મંજુર કરવાનું ઠરાવવામાં આવે છે.
(૧) અટલ લેબ વિકસાવવા
આજનો આયુનિક યુગ ટેકનોલોજીનો છે, જો જ્ઞાન હશે તો માણસ ગમે તેવી હરિફાઈમાં ટકી શકશે મ્યુ.શાળાના બાળકોમાં ઓલ ટેકનોલોજીને લગતી ટેલેન્ટ તથા સ્કીલ સુષુપ્ત અવસ્થામાં જોવા મળેલ છે.આ ટેલેન્ટ તથા સ્કીલને પારખી તે બાળકોની શક્તિઓને ઉજાગર કરી તેને ડેવલપ કરવા મ્યુ.સ્કુલબોર્ડ દ્વારા ટેકનોલોજીને લગતી બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવી તેમને બીરદાવવી જોઈએ.મ્યુ.સ્કુલ બોર્ડના બાળકોમાં રહેલી પ્રતિભાને બહાર લાવી રાજ્ય તેમજ રાષ્ટ્ર કક્ષાએ ઉજાગર કરવી જોઈએ. આ ટેકનોલોજી દ્વારા બાળકોને નવું શિખવા મળે તે માટે જેવી રીતે કેન્દ્ર સરકારની શાળાઓમાં રોબોટીક ટેકનોલોજી બાબતે બાળકોને માહીતગાર કરવા માટે અટલ લેબ છે તેવી અટલ લેબ મ્યુ.સ્કુલ બોર્ડની શાળાઓમાં પણ વિકસાવવાનું ઠરાવવામાં આવે છે જે માટે અંદાજપત્રમાં રૂા.૧૫.૦૦ કરોડની ફાળવણી કરવાનું ઠરાવવામાં આવે છે.
(૨) કોમ્યુનીટી સાથેન્સ સેન્ટર વિકસાવવા આજનું વિશ્વ વિજ્ઞાનના માધ્યમથી ક્યાં થી કર્યા પહોંચ્યું છે. જો ભાળક વિજ્ઞાનની શક્તિઓથી પરિચિતહશે તો માણસ ગમે તેવી હરિફાઈમાં ટકી શકશે વિજ્ઞાનને લગતાં વિવિધ શૈક્ષણિક પ્રોગામો દ્વારા બાળકોને માહીતગાર કરી વિજ્ઞાન પ્રત્યે વધુ જાણકારી મેળવે તે માટે ખાનગી સ્કુલોમાં કેન્દ્ર સરકારની સહાયથી વિક્રમ સારાભાઈ કોમ્યુનીટી સાયન્સ સેન્ટર દ્વારા વિદ્યાર્થી વિજ્ઞાનથી પરિચિત થાય, વિજ્ઞાનની સિધિ તથા વૈજ્ઞાનિક ઉપકરણોથી તેના લાભ તથા ઉપયોગ વિષે પુરતી જાણકારી મેળવે છે. મ્યુ.શાળાના બાળકોમાં વિજ્ઞાનની ટેલેન્ટ સુષુપ્ત અવસ્થામાં જોવા મળેલ છે. આ ટેલેન્ટ પારખી તે બાળકોની શક્તિઓને ઉજાગર કરવા મ્યુ.સ્કુલ બોર્ડ દ્વારા મ્યુ.સ્કુલબોર્ડના બાળકોમાં રહેલી શક્તિને ઉજાગર કરી શહેર, રાજ્ય તેમજ રાષ્ટ્ર કક્ષાએ નામના મેળવે તે માટે મ્યુનિ.સ્કુલબોર્ડની શાળાઓમાં કોમ્યુનીટી સાયન્સ સેન્ટર શરૂ કરવા માટે અંદાજપત્રમાં રૂ।. ૧૦,૦૦ કરોડની ફાળવણી કરવાનું ઠરાવવામાં આવે છે.
