ઔડાના મુખ્ય કારોબારી અધિકારી (CEO) ડી.પી. દેસાઈ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી
અમદાવાદથી કલોલને જોડતો ૭.૨૮ કિમી ૬ લેન રોડ બનાવાશે,ધોળકા અને ઘોડાસર બ્રાન્ચ કેનાલ વિકાસ 49 કરોડ ફાળવાયા,ઔડા હસ્તકના 55 ગામને પીવાનું પાણી પહોંચાડવા 240 કરોડ ખર્ચાશે,86 કરોડના ખર્ચે ઘુમા, સિંગરવા,શેલા, સનાથલ, ગોધાવીની ટીપીમાં વોટર સપ્લયના કામો કરાશે,500 કરોડના ખર્ચે ADB હેઠળ રીંગ રોડ પર આવેલ 10 નવા ઓવરબ્રિજ અને અંડર બ્રિજ બનાવવાનું આયોજન,આગામી 20 વર્ષના ફીઝીક્લ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાન તૈયાર કરવા 5 કરોડની જોગવાઈ
અમદાવાદના દક્ષિણ પશ્ચિમ ઝોનમાં આવેલા રોડ ભક્તિ રંગમાં રંગાયેલા જોવા મળશે જેમાં સરખેજમાં શ્રી રામપથ અને વેજલપુરમાં અવધૂત માર્ગ નામાભિધાન કરાશે,સરખેજમાં ITCC બિલ્ડીંગ ક્રોસ રોડથી ઝવેરી સર્કલ સુધીનો માર્ગ શ્રી રામપથ તરીકે ઓળખાશે,વેજલપુરમાં વૈજનાથ મહાદેવ મંદિરથી શ્રીનંદનગર થઈ મકરબા ટનીગ ક્રોસ રોડ થઈ સરખેજ દત્ત મંદિર સુધીનો માર્ગ ગુરુદેવ દત્ત બ્રહ્મર્ષિ રંગ અવધૂત માર્ગ તરીકે ઓળખાશે
અમદાવાદ
ઔડાના મુખ્ય કારોબારી અધિકારી ડી.પી. દેસાઈ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ પત્રકાર પરિષદમાં બજેટ રજૂ કરતા જણાવ્યું હતું કે ઔડાના નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫ ના બજેટમાં વિવિધ માળખાકીય સુવિધા ઉભી કરવા રૂ.૧૬૨૪.૯૬ કરોડની બજેટ જોગવાઈ કરવામાં આવેલ છે. જેની સામે રૂ.૧૭૦૫.૪૨ કરોડની આવકનું નિર્ધારણ કરવામાં આવેલ છે એટલે કે રૂ.૮૦.૪૬ કરોડની પુરાંત સત્તામંડળ દ્વારા કરવામાં આવનાર છે. અમદાવાદ શહેરના રોડ ભક્તિ રંગમાં જોવા મળશે.અમદાવાદના દક્ષિણ પશ્ચિમ ઝોનમાં આવેલા રોડ ભક્તિ રંગમાં રંગાયેલા જોવા મળશે,સરખેજમાં શ્રી રામપથ અને વેજલપુરમાં અવધૂત માર્ગ નામાભિધાન કરાશે,સરખેજમાં ITCC બિલ્ડીંગ ક્રોસ રોડથી ઝવેરી સર્કલ સુધીનો માર્ગ શ્રી રામપથ તરીકે ઓળખાશે,વેજલપુરમાં વૈજનાથ મહાદેવ મંદિરથી શ્રીનંદનગર થઈ મકરબા ટનીગ ક્રોસ રોડ થઈ સરખેજ દત્ત મંદિર સુધીનો માર્ગ ગુરુદેવ દત્ત બ્રહ્મર્ષિ રંગ અવધૂત માર્ગ તરીકે ઓળખાશે.
