અમદાવાદ મ્યુ.કોંગ્રેસ દ્વારા ૨૦૨૪-૨૦૨૫નું રૂા. ૨૯૫.૦૦ કરોડના વિકાસ કાર્યો સહિત રૂા. ૫૦૬.૦૦ કરોડના સુધારા સાથે કુલ રૂા. ૧૨૭૬૮.૮૩ કરોડનું બજેટ રજૂ

Spread the love

AMC સંચાલિત શાળામાં અટલ લેબ, એલ.જી.હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ રૂમ શરૂ કરવાની,જંગલ સફારી પાર્ક વિકસાવવા માટે 25 કરોડ ફાળવવાની બજેટમાં વિપક્ષ દ્વારા માંગ

કેટલાય વર્ષોથી બજેટમાં શહેરીજનોને  થર્ડ ફાસ્ટેસ્ટ સીટી ઇન ધ વર્લ્ડ, ગ્રીન સીટી- કલીન સીટી, લવેબલ અને લીવેબલ સીટી,ડસ્ટ ફ્રી સીટી, પોલ્યુશન ફ્રી સીટી, ઝીરો વેસ્ટ સીટી, સ્માર્ટ સીટી, સ્વચ્છ અને સ્વસ્થ સીટીના વચનો પાળી શકાયા નથી

અમદાવાદ

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના કોંગ્રેસ વિપક્ષના નેતા શહેજાદખાન પઠાણે ૨૦૨૪-૨૦૨૫નું રૂા. ૨૯૫.૦૦ કરોડના વિકાસ કાર્યો સહિત રૂા. ૫૦૬.૦૦ કરોડના સુધારા સાથે કુલ રૂા. ૧૨૭૬૮.૮૩ કરોડનું બજેટ રજૂ કર્યું હતું. કૉંગ્રેસ પ્રજાના હિતાર્થે મૂકેલા આ સુધારા બજેટનો સ્વીકાર કરે તેવી માંગ છે.છેલ્લા કેટલાય વર્ષોથી બજેટમાં શહેરીજનોને અમદાવાદ શહેરને થર્ડ ફાસ્ટેસ્ટ સીટી ઇન ધ વર્લ્ડ, ગ્રીન સીટી- કલીન સીટી, લવેબલ અને લીવેબલ સીટી, વદ ડસ્ટ ફ્રી સીટી, પોલ્યુશન ફ્રી સીટી, ઝીરો વેસ્ટ સીટી, સ્માર્ટ સીટી,૨૫૦ કરોડના ખર્ચે દરેક વોર્ડમાં ૨ નવા વ્હાઈટ ટોપિંગ રોડ, વી.એસ. હોસ્પિટલનું નવીનીકરણ, જુના એલીસબ્રિજનું બ્યુટીફીકેશન કરવા, નવા સમાવાયેલ વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓ, ૧૦ કરોડના ખર્ચે ઝોન દીઠ મહિલાઓ માટે ૧ યોગા કમ મેડીટેશન સેન્ટર, ૧૦ કરોડના ખર્ચે સ્નોર સ્કેલ ખરીદવા, સાબરમતી નદી સ્વચ્છ કરવા, વરસાદી પાણીનો ત્વરીત નિકાલ, મહિલાઓ માટે પિન્ક ટોઈલેટ અને પીન્ક બસો, મ્યુ.ની તમામ મિલકતો પર સૌલાર સીસ્ટમ, સારંગપુર તથા કાલુપુર બ્રિજ પહોળો કરવા, પૂર્વ વિસ્તારમાં ૧૦૦ બેડની રેફરલ હોસ્પિટલ, મ્યુ.શાળાના બાળકોને સ્માર્ટ ફોન આપવા જેવા પોકળ વાયદાઓ પાડી શક્યા નથી.શહેરમાં જુદા જુદા વોર્ડમાં મ્યુ.કોર્પો દ્વારા સ્ટોર્મ વોટર ડ્રેનેજ તેમજ ટ્રેનેજના કામ માટે કરોડો રૂા. ના કામો થયા હતા તેમજ રોડ-રસ્તા રી-સરફેશ કરવા કરોડો રૂા. નો ખર્ચ કરેલ હતો અનેજ્યાં જ્યાં સ્ટોર્મ વોટર ડ્રેઈન નાખેલ વિસ્તારોમાં સામાન્ય એક ઇંચ વરસાદમાં પણ વરસાદી પાણી ભરાઈ જવા પામેલ હતાં હાલની રોડ-રસ્તા તેમજ વરસાદી પાણી ભરાવવાની પરિસ્થિતિ ઠેરની ઠેર રહેતાં તે નાણાં વેડફાઈ ગયા હોય તેમ સ્પષ્ટ જણાઈ આવે છે તે બાબતે સત્તાધારી પક્ષે પારદર્શક વહીવટનો ચિતાર આપવા ચીફ વિજીલન્સ કમિશ્નરને તપાસ સોંપવી જોઈએ.

