ડ્રાઇવ દરમ્યાન નિયમોનો ભંગ કરી રીક્ષા ચલાવતા રીક્ષા ચાલકોને શોધી એમ.વી.એક્ટ કલમ ૨૦૭ મુજબ કુલ-૧૪૮ રીક્ષા ડિટેઇન કરાઇ : સફીન હસન (નાયબ પોલીસ કમિશ્નર ટ્રાફિક પૂર્વ અમદાવાદ શહેર)

Spread the love

ભવિષ્યમાં પણ આ પ્રકારની દંડાત્મક કાર્યવાહીથી બચવા માટે વાહન ચાલકો વાહન અધિનિયમની જોગવાઇઓનું પાલન કરે અને કરાવે : સફીન હસન

અમદાવાદ

સફીન હસને (નાયબ પોલીસ કમિશ્નર ટ્રાફિક પૂર્વ અમદાવાદ શહેર) જણાવ્યું હતું કે અમદાવાદ શહેર પૂર્વ વિસ્તારમાં મોડીફાઇડ કરેલ રીક્ષા અને ખામીયુક્ત નંબર પ્લેટ સાથે રીક્ષા ચલાવતા ચાલકો તેમજ સ્ટન્ટ બાજી કરતા રીક્ષા ચાલકો તથા વગર લાયસન્સ અને ભયજનક રીતે ડ્રાઇવીંગ કરતા રીક્ષા ચાલકો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આ માટે પોલીસ કમિશ્નર અમદાવાદ શહેર તેમજ અધિક પોલીસ કમિશ્નર ટ્રાફિક અમદાવાદે આપેલ સુચના આધારે  નાયબ પોલીસ કમિશ્નર ટ્રાફિક પૂર્વ હસ્તકના પોલીસ સ્ટેશનના થાણા અધિકારી તથા બીટ ઇન્ચાર્જશ્રીઓને સુચના આપેલ હોય જે આપેલ સુચના આધારે તા.૧૭/૦૨/૨૦૨૪ ના રોજ અમદાવાદ શહેર પૂર્વ વિસ્તારમાં મોડીફાઇડ કરેલ રીક્ષા અને ખામીયુક્ત નંબર પ્લેટ સાથે રીક્ષા ચલાવતા ચાલકો તેમજ સ્ટન્ટ બાજી કરતા રીક્ષા ચાલકો તથા વગર લાયસન્સ અને ભયજનક રીતે ડ્રાઇવીંગ કરતા રીક્ષા ચાલકો વિરુધ્ધ ડ્રાઇવનુ આયોજન કરવામાં આવેલ જે ડ્રાઇવ દરમ્યાન નિયમોનો ભંગ કરી રીક્ષા ચલાવતા રીક્ષા ચાલકોને શોધી એમ.વી.એક્ટ કલમ ૨૦૭ મુજબ કુલ-૧૪૮ રીક્ષા ડિટેઇન કરવામાં આવેલ છે.ભવિષ્યમાં પણ આ પ્રકારની દંડાત્મક કાર્યવાહીથી બચવા માટે વાહન ચાલકોને હસને વિનંતી કરી હતી કે વાહન અધિનિયમની જોગવાઇઓનું પાલન કરે અને કરાવે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com