બજેટની મુખ્ય બાબતો
નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫ના આવકના અંદાજો
વિકાસ પરવાનગી અંગેની રૂ.૧૩૫.૦૭ કરોડ, ગુડા ફી-૨૦૨૨ની રૂ.૧૮ કરોડ અને ટાઉનશીપ અંગેની રૂ.૭૬.૧૨ કરોડ એમ કુલ રૂ.૧૬૫.૮૩ કરોડ આવક થશે.સરકાર તરફથી વિકાસના કામો તથા જેતલપુર તળાવના વિકાસ માટે રૂ.૧૦૦ કરોડ, એ.ડી.બી. પ્રોજેક્ટ માટે રૂ.૧૦૦ કરોડ, માળખાકીય સુવિધા માટે રૂ.૩૫ કરોડ, એફોર્ડેબલ હાઉસીંગ માટે રૂ.૧૮ કરોડ, જલ જીવન મિશન હેઠળ રૂ.૫ કરોડ મળી એમ કુલ રૂ.૨૫૮ કરોડ નું અનુદાન મળશે.સત્તામંડળ હસ્તકના પ્લોટોની હરાજી દ્વારા રૂ.૮૦૦ કરોડ, એફોર્ડેબલ મકાનના લાભાર્થીઓનો હપ્તાની આવક રૂ.૫૦ કરોડ થવાનો અંદાજ છે.સત્તામંડળ વિસ્તારમાં ઈન્ફ્રાસ્ટ્રકચરનાં સર્વાંગી વિકાસની કામગીરી માટે એશિયન ડેવલોપમેન્ટ બેંક પાસેથી લોનની માંગણી કરવામાં આવેલ છે. જેમાં પ્રારંભિક તબક્કે વર્ષ ૨૦૨૪-૨૫ માટે રૂ.૩૦૦ કરોડ લોન મળશે.સત્તામંડળની FD ના વ્યાજની આવક રૂ.૩૩.૭૫ કરોડ થશે.આમ, નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫માં કુલ રૂ.૧૭૦૫.૪૨ કરોડ આવક થવાનો અંદાજ છે.
નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫ના ખર્ચના અંદાજો :
રસ્તાઓનું નિર્માણ
રૂ.૨૫૦ કરોડના ખર્ચે વિવિધ ટી.પી. ખાતે રસ્તાઓના નિર્માણ, અમદાવાદ કલોલ ને જોડતા ૭.૨૮ કિ.મીની લંબાઇમાં ૬(છ) લેન રોડ બનાવવાનું, તથા VIP રોડ બનાવવાનું આયોજન કરેલ છે.
બ્રીજ/અંડરપાસની કામગીરી
રૂ.૧૦૦ કરોડના ખર્ચે ચાલુ કામો સરદાર પટેલ રીંગ રોડ ઉપર કમોડ જંકશન પાસે ફલાય ઓવરબ્રીજ, મેમદપુરા રોડ ક્રોસીંગ તથા સાયન્સસીટી જંકશન ખાતે અંડરપાસની કામગીરીએ તથા રૂ.૪૯ કરોડના ખર્ચે ધોળકા બ્રાંચ કેનાલ, ઘોડાસર બ્રાંચ કેનાલ વગેરેના કામોનું આયોજન કરવામાં આવેલ છે.
જલ જીવન મિશન અંતર્ગત કામો
રૂ.૨૪૦ કરોડના ખર્ચે જલ જીવન મિશન અંતર્ગત તેલાવ હેડવર્કસ, જાસપુર હેડવર્કસ, બડોદરા હેડવર્કસ અને કડાદરા હેડવર્કસ અંતર્ગત ઔડા હસ્તકના ૫૫(પંચાવન) ગામો માટે પીવા માટેનું પાણી પુરું પાડવા ટ્રક મેઇન લાઇન, અંડરગ્રાઉન્ડ સમ્પ, પંપ હાઉસ તથા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરી કરવાનું આયોજન કરવામાં આવેલ છે.
વોટર સપ્લાયના કામો
રૂ.૮૬ કરોડના ખર્ચે ઘુમા, સીંગરવા, શેલા, સનાથલ, મકરબા, મણીપુર-ગોધાવીની ટી.પી.ઓ તથા શેલા ગામતળના વોટરસપ્લાયના કામોનું આયોજન કરવામાં આવેલ છે.
ડ્રેનેજ, સ્ટ્રોમ વોટર અને STP ના કામો
રૂ.૩૩.૫૦ કરોડના ખર્ચે વૈષ્ણવદેવીથી ઓગણજ સર્કલ સુધી તથા ઓગણજ, સાંતેજ, રકનપુરની ટી.પી. સ્કીમો ખાતે ડ્રેનેજ લાઈન, સ્ટ્રોમ વોટર લાઈન તથા STP ના કામોનું આયોજન કરવામાં આવેલ છે. વધુમાં, સાણંદ ખાતે ૨૦.૫ MLDના હયાત STP ના મરામતની કામગીરી કરવાનું આયોજન કરવામાં આવેલ છે.
એફોર્ડેબલ હાઉસીંગનું નિર્માણ
રૂ.૮૧.૪૦ કરોડના ખર્ચે ખોડિયાર, અસલાલી ખાતે LIG પ્રકારના આવાસોના બાંધકામનું આયોજન તથા ઝુંડાલ ખાતે EWS-II હાઉસીંગના ૧૧૨૦ આવાસો, સાણંદ ખાતે EWS પ્રકારના ૭૫૬ આવાસોના કામો હાલમાં ચાલુ છે.
