સમગ્ર ગુજરાતભરમાં ચકચાર મચાવનાર 19.59 કરોડના નક્લી કચેરી કોભાંડની તપાસ કરનાર ASP કે. સિદ્ધાર્થની ટીમે ગઈકાલે તાજેતરમાં ગાંધીનગર સ્પીપામાં ડેપ્યુટી ડારેકટર તરીકે ફરજાધીન સંજય પંડ્યાની અમદાવાદ ખાતેથી ધરપકડ કરી દાહોદ લાવતા છેલ્લાં કેટલાંય દિવસથી અંદરખાને ચાલી રહેલ નકલી કચેરી કોભાંડ પુનઃ ચર્ચામાં આવ્યો છે.
દાહોદ પોલીસે તાજેતરમાં નકલી કચેરી કૌભાંડમાં 7 બેંકોના 200 સ્ટેટમેન્ટ સાથેની ચાર્જશીટ નામદાર કોર્ટમાં રજુ કરી હતી. જેમાં 13 જેટલા આરોપીઓની ધરપકડ કરી તેમજ અન્ય બે આરોપીઓને વોન્ટેડ દર્શાવવામાં આવ્યા હતા. જોકે પોલીસ તપાસના અંતે 18.59 કરોડનો નકલી કચેરી કૌભાંડ હવે 25 કરોડ પર આંબી ગયું છે. જોકે હવે દાહોદ પોલીસે કોર્ટમાં ચાર્જશીટ રજુ કર્યા બાદ નકલી કચેરી કૌભાંડમાં આગળના સમયમાં શું અપડેટ મળશે તેની ઉત્સુકતા ધરાવનાર સૌ કોઈને લાગ્યું હશે કે આ પ્રકરણ અહિયાંથી પુરૂ થાય છે. પરંતુ પોલીસ અધિક્ષક ડૉ રાજદીપસિંહ ઝાલાએ પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું હતું. કે ભલે ચાર્જશીટ કોર્ટમાં રજુ થઈ ગઈ હોય પરંતુ પોલીસ આ મામલે અંદરખાને તપાસ ચાલુ રાખશે.અને જ્યાં સુધી કેસની સંપૂર્ણ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી પોલીસ અટકશે નહિ તેમ જણાવ્યું હતું. અને થયું પણ એવુ પોલીસે ચાર્જશીટ રજુ કર્યાના ગણતરીના દિવસોમાં જ નકલી કચેરી કૌભાંડમાં સામેલ તત્કાલીન પ્રાયોજના વહીવટદાર સંજય જગદીશ પંડ્યાની અમદાવાદ ખાતેથી દાહોદ ASP કે સિદ્ધાર્થની ટીમે ધરપકડ કરી પુછપરછ માટે દાહોદ લાવી સંજય પંડ્યાની ધરપકડ અંગેની જાણ હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટને પણ કરવામાં આવી હતી.
ગાંધીનગર સ્પીપામાં ફરજાધિન સંજ્ય પંડ્યા 2005 કેડરના વર્ગ 1 ના અધિકારી, એક વર્ષ દાહોદ પ્રાયોજના વહીવટદાર હતા. કારણ કે તેઓ વર્ગ 1 ના અધિકારી તરીકે ફરજાધિન હતા. સંજય પંડ્યા 2005 GAS કેડરના ડેપ્યુટી કલેક્ટર વર્ગ ૧ ના અધિકારી તરીકે જાહેર સેવામાં જોડાયા હતા. અને 19/4/2022 થી 1/3/2023 સુધી દાહોદમાં પ્રાયોજના કચેરીમાં પ્રાયોજના વહીવટદાર તરીકે પદસ્થ હતા. હાલ જયારે તેમની અમદાવાદ ખાતેથી ધરપકડ કરવામાં આવી ત્યારે વર્તમાનમાં તેઓ ગાંધીનગર સ્પીપામાં ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે તત્કાલીન પ્રાયોજના વહીવટદાર સંજય પંડ્યા દ્વારા નકલી કચેરી કોભાંડનો માસ્ટરમાઈન્ડ અબુબકર સૈયદ સાથે મળી કુલ 18.59 કરોડના કૌભાંડમાં 2,78,98,000 ના કુલ 18 કામો નકલી કચેરીમાં ફાળવી નકલી કચેરી કૌભાંડમાં સરખે સરખી ભાગીદારી નિભાવી હતી.જોકે આ સમગ્ર નકલી કચેરી કૌભાંડ હવે 18.59 કરોડથી વધીને 25 કરોડ ઉપરાંતનું પહોંચી જવા પામ્યું છે આ પ્રકરણમાં હજી સુધી 11 કરોડ ઉપરાંતની રિકવરી પોલીસ દ્વારા કરવામાં આવી છે.સાથે સાથે ચાર્જસીટમાં 7 બેંકના જે 200 જેટલા સ્ટેટમેન્ટ સામેલ કરવામાં આવ્યા છે.દાહોદ પોલીસે આ સમગ્ર પ્રકરણમાં નિવૃત આઈએએસ અધિકારી બીડી નિનામા કાર્યપાલક ઇજનેર ઈશ્વરસિંહ કોલચા તત્કાલીન પ્રાયોજના વહીવટદાર સંજય પંડ્યા પ્રાયોજના કચેરીમાં ફરજ બજાવતા અન્ય ચારથી વધુ કર્મચારીઓ સહિત 14ને ઝડપી લેવાયા છે.
પકડાયેલા આરોપીઓએ નકલી કચેરી કૌભાંડમાં વાપરેલા સરકારી નાણા ક્યાં ક્યાં ખર્ચ કર્યા છે તે માટે પોલીસ દ્વારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની નિમણૂક કરવામાં આવી છે જો આ કેસમાં ઉચાપત કરેલા સરકારી નાણામાંથી કોઈ મિલકત ખરીદવામાં આવી હશે. અથવા અન્ય કઈ કઈ જગ્યાએ નાણાં ખર્ચવામાં આવ્યા છે.તેઅંગે પણ નામદાર કોર્ટની ગાઈડલાઈન મુજબ ટાંચમાં લઇ સરકારના રૂપિયાની પૂરેપૂરી રિકવરી કરવાની પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.