પ્રોપર્ટી ટેક્સમાં 8% વ્યાજની સરકારને રજૂઆત પણ આજ દિન સુધી નિર્ણય નહિ : હિંમતસિંહ

અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલે જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્સમાં 18% વ્યાજ વસૂલ કરવામાં આવે છે ગયા વર્ષે પણ પ્રોપર્ટી ટેક્સ માં ધરખમ વધારો કર્યો છે 2000 થી 2005 માં જ્યારે કોંગ્રેસનું કોર્પોરેશનમાં શાસન હતું ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 8% વ્યાજ લેવું તેવું સર્વ સંમતિથી ઠરાવ કરીને રાજ્ય સરકારને મોકલ્યું હતું આજે 20 વર્ષ થઈ ગયા તેમ છતાં પણ પણ બે વખત રજૂઆત કરવા છતાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી અને નાબૂદ થતો નથી આજે 18% વ્યાજનું ભારણ લોકો ઉપર પડે છે. 2000માં અમારી સરકારમાં પ્રોપર્ટી ટેક્સમાં 18% વ્યાજ માફી નો ઐતિહાસિક નિર્ણય લઈને આવ્યા જેનાથી લોકોને ઘણી બધી રાહત થઈ હતી. અને કોર્પોરેશનને આવકમાં પણ વધારો થયો હતો. ભારતીય જનતા પાર્ટીની અણઆવડતના કારણે આજે પ્રજા પરેશાન થઈ રહી છે.

(૧) શહેરના વિવિધ વોટર લોંગિગવાળા વિસ્તારમાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજ નાખવા

હાલ અમદાવાદ શહેરનું કુલ ક્ષેત્રફળ ૪૮૦.૮૮ ચો. કિ.મી વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નેટવર્ક માત્ર ૯૫૦ કિ.મીનું છે જે પૈકી ૩૦ થી ૩૫ % નેટવર્ક પશ્ચિમ વિસ્તારમાં અને ૬૫ થી ૭૦ % નેટવર્ક પૂર્વ વિસ્તારમાં છે. શહેરમાં છેલ્લા એક દાયકામાં સરખેજ, સિંધુભવન રોડ, પ્રહલાદનગર બોડકદેવ વસ્ત્રાપુર સહિતના વિસ્તારોમાં નવી સ્ટ્રોમ વોટર લાઇન નાખવાનાં નામે શુન્ય કામગીરી થઈ છે. ગત ચોમાસામાં પડેલા વરસાદમાં જોધપુર વોર્ડના પ્રહલાદનગર, આનંદનગર, ૧૦૦ ફુટનો રોડ, કોર્પોરેટ રોડ જેવા રોડ ઉપર પાણી ભરાઈ ગયા હતાં અને બે ત્રણ દિવસ સુધી ઓસર્યા ન હતાં જેથી સ્પષ્ટ થાય છે કે જોધપુર વોર્ડમાં નાંખેલ સ્ટ્રોમ વોટર લાઈન યોગ્ય રીતે કામ કરી રહી નથી

(૨) જર્જરીત આવાસોનું તાકીદે રીડેવલપમેન્ટ કરવા

અમદાવાદ શહેરમાં મ્યુનિ.કોર્પોના આવાસો મોટી સંખ્યામાં આવેલ છે તે કવાર્ટસ મુખ્યત્વે મ્યુનિ.સ્ટાફ માટે ઉપલબ્ધ થાય તેવા ઉમદા હેતુ સાથે જે તે સમયે બાંધવામાં આવેલ હતાં તે કવાર્ટસનું સમયાંતરે જરૂરી રીપેરીંગ નહી કરાતાં હાલ પૂર્વ ઝોનના ૭૯૯ આવાસો, મધ્ય ઝોનના ૧૫૦૪ આવાસો, દક્ષિણ ઝોનના ૩૧૯૭ આવાસો, ઉત્તર ઝોનના ૧૨૪૮ આવાસો મળી કુલ ૨૬ જગ્યાએ કુલ ૬૭૧૮ કવાર્ટસો જર્જરીત હાલતમાં હોઇ ભયજનક છે આ કવાર્ટસો પૈકી મોટા ભાગના કવાર્ટસો ૫૦ થી ૬૦ વર્ષ જુના છે આ જર્જરીત અને ભયજનક આવાસોમાં લોકો પોતાના પરિવાર સાથે જાનના જોખમ સાથે રહે છે મ્યુ.કોર્પોનું તંત્ર તથા સત્તાધીશો તે મકાન ભયજનક છે તેની નોટીસ આપી પોતાની જવાબદારી પુરી થઈ ગઈ હોય તેવી માનસિકતા ધરાવે છે.જેને કારણે કોઈ મોટી હોનારત થવાની સંભાવના નકારી શકાય નહી દિન-પ્રતિદિન જર્જરીત તથા ભયજનક કક્વાર્ટસમાં રહેતા પ્રજાજનોનું જાનનું જોખમ વધતું જાય છે. કોઇ અનિચ્છનીય પટના બને તે પહેલાં જે કવાર્ટસો જર્જરીત તથા ભયજનક પરિસ્થિતિમાં છે તે કવાર્ટસમાં રહેતા પ્રજાજનો સારી રીતે સમજાવી તેઓને વધુને વધુ કેમ લાભ થાય તે બાબતનો વિચાર કરી તેઓને સમંત કરી તમામ જર્જરીત તથા ભયજનક ક્વાર્ટસનું તાકીદે રી-ડેવલપ થાય તે માટેની કાર્યવાહી તાકીદે હાથ ધરવાનું ઠરાવવામાં આવે છે.