તળાવ અને બગીચાઓના વિકાસના કામો
રૂ.૫૦ કરોડના ખર્ચે સાણંદ ખાતે ગઢીયા તળાવ, કલોલ તાલુકાના રાંચરડા તળાવ, ગાંધીનગર તાલુકાના ઉનાવા તળાવ, દસ્ક્રોઇ તાલુકાના જેતલપુર તળાવના વિકાસની કામગીરી કરવાનું આયોજન કરવામાં આવેલ છે.
સદ્દભાવના ગ્રામોત્થાન ફંડ
ઔડા હસ્તકના ૧૫૯ ગામોમાં વિકાસના કામો માટેનું રૂ.૨૬ કરોડનું ફંડ ફાળવવાનું આયોજન કરવામાં આવેલ છે.
લાયબ્રેરી બિલ્ડીંગ, ઔડા ભવન તથા ઔડા પ્લોટોનો વિકાસ
રૂ.૧૦ કરોડના ખર્ચે ઔડા ભવનના નિર્માણનું આયોજન, રૂ.૧૫ કરોડના ખર્ચે ઔડાના પ્લોટોને સુરક્ષિત કરવા તથા રૂ.૨.૫૮ કરોડના ખર્ચે મેમનગર લાયબ્રેરીના કામોનું આયોજન કરવામાં આવેલ છે.
સ્ટ્રીટ લાઈટના કામો
રૂ.૧.૨૫ કરોડના ખર્ચે ઔડા હસ્તકની વિવિધ ટી.પી.સ્કીમોના રસ્તાઓ પર લોકોના સુખાકારી અને આંતરમાળખાકીય સુવિધાઓના ભાગરૂપે સ્ટ્રીટ લાઇટની કામગીરીના પ્રગતિ હેઠળના કામોનું આયોજન કરવામાં આવેલ છે.
રાહદારીઓ માટે ફૂટ-વે ઓવરબ્રીજના કામો
રૂ.૧ કરોડના ખર્ચે રાહદારીઓ માટે ફુટ-વે ઓવરબ્રીજ ના કામોનું આયોજન કરવામાં આવેલ છે.
સોલિડવેસ્ટ મેનેજમેન્ટની કામગીરી
ઔડા દ્વારા આગામી નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં રૂ.૧૩.૦૫ કરોડના ખર્ચે મહાનગર પાલીકા વિસ્તારને અડીને આવેલા ગામોમાંથી કચરાનું વહન કરવાની કામગીરી માટેનું આયોજન કરવામાં આવેલ છે.
બાયો ડાયવર્સીટી પાર્કનું નિર્માણ
રૂ.પ કરોડના ખર્ચે જમીનમાં થતા વાતાવરણમાં ભેજ ટકાવી રાખવા, ડસ્ટ પ્રદૂષણમાં ઘટાડો થાય તેમજ વૈવિધ્યસભર જૈવિક સૃષ્ટીમાં વૃક્ષો અને પ્રાણીઓના જતન માટે સ્વસ્થ વાતાવરણ ઉભું કરવાના હેતુ માટે “બાયો ડાયવર્સીટી પાર્કના નિર્માણની જોગવાઈ કરવામાં આવેલ છે.
એ.ડી.બી. પ્રોજેક્ટ અંતર્ગતના કામો
રૂ.૫૦૦ કરોડના ખર્ચે ADB હેઠળ સરદાર પટેલ રીંગ રોડ ઉપર બાકરોલ, હાથીજણ, રામોલ,પાંજરાપોળ, નિકોલ, દાસ્તાન, તપોવન, ઓગણજ, શિલજ અને સિંધુ ભવન જંકશન ઉપર ફ્લાય ઓવર બ્રીજ/અંડરપાસ બનાવવાનું આયોજન કરવામાં આવેલ છે.
તૃતીય પુનરાવર્તીત વિકાસ યોજના વર્ષ-૨૦૪૧
ઔડા ખાતે તૃતીય પુનરાવર્તીત વિકાસ યોજના વર્ષ-૨૦૪૧ અંગે રૂ.૫ કરોડની જોગવાઈ કરેલ છે, જેમાં આગામી ૨૦ વર્ષનું ફીઝીકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાન તૈયાર કરવા માટેનું Preparation of Master Plan for Water Supply, Sewerage and Storm Water Management for Ahmedabad City for 3rd Revised Development Plan 2041નું RFP બહાર પડેલ છે. તથા અમદાવાદ શહેરને ‘Liveable, Resilient & Sustainable’ ની દ્રષ્ટીએ વધુ સુઆયોજિત કરવા માટે Appointment of ‘Transformation Consultant’ to support AUDA in Planning for Liveability, Resilience & Sustainability.” નું RFP બહાર પાડેલ છે.આમ, નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫માં કુલ રૂ.૧૬૨૪.૯૬ કરોડ ખર્ચ થવાનો અંદાજ છે.