સંતાન ન હોવા છતા પણ માતાપિતા દત્તક તરીકે દીકરીને લેવાનું પસંદ કરે છે,..વાંચો ગુજરાતનાં આંકડા

Spread the love

એક સમય હતો જ્યારે ગુજરાતમાં દીકરીઓને જન્મદર ઓછો હતો. પુત્રની ઘેલછામાં દીકરીઓનો જન્મદર ઓછો હતો. પરંતુ હવે સમય બદલાયો છે. ગુજરાતી પરિવારોને હવે દીકરીઓ વ્હાલી લાગવા લાગી છે. ગુજરાતીઓ હવે દીકરીઓ પર વ્હાલ વરસાવવા લાગ્યા છે. આંકડા બતાવે છે કે, ગુજરાતમાં દત્તક લેવામાં આવતા 10 બાળકોમાંથી 6 દીકરીઓ હોય છે.

ગુજરાતમાં 3 વર્ષમાં લેવાયેલા 337 બાળકોમાંથી 189 દીકરી છે. 43 સંતાનોને વિદેશના માતા-પિતા દ્વારા દત્તક લેવાયા છે. તાજેતરમાં આંકડા સામે આવ્યા છે, જે બતાવે છે કે ગુજરાતમાં હવે દીકરીઓનું મહત્વ વધ્યું છે. એક અહેવાલ અનુસાર ગુજરાતમાંથી વર્ષ 2૦2૦-21થી 2૦22-23 દરમિયાન કુલ 337 બાળકો દત્તક લેવામાં આવ્યા છે. જેમાંથી 189 દીકરી અને 148 દીકરાનો સમાવેશ થાય છે. આ પૈકી 294 સંતાનોને દેશના જ્યારે 43 સંતાનોને વિદેશના માતા-પિતા દ્વારા દત્તક લેવામાં આવ્યા છે. દેશમાં દત્તક લેવામાં આવેલા આ 294માંથી 16૦ જ્યારે વિદેશમાં દત્તક લેવામાં આવેલા 43 બાળકોમાંથી 29 દીકરી છે.

અગાઉ ગુજરાતમાં દીકરીને ઘરનો ભાર ગણાવાતી હતી. દીકરી આવે એટલે માતાપિતાને તેના લગ્ન, કન્યાદાન, દહેજની ચિંતા સતાવતી. ગુજરાતમાં દીકરાનું મહત્વ વધુ રહેતું, ત્યારે હવે સમય બદલાયો છે. સંતાન ન હોવા છતા પણ માતાપિતા દત્તક તરીકે દીકરીને લેવાનું પસંદ કરે છે. જે બતાવે છે કે દીકરાઓનો મોહ ઓછો થયો છે. દેશમાં દીકરીઓને દત્તક લેવામાં મહારાષ્ટ્ર રાજ્ય મોખરે છે. દીકરીઓના દત્તક લેવાના મામલે ગુજરાત ટોચના આઠ રાજ્યોમાં પણ સામેલ નથી. ત્યારે દેશમાં કયા રાજ્યમાં કેટલી દીકરીઓ દત્તક લેવાય છે તે જોઈએ. દત્તક સંતાનમાં દીકરી પ્રથમ પસંદગી અંગે જાણકારોનું માનવું છે કે પતિ-પત્ની આજે પણ દત્તક સંતાન માટે આવે ત્યારે તેમાંથી મોટાભાગના દીકરી ઉપર સૌપ્રથમ પસંદગી ઉતારે છે. આ માટે મુખ્ય કારણ એ છે કે પતિ-પત્ની માનવું હોય છે કે પાછલી જીંદગીમાં પુત્ર કરતાં પુત્રી વધારે સાથ આપશે. પુત્ર કરતાં પુત્રી વધારે લાગણીશીલ હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com