(૩) જંગલ સફારી પાર્ક તથા બાયો ડ્રાઇવર્સિટી પાર્ક વિકસાવવા

અમદાવાદના શહેરીજનોને વન્ય પશુ પક્ષીઓ જોવા ગીરના જગલમાં કે કેવડીયા કોલોની જવું ના પડે અને ઘરઆંગણે મનોરંજન મળી રહે તે માટે જંગલ સફારી તથા જંગલ સફારી પાર્ક તથા બાયો ડ્રાઇવર્સિટી પાર્ક બનાવવું જોઈએ જેને કારણે ટુરીસ્ટો વધુ આવતાં લોકોને રોજગારી પણ મળી રહે અને મનોરંજન પણ મળી તેવા ઉમદા હેતુથી ગ્યાસપુર ખાતે ૫૦૦ એકરની જમીનમાં જંગલ સફારી પાર્ક તથા બાયો ડ્રાઇવર્સિટી પાર્ક બનાવવા માટે પ્રાથમિક તબક્કે અંદાજપત્રમાં રૂા. ૨૫.૦૦ કરોડ ફાળવવાનું ઠરાવવામાં આવે છે.

(૪) ઝોન દીઠ ઓપન સ્પેસ ધરાવતાં એક પ્લોટ માં બોક્ષ ક્રિક્રેટ માટેના પ્લેગ્રાઉન્ડ તરીકે વિકાસ કરવો

અમદાવાદ શહેરમાં જમીનના ભાવ આસમાને પહોંચ્યા છે. પહેલાં શહેરમાં સોસાયટી નજીક સરકારી અને ખાનગી માલિકીની જમીનનાં પ્લોટ પણ ખુલ્લા રહેતા હતા જેથી બાળકોને ક્રિકેટ રમવા માટે પુરતા પ્રમાણમાં જમીન ઉપલબ્ધ હતી પણ છેલ્લાં એક દાયકામાં જમીનનાં ભાવો આસમાને પહોંચી ગયા છે જેથી બાળકોને રમત-ગમત માટે ખુલ્લા મોટા પ્લોટ મળતા નથી. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની વિવિધ ટી.પી. સ્કીમોમાં ઓપન સ્પેશ માટે રિઝર્વ કરાયેલા પ્લોટોનો તાકીદે કબ્જો લેવો. ઝોન દીઠ એક મોટા પ્લોટને ખુલ્લો કરાવીને બોક્ષ ક્રિક્રેટ માટે જરૂરી ફેન્સીંગ કરાવીને ક્રિક્રેટની રમત માટે ખુલ્લા મુકવા સાથે સાથે પીવાના પાણી અને યુરિનલની વ્યવસ્થા ઉભી કરવા માટે અંદાજપત્રમાં રૂા.૩.૦૦ કરોડની જોગવાઈ કરવાનું ઠરાવવામાં આવે છે.

(૫) પ્રોજેકટના કામોમાં ઇન્સ્પેકશન માટે PMC એજન્સીઓને દુર કરી મ્યુ.કોર્પોના અધિકારીઓને ઈન્સ્પેકશન કરવાની કામગીરી સોંપવા

શહેરીકરણની પ્રક્રિયા ઝડપભેર વધી રહી છે હાલ અમદાવાદ શહેરનો વિસ્તાર ૪૮૦.૮૮ ચો.કિ.મી. અને વસ્તી ૭૦ લાખ થી વધુ તથા બજેટનું કદ ૧૦૦૦૦ કરોડની પાર થવા પામેલ છે આગામી ૨૫ કે ૩૦ વર્ષ માટે શહેરની શું જરૂરિયાતો હશે તેનો લાંબાગાળાનો વિચાર કરી પાણી, ગટર, ડ્રેનેજ, રસ્તા, લાઈટ, સફાઈ, સોલીડ વેસ્ટ, પર્યાવરણ, પ્રદુષણ વિગેરે ફરજીયાત – મરજીયાત સેવાઓનું ઈન્ફ્રાસ્ટ્રકચર વ્યવસ્થિત બનાવવા તેને અનુરૂપ વિવિધ પ્રોજેક્ટના કામોમાં હાલ વિવિધ PMC કંપનીઓને રોડ, બ્રીજ, ડ્રેનેજ, શહેરી ગરીબ આવાસ યોજના, હોલ અને ગાર્ડન તથા પ્રોજેકટના બીજા અન્ય કામો માટે ઇન્સ્પેક્શન માટે PMC એજન્સીઓને કામો આપવામાં આવે છે.

