ઇચ્છા ધરાવનાર ખેલાડીઓ સી.બી. સી.એ.ની ઓફિસેથી તારીખ 26 અને 27 ફેબ્રુઆરી 2024 સુધીમાં બપોરે 12:00 થી સાંજના 6:00 કલાક સુધીમાં ફોર્મ મેળવી શકશે
અમદાવાદ
ધી સેન્ટ્રલ બોર્ડ ઓફ ક્રિકેટ અમદાવાદના સેક્રેટરી ભરત દુધિયાએ જણાવ્યું હતું કે ગુજરાત ક્રિકેટ એસોસિએસન સંચાલિત અને ધી સેન્ટ્રલ બોર્ડ ઓફ ક્રિકેટ અમદાવાદ દ્વારા શહેરના પેસ બોલર ક્રિકેટ ખિલાડીઓ માટે ટેલેન્ટ સર્ચ મેળાનું આયોજન કરવામાં આવેલ છે. આ પસંદગી મેળો ફક્ત સી. બી. સી. એ. ની વર્ષ દરમિયાન રમાતી ટુર્નામેન્ટમાંથી કોઈપણ ટુર્નામેન્ટમાં ભાગ લીધો ન હોવો જોઈએ તેવા જ ખિલાડીઓ ભાગ લઈ શકશે. પસંદગી મેળામાં ભાગ લેવા માટે ઇચ્છા ધરાવનાર ખેલાડીઓ સી. બી. સી. એ. ની ઓફિસેથી તારીખ :- 26 અને 27 ફેબ્રુઆરી 2024 સુધીમાં બપોરે 12:00 થી સાંજના 6:00 કલાક સુધીમાં ફોર્મ મેળવી લેવાના રહેશે. આ પસંદગી મેળો બે વિભાગમાં રાખેલ છે.
કટ આઉટ તારીખ નીચે પ્રમાણે છે
1. સિનિયર વિભાગ :- કટ આઉટ તારીખ :- 1/9/2000 થી 31/8/2005
2. જુનિયર વિભાગ :- કટ આઉટ તારીખ :- 1/9/2005 થી 31/8/2009
ફોર્મ પરત કરવાની તારીખ 28-ફેબ્રુઆરી-2024