(૩) ફોનિક્સ કલાસીસ ચાલુ કરવા
આપણે બાળકોમાં સર્વાગી વિકાસ માટે પાયાના શિક્ષણનું સિંચન કરવાનુ છે. માત્ર શિક્ષણ જ નહિ પણ તેમાં શિક્ષણમાં રસ ઉત્પન્ન કરવો, વૈજ્ઞાનિક તેમજ આધુનિક સાધનો દ્વારા શિક્ષિત કરવા અને તેમાં જ તેઓની દિલચશ્પી કેળવી પુસ્તકોના સહારે તેના ભવિષ્યની મંઝિલ તરફ પગલાં માંડતા કરવાની આપણી નૈતિક ફરજ અને જવાબદારી છે. કોઈ પણ દેશ, રાજય કે શહેરની પ્રગતિ આવનાર પેઢી એટલે કે બાળકોના ભવિષ્ય પર આધાર રાખે છે અને તેનુ ભવિષ્ય ઘડવાનું કામ પ્રાથમિક શિક્ષણ આપનારના હાથમાં હોય છે. માત્ર પુસ્તકનું જ્ઞાન જીવનમાં પર્યાપ્ત હોતુ નથી. દુનિયાના દેશો તો સુપર બાળક બનાવવાના વિવિધ આયોજનો કરી રહ્યા છે ત્યારે આપણે બાળકનો સર્વાગી વિકાસ થાય તેવા પ્રયત્નો કરવા ખુબ જ જરુરી છે. ત્યારે હાલ વિશ્વના મોટા ભાગના દેશોમાં ખાનગી સંસ્થાઓ દ્વારા ફોનિક્સ કલાસીસ ચલાવવામાં આવે છે તે કલાસીસ દ્વારા ભાષાકીય જ્ઞાન સુદૃઢ થાય તેમજ વિવિધ વિષયો બાબતે બાળક સભાન થાય તેવું શિક્ષણ આપવામાં આવે છે તેવી જ રીતે મ્યુ.શાળાઓમાં ભણતા બાળકો સુપર બાળક બને તે હેતુથી મ્યુનિ. સ્કુલબોર્ડ દ્વારા ફોનિક્સ કલાસીસ ચાલુ કરવાનું ઠરાવવામાં આવે છે તે માટે અંદાજપત્રમાં રૂા.૨.૦૦ કરોડ ફાળવવાનું ઠરાવવામાં આવે છે.
(૪) સ્કુલબોર્ડના તમામ બાળકોને યુનિફોર્મ તથા બુટનું વિતરણ યોજના
રાજ્ય સરકાર તેમજ મ્યુ.સ્કુલ બોર્ડ દ્વારા મ્યુ.સ્કુલોમાં ભણતા તમામ વિદ્યાર્થીઓને પ્રાથમિક શિક્ષણ મહત મળે તે માટે જરૂરી વસ્તુઓ સ્કુલબોર્ડ દ્વારા પુરી પાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે. મુ.સુલબોર્ડમાં પછાત વર્ગના બાળકો વધુ સંખ્યામાં આવતા હોઈ તેમજ તેમની આર્થિક પરિસ્થિતી સારી ના હોઇ આવા તબકકે તેઓ યુનિફોર્મ તથા બુટ ખરીદી શકતા નથી તેથી મ્યુ.સ્કુલોમાં જુદા જુદા ધોરણમાં ભણતા તમામ બાળકોને યુનિફોર્મ તથા બુટ અપાય તો તેઓમાં શિક્ષણ પ્રત્યેનો ઉત્સાહ જળવાઈ રહે તે માટે તમામ વિદ્યાર્થીઓને યુનિહોર્મ તથા બુટ આપવાનું ઠરાવવામાં આવે છે આ માટે અંદાજપત્રમાં રૂા.૬,૦૦ કરોડ ફાળવવામાં આવે છે.