(૬) ઝોન દીઠ એક ગામતળ મોડેલ ગામ તરીકે વિકસાવવા

અમદાવાદ શહેર મેગા સીટી સાથે સાથે હેરીટેજ સીટી બનેલ છે. શહેરમાં આવેલ ગામતળના જુદા જુદા સ્થળે આવેલ પુરાતત્વ, જૂના સ્થાપત્યની વાવ, દરવાજા, જુની શૈલીના મકાનો મંદિરો, મસ્જદો કે અન્ય ધાર્મિક સ્થળો જેવી ઐતિહાસિક ઈમારતો પણ આવેલી છે. સ્માર્ટ સીટી અમદાવાદના વિવિધ ગામતળના વિસ્તારોનો પણ વિકાસ કરવો જરૂરી છે. સમગ્ર વિશ્વમાં અમદાવાદ શહેરને ગૌરવ અપાવનાર સમગ્ર વિશ્વમાંથી આવતા પ્રવાસીઓ અમદાવાદ શહેરના હેરીટેજ સીટીની મુલાકાત લેવા અચુક આવે તે માટે અમદાવાદ શહેરની વિરાસતરૂપી સંસ્કૃતિ સ્વરૂપ ગામતળ માટે હેરીટેજ વેલ્યુ જાળવવા માટે તેનું જતન તેમજ સુરક્ષા તથા જાળવણી કરવી તે માત્ર જરૂરી જ નહી પણ આપણાં સૌની ફરજ પણ છે જેથી દરેક ઝોન દીઠ ઓછામાં ઓછું એક ગામતળને મોડેલ ગામ તરીકે વિકસાવવા માટે અંદાજપત્રમાં કુલ રૂા. ૨૦.૦૦ કરોડ ફાળવવાનું ઠરાવવામાં આવે છે.

(૭) ડીઝાસ્ટર મેનેજમેન્ટ તથા પ્રજાની સલામતી માટે સ્નોર સ્કેલ તથા ડ્રોન ઓપરેટેડ વ્હીકલ માઉન્ટેડ ફાયરફાયટીંગ સીસ્ટમ વસાવવા

ફાયરબ્રિગેડ ખાતામાં હાલમાં ૯ ફાયર સ્ટેશનોમાં વધારો કરીને ૧૨ ફાયર સ્ટેશનો કાર્યરત થયા છે. શહેરના નાગરીકોને આગ, અકસ્માત કે કુદરતી આપતિ જેવા વિવિધ કપરા સંજોગોમાં પ્રજાના જાનમાલની સલામતી રાખનાર ફાયરબ્રિગેડમાં સ્ટાફ અને સાધનો પૂરતા હોવા જ જોઈએ. ફાયરબ્રીગેડનું તંત્ર પુરી સક્ષમતાથી કામ કરી શકે તે માટે જરૂરી સાધનો વસાવવા જરૂરી જ નહીં પણ અનિવાર્ય છે હાલ અમદાવાદ શહેરમાં ૧૦૦ મી. જેટલી ઉચાઇના બનાવવાની મંજુરી મ્યુ.કોર્પો.દ્વારા અપાઇ રહી છે તંત્ર દ્વારા ૧૦૦ મી. થી વધુની ઉંચાઇવાળા કુલ ૧૫ હાઇરાઇઝ બિલ્ડીગોના પ્લાન મંજુર કરેલ છે તે પૈકી એક બિલ્ડીંગ ૧૪૫ મી. નું હાઇરાઇઝ બિલ્ડીગ છે પરંતુ કમનસીબે સ્માર્ટ સીટી એવા અમદાવાદના ફાયર ડીપાર્ટમેન્ટ પાસે વધુ ઉચાઈની એક પણ સ્નોરસ્કેલ કે ફાયર સીસ્ટમ નથી જેથી આગ લાગવાના કે અકસ્માત જેવા સમયે પ્રજાની સલામતી જોખમાય છે જેથી પ્રજાની સુરક્ષા અને સલામતીને પ્રાધાન્ય આપી તાકીદ સ્નોરકેલ તથા ડ્રોન ઓપરેટેડ વ્હીકલ માઉન્ટેડ ફાયર ફાયટીંગ સીસ્ટમ ખરીદવા માટે અંદાજપત્રમાં રૂા. ૧૦,૦૦ કરોડ ફાળવવામાં આવે છે.

