વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડાએ રાજીનામું ધર્યા બાદ વધુ એક ઝટકો વિજાપુરથી કોંગ્રેસને લાગ્યો છે. વિધાનસભાના વર્ષ 2017ના ઉમેદવાર નાથાલાલ પ્રભુદાસ પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દીધુ છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને તેઓએ રાજીનામાનો પત્ર લખ્યો છે અને જેમાં તેઓએ કોંગ્રેસની વર્તમાન સ્થિતિમાં નિષ્ક્રિયતાના કારણને આગળ ધર્યુ છે. નાથાલાલ પટેલે રાજીનામાના પત્રમાં લખ્યુ છે. કોંગ્રેસ પક્ષ લોકહિત માટે કામ કરવાના મુદ્દાથી પર રહી પક્ષ અને મોવડી મંડળના નેતાની નિષ્ક્રિયતાને જોતા લોકોને ન્યાય આપવો હાલમાં સિદ્ધ થઈ શકે એમ ના હોવાનું કારણ દર્શાવ્યુ છે. નાથાલાલ પટેલે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોનો આભાર માન્યો હતો. સાથે જ 2017માં ચૂંટણી લડવા માટે મેન્ડેટ આપવા બદલ કોંગ્રેસનો પણ આભાર માન્યો હતો.