(૫) પ્રવાસી શિક્ષકના વેતનમાં વધારો
શિક્ષણ કાર્યના કલાકો દરમ્યાન દરેક વર્ગમાં શિક્ષકનું હોવું અસરકારક શિક્ષણ માટે પાવાનીઆવશ્યકતા છે. આમ છતાં જો શાળાઓમાં શિક્ષક ઓછા હોય, શિક્ષક રજા પર હોય, કારકુની કામમાં રોકાયેલ હોમ, અન્ય કામગીરી સોંપાયેલ હોય, ઓફીસ કામથી ગયેલ હોય, સ્કાઉટ પ્રવૃતિ સાથે સંકળાયેલ હોય, ચુંટણી, વસ્તીગણતરી કે પરીક્ષાની કામગીરીમાં રોકાયેલ હોય, તાલીમમાં કે તાલીમ માટેની તૈયારીમાં રોકાયેલ હોવ તેમજ અન્ય સરકારી કામગીરીમાં રોકાયેલ હોય ત્યારે વર્ગખંડ શિક્ષક વગરનો રહે છે અને વિદ્યાર્થીઓનું શિક્ષણ કથળે છે. આમ રોજે રોજ કેટલાક વર્ગોમાં શિક્ષકનો અભાવ જોવા મળે કે વર્ગો ભેગા કરીને ભણાવાય તેની વિપરીત અસર વિદ્યાર્થીના શિક્ષણ પર થાય છે. સરકારી ધારાધોરણ પ્રમાણે વર્ગ બંધારણ અનુસાર શાળાને મળતા શિક્ષકો રજીસ્ટર પર નોંધાય છે પણ શાળામાં શિક્ષણકાર્ય માટે તેટલા શિક્ષકો ઉપલબ્ધ હોતા નથી એવું મોટાભાગે જોવા મળે છે. આ સંજોગોમાં સ્કુલ બોર્ડ દ્વારા હાલ પ્રવાસી શિક્ષક દીઠ માસિક રૂા. ૧૨,૦૦૦ વેતન ચૂકવવામાં આવે છે જે હાલના મોંધવારીના સમયમાં ખુબ જ ઓછું હોઈ તેઓ શોષણની લાગણી અનુભવે છે જેની સીધી અસર શિક્ષણ પર પડે છે પ્રવાસી શિક્ષકના વેતનમાં માસિક રૂા.૮,૦૦૦નો વધારો કરવો જોઈએ જેથી શિક્ષણનું સ્તર જાળવી રાખવામાં મદદરૂપ થઈ શકાય સાથે વર્ગખંડો શિક્ષક વગરના ન રહે તેવા ઉમદા હેતુ સાથે પ્રવાસી શિક્ષકને વેતનમાં માસિક રૂા. ૧૨,૦૦૦ વેતન ચૂકવવામાં આવે છે જેમાં રૂા.૮,૦૦૦નો વધારો કરી કુલ રૂા. ૨૦,૦૦૦ માસિક વેતન આપવાનું ઠરાવવામાં આવે છે જે માટે અંદાજપત્રમાં રૂા.૫.૦૦ કરોડની ફાળવવાનું ઠરાવવામાં આવે છે.
(૬) સ્કુલ બોર્ડના લોગો સાથેનું આઈડેન્ટીટી કાર્ડ આપવા
મ્યુ. શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની સરખામણી ખાનગી શાળાઓમાં ભણતાં વિદ્યાર્થીઓ સાથે કરતાં હોઇએ ત્યારે મ્યુ. શાળાના વિદ્યાર્થીઓની આગવી ઓળખ ઉભી થાય અને બાળકોમાં શિસ્ત સાથે એકસૂત્રતા જળવાય તે માટે બાળકોને સ્કુલ બોર્ડના લોગો સાથેનું આઇડેન્ટીટી કાર્ડ આપવા માટે અંદાજપત્રમાં રૂા.૨.૦૦ કરોડ ફાળવવાનું ઠરાવવામાં આવે છે.
જર્જરીત આવાસોનું તાકીદે રીડેવલપમેન્ટ કરવા પ્રોજેકટના કામોમાં ઇન્સ્પેક્શન માટે :
અધિકારીઓને ઇન્સ્પેક્શન કરવાની કામગીરી સોંપવા મહિલા એન્ટરપ્રીન્યોર માટે પ્રોપટી ટેક્ષમાં રાહત આપવા ઇમ્પેક્ટ કીના કેસોની ફેરવિચારણા સાથે સરળી અમલીકરણ સાથે અમલ કરવો
(૭) ઇન્ટરનેટની સુવિધા સાથે સ્માટ મોબાઈલ ફોન આપવા
આજે જ્યારે સંચાર માધ્યમોને કારણે સમગ્ર વિશ્વ નાનું થતું જાય છે. આજનો પુત્ર ડિશ્વરલ છે. નાના-મોટા કામો માટે મોભાઈલ ફોનનો ઉપયોગ કરવામાં આવે છે. વિશ્વના તમામ દેશોમાં ઓનલાઈન શિક્ષણ તથા વિવિધ માહીતીથી પરિચિત થાય, બાળકો શિક્ષણ તથા રશૈક્ષણિક તથા ઇત્તર પ્રવૃતિમાં મહીજ અને તે માટે મોબાઈલ ફોન દ્વારા તેઓ માહીતગાર થાય તો બાળકોને પણ શિક્ષણમાં વધુ ઉત્સાહ એ તે માટે pts બોર્ડની શાળાઓમાં ધો.૧ થી ૮માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સારી ગુણવત્તાવાળી ઇન્ટરનેટની સુવિધા સાથે સ્પોટ મોબાઈલ ફોન આપવા માટે અંદાજપત્રમાં રૂા. ૫.૦૦ કરોડ ફાળવવાનું ઠરાવવામાં આવે છે.