(૮) EWS આવાસો તથા ગુ.હા.બોર્ડની વસાહતોમાં પાણી તથા ડ્રેનેજની જુની પાઈપ લાઈનો બદલવા માટે ઝોન દીઠ વધુ રૂા. ૨.૦૦ કરોડનું બજેટ

શહેરના વિવિધ વોર્ડમાં આવેલ EWS આવાસો તથા ગુ.હા.બોર્ડની પાણીના પ્રદૂષણની પુષ્કળ ફરીયાદો આવે છે. પાણીના પ્રદૂષણના કારણે કમળો, ઝાડા-ઉલ્ટી જેવા પાણીજન્ય રોગોનો ફેલાવો થઈ રહેલ છે. ઉપરોક્ત બનેં વસાહતોમાં મોટા ભાગે ગરીબ અને મધ્યમ વર્ગની વસ્તીનું પ્રમાણ વધારે છે. વર્ષો જુની પાણીની પાઈપલાઈનો પણ સડી ગઈ છે. ગટરલાઈનનું પાણી પીવાના પાણીમાં અવારનવાર આવી જતું હોઈ વારંવાર નાગરીકો પાણીજન્ય રોગોના શિકાર બને છે. આથી, સડી ગયેલી પાઈપલાઈનો તાકીદે બદલવા માટે ઝોન દીઠ રૂા. ૨.૦૦ કરોડ મળી EWS આવાસો તથા ગુ.હા.બોર્ડની વસાહતોમાં પાણી તથા ડ્રેનેજની જુની પાઈપ લાઈનો બદલવા માટે અંદાજપત્રમાં કુલ રૂા.૧૪.૦૦ કરોડ ફાળવવાનું ઠરાવવામાં આવે છે.

(૯) મહિલા એન્ટરપ્રીન્યોર માટે પ્રોર્પટી ટેક્ષમાં રાહત આપવા

ગુજરાતનાં વિવિધ જીલ્લાઓ તથા શહેરો તેમજ અન્ય રાજયોમાંથી મહિલાઓ અમદાવાદ શહેરમાં ઉચ્ચ અભ્યાસ માટે આવે છે. તેઓનો અભ્યાસ પૂર્ણ થયા બાદ અમદાવાદમાં નોકરી અથવા વ્યાપાર કરીને પોતાની કેરીયરની શરૂઆત કરે છે. અમદાવાદ શહેર ગુજરાતની આર્થિક રાજધાની છે ત્યારે મહિલા સશક્તિકરણ નીતિ અંતર્ગત નાના મોટા રોજગાર કરતી મહિલાઓને પ્રોર્પટી ટેક્ષમાં યોગ્ય રીબેટ આપવાથી તેઓને આર્થિક ટેકો મળી રહે અને વધુમાં વધુ મહિલાઓ ધંધો-રોજગાર કરવા પ્રેરાય તે માટે તેઓ ને યોગ્ય નીતિઓ દ્રારા પ્રોત્સાહન આપવું જોઈએ જેથી પોતાનું તથા પોતાના પરિવારનું જીવનધોરણ સુધારી શકે તેવા ઉમદા હેતુ સાથે મહિલા એન્ટરપ્રીન્યોર માટે પ્રોર્પટી ટેક્ષમાં રાહત આપવા માટે જરૂરી કાર્યવાહી કરવાનું ઠરાવવામાં આવે છે.

(૧૦) ઇમ્પેક્ટ ફીના કેસોની ફેરવિચારણા સાથે સરળી અમલીકરણ થાય તેવા નિયમો સાથે અમલ કરવો

અમદાવાદ શહેરમાં પાંચ લાખથી પણ વધુ મકાનો પ્લાન મંજુરી વગર બની ગયા છે. ઘણા મકાનોની બી.યુ. પરમીશન આપી નથી. અમુક મકાનો ગેરકાયદેસર બનેલ છે. છતાં આવા મકાનોમાં વર્ષોથી નાગરીકો વસવાટ કરે છે. આ બાબતે ટાઉન પ્લાનીંગ ખાતા દ્વારા બાંધકામ દૂર કરવા કાર્યવાહી ચાલુ હોય છે. કોર્ટમાં કેસો મુકવામાં આવે છે. આ તમામ બાબતોનો નિકાલ કરવા રાજય સરકાર દ્વારા ઈમ્પેકટ ફીના નિયમો બનાવી મ્યુ. કોર્પોરેશનમાં મોકલેલ છે. પરંતુ એક યા બીજા કારણસર ઈમ્પેકટ ફી ના કેસોનો લાંબા સમયથી પડતર રહેવા પામે છે યેનકેન પ્રકારે વાંધાઓ કાઢવામાં આવે છે આથી આ બાબતે ગંભીરતાપૂર્વક વિચારી ઈમ્પેકટ ફી ના કેસોનો તાકીદે નિકાલ થાય તે માટે જરૂરી કાર્યવાહી કરવાનું ઠરાવવામાં આવે છે

(૧૧) નશાખોરી મુક્ત અમદાવાદ માટે રીહેબ સેન્ટર બનાવવા

આજનો યુવા વર્ગ તેમજ અન્ય લોકો પણ દારૂ, ચરસ, ગાંજો વિ. જેવી નશાકારક ચીજોના વ્યસની બન્યા છે નશાખોરીની ચુંગાલમાં ફસાયેલ છે જેને કારણે યુવાધન ખોટા રવાડે ચડી તેઓની તથા તેમના પરિવારનું જીવન દુષ્કર બની રહેવા પામે છે તેઓને નશાખોરીની આદતથી છોડાવવા જરૂરી જ નહી પણ અનિવાર્ય પણ છે જેથી નશાખોરી મુક્ત અમદાવાદ માટે રીહેબ સેન્ટર બનાવવાનું તેમજ તે માટે અંદાજપત્રમાં કુલ રૂા. ૨.૦૦ કરોડ ફાળવવાનું ઠરાવવામાં આવે છે.