(૮) મ્યુ.શાળાઓમાં પ્રયોગશાળા તથા લાવબેરી જેવી માળખાકીય સુવિધા ઉભી કરવા
આજનો યુગ વિશાન અને કોમ્પ્યુટર તથા માહીતીનો યુગ છે ત્યારે આપણા બાળકો પાત્ર કેમ રહી જાય ? સમગ્ર વિશ્વની માહિતી આંગળીના ટેરવા ઉપરથી જાણી શકાય છે. આ સમયમાં આપણા બાળક વંચિત રહી જાય નહી તે માટે આપણી મ્યુ.કોર્પો.ની કુલ ૪૪૯ શાળાઓ છે પરંતુ હાલ એક પણ સ્કુલ પત અદ્યતન પ્રયોગશાળા કે લાયબ્રેરી જેવી માળખાકીય સુવિધાનો અભાવ છે જેથી મ્યુ.શાળાઓમાં આવર પ્રયોગશાળા અને લાયબ્રેરી જેવી માળખાકીય સુવિધા ઉભી કરવા અંદાજપત્રમાં રૂા.૧૫.૦૦ કરોડ ફાળવવાનું કરાવવામાં આવે છે.
(૯) શિક્ષકોને શિક્ષણ સિવાયના તમામ કામો માંથી મુક્તિ આપવી
શિક્ષણકાર્યના કલાકો દરમ્યાન દરેક વર્ગમાં શિક્ષકનું હોવું અસરકારક શિક્ષણ માટે પાયાની આવશ્યકતા છે. તેમ છતાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો ચુંટણીલથી, વસ્તીગણતરી કે ચુ કોર્પોરેશનના જાહેર કાર્યક્રમો વિગેરે કામગીરીમાં રોકાયેલ હોય છે. જેથી વર્ગખંડ શિક્ષક વગરનો રહે છે અને વિદ્યાર્થીઓનું શિક્ષણ કથળે છે. શિક્ષકોની ઉચ્ચ શૈક્ષણિક લાયકાત તેમજ ક્ષમતાનો ઉપયોગ સરકારી કામોમાં કરી મહોત્સવોમાં ઉપયોગ કરવાને કારણે તેઓ માનસિક ત્રાસ ભોગવે છે જેથી શિક્ષકોને શિક્ષણ સિવાયની તમામ કામગીરીમાંથી મુક્તિ આપી માત્ર શિક્ષણકાર્યમાં જ તેઓ પુરતું ધ્યાન આપે અને બાળકો અને વિદ્યાર્થીઓનું સંતુલીત વિકાસ કરવાની કામગીરી કરે તેવી વ્યવસ્થા તાકીદે ગોઠવવાનું ઠરાવવામાં આવે છે.
(૧૦) સ્કુલબોર્ડની તમામ ખાલી જગ્યાઓ તાકીદે ભરવી
શિક્ષણકાર્ય દરમ્યાન દરેક વર્ગમાં શિક્ષકનું હોવું અસરકારક શિક્ષણ માટે પાયાની આવશ્યકતા છે. આમ છતાં જો શાળાઓમાં શિક્ષક ઓછા હોય, શિક્ષક રજા પર હોય, અન્ય કામગીરી માટે રોકાયેલ હોય ત્યારે વર્ગખંડ શિક્ષક વગરનો રહે છે અને વિદ્યાર્થીઓનું શિક્ષણ કથળે છે તેથી શિક્ષકો, કાંક. પાણી પાનાર, પગી, તેડાગર, સફાઈ કામદાર જેવી જગ્યાઓ ઘણા લાંબા સમયથી ખાલી રાખવામાં આવે છે તે કોઈ પણ રીતે ઉચિત નથી કારણ કે તેની સીધી અસર બાળકોના આવનાર ભવિષ્ય પર પડે છે તેથી જે જગ્યાઓ હાલમાં ખાલી છે તે તમામ જગ્યાઓ તાકીદે ભરવા માટે યોગ્ય કાર્યવાહી કરવાનું ઠરાવવામાં આવે છે.