(૧૨) સાબરમતી નદી શુધ્ધિકરણ કરવા

અમદાવાદ શહેરની સાબરમતી નદીમાં અગાઉ ગંદુ પાણી છોડવામાં આવી રહયું હતું તેના ઉકેલ માટે મ્યુ.કોર્પો. દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવેલ પરંતુ સાબરમતી નદી હજુ પણ ગંદા પાણીથી ખદબદે છે જે કડવી વાસ્તવિકતા છે અગાઉ સાબરમતી નદીમાં આવતા ગંદા પાણીને રોક્વા માટે ગંદુ પાણી ટ્રીટ કરીને નદીમાં છોડવા માટે સને ૨૦૦૮માં પીરાણા ખાતે રૂા. ૫૮ કરોડના ખર્ચે ૧૯૬ એમ.એલ.ડી.ની ક્ષમતાનો સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવેલ હતો તેમ છતાં સાબરમતી નદીને કલીન કરી શકેલ નહી. જેના અનુસંધાને નામ. હાઇકોર્ટ દ્વારા ઠપકો પણ અપાયેલ હતો સાબરમતી નદી કલીન કરવા માટે કરેલ ખર્ચ એળે ગયેલ હતો સાબરમતી નદીને સ્વચ્છ તેમજ પોલ્યુશન મુક્ત કરવા બાબતે નેશનલ રિવર કોન્ઝર્વેશન પ્લાન હેઠળ તે સમયે અંદાજપત્રમાં રૂા. ૧૦૦ કરોડથી પણ વધુ રકમની મદદ કરેલ જે તંત્રની બેદરકારીને કારણે વ્યર્થ ગઇ.

(૧૪) તળાવોને ઈન્ટરલીકીંગ કરી વિકાસ કરવા

અમદાવાદ શહેરમાં ૮૦ જેટલા નાના મોટા તળાવો આવેલા છે જે પૈકી અમુક તળાવો ચોમાસાની સિઝન દરમ્યાન યોગ્ય આયોજનના અભાવે ખાલી જોવા મળે છે જેવી તેમાં કચરો તથા ગદકી પણ થવા પામે છે બીજી તરફ ચોમાસા દરમ્યાન પડેલ વરસાડી પાણી ગટરમાં વહી જાય છે. જો તમામ તળાવીને વરસાદી પાણીની સ્ટ્રોમ વોટર લાઈનો સાથે ઈન્ટરલીકીંગ કરવામાં આવે તો તમામ તળાવો ભારે ખાસ પાણીથી સભર એવા પામે જેથી ભુતળના પાણીનું સ્તર પણ ઉચું આવે અને વાતાવરણ પણ સુધરવા પામે સાથે સાથે લોકોને પરિવાર સાથે આનંદપ્રમોદ કરવા તથા મોર્નિંગ -મા શેક, યોગા કરવા માટે પુરતું સ્થાન રહેઠાણની નજીકમાં મળી અને તળાવોનો વિકાસ પણ થાય તે માટે તળાવોને સ્ટ્રોમ -માં વોટર લાઈનો સાથે ઈન્ટરલીકીંગ કરી તળાવોનો વિકાસ કરવા માટે અંદાજપત્રમાં કુલ રૂા. ૧૦,૦૦ કરોડ ફાળવવાનું મો ઠરાવવામાં આવે છે.

(૧૭) એલ.જી. હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ યુનીટ શરૂ કરવા

એલ.જી. હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ યુનીટની સુવિધા નહી હોવાથી મૃતકના સગાવહાલા ઓને સિવિલ અથવા વી.એસ. હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કરાવવા માટે જવું પડે છે જે દુર પણ પડે છે તેમજ બહારગામથી અનિમ સંસ્કાર કરાવવા માટે આવતા લોકને ત્યાં ઘણી વાર સમય પણ વધુ જાય છે. જેથી એલ.જી. હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ યુનીટ કરવા માટે બજેટમાં વધારાના રૂા. ૧.૦૦ કરોડ ફાળવવાનું ઠરાવવામાં આવે છે.

(૧૮) વોટર એ.ટી.એમ. કાર્યરત કરવા  અમદાવાદ મ્યુનિ.કોર્પો.દ્વારા મીનરલ વોટરનો પ્લાન્ટ ચાલુ કરી શહેરમાં અમુક સ્થળોએ મીનરલ વોટર એ.ટી.એમ. મુકવામાં આવેલ હતાં પરંતુ મેઇન્ટેનન્સના અભાવે કે કોઈ અગમ્ય કારણોસર તે હાલ બંધ હાલતમાં છે જેને કારણે લોકોને મોંઘા ભાવની મીનરલ વોટર ખરીદવાની ફરજ પડે છે જેથી અગાઉ મુકેલ તમામ મીનરલ વોટરના વોટર એ.ટી.એમ. તાકીદે કાર્યરત કરવાનું તેમજ એ.એમ.ટી.એસ. બી.આર.ટી.એસ બસ સ્ટેન્ડ, રેલ્વે તથા = એસ.ટી.સ્ટેશન, રીવરફ્રન્ટ, કાંકરીયા લેકફ્રન્ટ જેવા મહત્વના અન્ય સ્થળોએ વધુ વોટર એ.ટી.એમ. ઉપલબ્ધ કરવા માટે અંદાજપત્રમાં રૂ।. ૨.૦૦ કરોડ ફાળવવાનું ઠરાવવામાં આવે છે.

(૧૯) મ્યુનિ.કોર્પો.ની મિલકતોમાં સીકયુરીટીમાં બાઉન્સરોની જગ્યાએ ફાયર વોલેન્ટીયર રાખવા

મ્યુનિ.કોર્પો.ના વી.એસ. હોસ્પિટલ, એલ.જી. હોસ્પિટલ તથા ઝોનલ કચેરી વિ.જગ્યાએ મોટી સંખ્યામાં પ્રાઇવેટ કંપનીના બાઉન્સરો રાખવાનો કોન્ટ્રાકટ આપવામાં આવેલ છે. ઉપરોક્ત વિવિધ જગ્યાએ નગરજનો તેઓના વિવિધ કામો માટે અથવા હોસ્પિટલમાં સારવાર લેવા આવતાં હોય છે તે જગ્યાએ બાઉન્સરોનું શું કામ ? તેઓને આપવામાં આવતું વેતન પણ ખુબ જ વધારે હોવાથી તે મ્યુનિ.કોર્પો. માટે આર્થિક નુકશાનકારક છે જો મ્યુનિ.કોર્પોની વિવિધ મિલકતોમાં સીકયુરીટીમાં જયાં બાઉન્સરો રાખેલ છે તેની જગ્યાએ ફાયર વોલેન્ટીયર રાખી મ્યુનિ.કોર્પો.માટે આર્થિક ફાયદો પણ થાય જેથી મ્યુનિ. કોર્પોની મિલકતોમાં સીકયુરીટીમાં બાઉન્સરોની જગ્યાએ ફાયર વોલેન્ટીયર રાખવાનું ઠરાવવામાં આવે છે.

(૨૦) દાણીલીમડા થી આંબેડકર બ્રીજ સુધીના રસ્તાની ટ્રાફીકની સમસ્યા હળવી કરવા ફલાયઓવર બ્રીજ બનાવવા

શહેરના ટ્રાફીક સમસ્યા ખુબ જ વિકટ બનતી જાય છે. વાહનોની સંખ્યા કુદકેને ભૂસકે વધતી જાયછે. દાણીલીમડા થી આંબેડકર બ્રીજ સુધીના રસ્તો બનેં બાજુ હાઇવે સાથે જોડાયેલ હોવાથી તે રોડ પર અનેકવાર ટ્રાફીકજામ થઈ જાય છે. એસ.ટી. બસો,રીક્ષાઓ, તથા બીજા માલવાહક વાહનો ને કારણે ત્યાં ટ્રાફિકની ગીચતા પણ વધુ પ્રમાણમાં રહેવા પામે છે. જેથી બહારગામ જતા-આવતા શહેરીજનો ને માલ-સામાન સાથે જવા આવવા માટે ખૂબ જ મુશ્કેલી પડે છે તેમજ ત્યાં ઘણી વાર ગંભીર અકસ્માત પણ થવા પામે છે શહેરીજનો ને પડતી આ મુશ્કેલીઓનું નિવારણ લાવવા તથા ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે દાણીલીમડા થી આંબેડકર બ્રીજ સુધીના રસ્તા પર ફલાય ઓવર બ્રિજ બનાવવા તાકીદે જરૂરી કાર્યવાહી કરવાનું ઠરાવવામાં આવે છે. તેની પ્રાથમિક કાર્યવાહી માટે અંદાજપત્રમાં રૂા. ૫૦.૦૦ કરોડ ફાળવવાનું ઠરાવવામાં આવે છે.

(૨૧) અમદાવાદ શહેરમાં એર પોલ્યુશન ઘટાડવા

શહેરનું પર્યાવરણ સુધારવા છેલ્લા કેટલાંક વર્ષોથી પરીણામલક્ષી પગલાં લેવામાં આવેલ નથી. જેના કારણે ભારતના અગ્રગણ્ય શહેરોમાં અમદાવાદ શહેરનો નંબર પાછળ પડતો જાય છે અને પ્રદુષિત શહેર બનતું જાય છે. દર વર્ષે શહેરમાં હજારોની સંખ્યામાં વાહનો વધે છે. હાલમાં ૨૫ લાખ વાહનો છે. તે આગામી ૧૦ વર્ષમાં વધીને ૪૦ લાખ થશે. આના કારણે પર્યાવરણ પર અસર થાય છે. અને હવાનું પ્રદુષણ વધે છે સને ૨૦૨૫ માં શહેરમાં એક કરોડની થનાર વસ્તીને ધ્યાને લઈ આ પ્રશ્ન હલ કરવા એર પોલ્યુશન ઓછું થાય તે દિશામાં આયોજન કરવું જોઈએ. એર પોલ્યુશન ઓછું કરી હવાની શુધ્ધતા વધારવા બાબતે તાજેતરમાં વર્લ્ડ બેંક તરફથી માતબર રકમ મ્યુ.કોર્પો.ને મળેલ છે તે રકમનો પુરેપુરો અને સાચો ઉપયોગ માત્ર ને માત્ર એર પોલ્યુશન કેમ ઓછું થાય તે બાબતે નક્કર અને પરિણામલક્ષી કામગીરી માટે જ કરવાનું ઠરાવવામાં આવે છે.

(૨૨) દરેક ઝોનમાં એમ્ફી થીયેટર વીથ એલ.ઈ.ડી. સ્ક્રીન વિકસાવવા

અમદાવાદ શહેરમાં નવા પશ્ચિમ ઝોનમાં આવેલ વસ્ત્રાપુર લેક એકમાત્ર એમ્ફી થીયેટર છે જેમાં એલ.ઈ.ડી. સ્કીન નથી અન્ય ઝોનમાં તો એક પણ એમ્ફી થયેટર નથી જેથી સ્કીલ કોમ્પીટીશન, મનોરંજન પ્રોગ્રામો, કર હાસ્ય દરબાર, કવિ સંમેલન, વિ. જેવા કાર્યક્રમો માટે કોઈ સ્થળ નથી જો દરેક ઝોનમાં એમ્ફી થીયેટર વીથ એલ.ઈ.ડી. સ્કીન વિકસાવવા આવે તો સમગ્ર અમદાવાદ શહેરના નગરજનો ઉપરોક્ત વિવિધ કાર્યક્રમો કરી શકે અને માણી પણ શકે તે માટે દરેક ઝોનમાં એમ્ફી થીયેટર વીથ એલ.ઈ.ડી. સ્કીન વિકસાવવાનું અને તે માટે અંદાજપત્રમાં રૂા.૭.૦૦ કરોડ ફાળવવાનું ઠરાવવામાં આવે છે.

(૨૩) પ્રોપર્ટી ટેકસ માટે ૧૮% ના બદલે ૭% વ્યાજ

અ.મ્યુ.કોર્પો. દ્વારા શહેરના નાગરિકોને પ્રાથમિક જરૂરિયાત પુરી પાડવામાં આવે છે તેના બદલામાં શ્ર તેઓ પાસેથી પ્રોપર્ટી ટેકસ વસુલ કરવામાં આવે છે. બેન્કોમાં ઘણા વર્ષોથી વ્યાજદર ઘટ્યા છે તેમજ હાલમાં વૈશ્વિક મંદી ચાલી રહી હોય ત્યારે શહેરીજનો સમયસર પ્રોપર્ટી ટેકસ ના ભરે તો ૧૮ % વ્યાજ વસુલ કરવામાં આવે છે. તે નાબુદ કરી ૧૮ % વ્યાજના બદલે ૭ % વ્યાજ લેવા અંગે કોંગ્રેસના શાસનકાળ સને. ૨૦૦૪ માં તેમજ ભાજપના શાસનકાળ સને ૨૦૦૬ માં ઠરાવ પસાર કરી તેની મંજુરી માટે રાજય સરકારમાં મોકલવામાં આવેલ છે જે ઘણા લાંબા સમયથી પેન્ડીંગ છે તે બાબતે રાજ્ય સરકારશ્રી સાથે પરામર્શ કરી તાત્કાલિક નિર્ણય કરાવવા જરૂરી કાર્યવાહી કરવાનું ઠરાવવામાં આવે છે.

(૨૪) અમદાવાદ શહેરમાં આવેલ તમામ સ્ટ્રીટલાઇટો પર સોલાર પેનલ નાખવા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની શહેરમાં મોટી સંખ્યામાં સ્ટ્રીટ લાઈટના પોલ છે. સ્ટ્રીટ લાઇટનું વીજ બીલ પેટે દર વર્ષે કરોડો રૂપિયા ટોરેન્ટ પાવરને ચૂકવવા પડે છે. દેશના વિવિધ શહેરોમાં જેવી રીતે સ્ટ્રીટ લાઇટો પર સોલાર પેનલ નાંખી વીજળી મેળવવામાં આવે છે, તેવી જ રીતે અમદાવાદ શહેરમાં આવેલ તમામ સ્ટ્રીટ લાઇટો પર સોલાર પેનલ નાંખવામાં આવે તો વીજ બીલમાં મોટી રાહત પણ મળી શકે. પર્યાવરણને થતું નુકશાન પણ રોકી શકાય જેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આર્થિક હિતમાં અમદાવાદ શહેરમાં આવેલ તમામ સ્ટ્રીટ લાઇટો પર સોલાર પેનલ નાંખવા માટે અંદાજપત્રમાં રૂા. ૧૦,૦૦ કરોડ ફાળવવાનું ઠરાવવામાં આવે છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com