અલાહાબાદ હાઈકોર્ટે ચુકાદો આપતા કહ્યું કે એક વ્યક્તિ દ્વારા હોમમેકર પત્નીના નામ પર ખરીદવામાં આવેલી સંપત્તિ, કૌટુંબિક સંપત્તિ બને છે

Spread the love

અલાહાબાદ હાઈકોર્ટે સંપત્તિના એક વિવાદ પર મોટો ચુકાદો આપ્યો છે. મામલો કઈક એવો હતો કે જો કોઈ વ્યક્તિ પત્નીના નામ પર સંપત્તિ ખરીદે તો તેના પર હક કોનો રહેશે? સંપત્તિનો માલિકી હક તે પત્નીનો જ રહે કે પછી પરિજનોનો પણ તેના પર કોઈ હક હોય. હવે આ કેસમાં હાઈકોર્ટે ચુકાદો આપતા કહ્યું કે એક વ્યક્તિ દ્વારા હોમમેકર પત્નીના નામ પર ખરીદવામાં આવેલી સંપત્તિ, કૌટુંબિક સંપત્તિ બને છે કારણ કે તેની પાસે આવકનો કોઈ સ્વતંત્ર સ્ત્રોત નથી.

ન્યાયમૂર્તિ અરુણકુમાર સિંહ દેશવાલે કહ્યું કે હિન્દુ પતિઓ માટે પોતાની પત્નીઓના નામ પર સંપત્તિ ખરીદવી એ સામાન્ય વાત છે. દિવંગત પિતાની સંપત્તિમાં સહ સ્વામિત્વના પુત્રના દાવાને લઈને કરાયેલી અરજી પર સુનાવણી કરતા કોર્ટે કહ્યું કે કોર્ટ ભારતીય સાક્ષ્‍ય અધિનિયમની કલમ 114 હેઠળ એ માની શકે છે કે હિન્દુ પતિ દ્વારા ગૃહિણી પત્નીના નામ પર ખરીદાયેલી સંપત્તિ એ કૌટુંબિક સંપત્તિ હશે કારણ કે સામાન્ય સ્થિતિમાં પતિ તેના પરિવારના હિતમાં ઘર સંભાળનારી પત્નીના નામ પર સંપત્તિ ખરીદે છે, જે પત્ની પાસે આવકનો સ્વતંત્ર કોઈ સ્ત્રોત હોતો નથી.

કોર્ટે કહ્યું કે જ્યાં સુધી એ સિદ્ધ ન થઈ જાય કે અમુક સંપત્તિ પત્નીની આવકમાંથી ખરીદવામાં આવેલી છે ત્યાં સુધી તે સંપત્તિ પતિની આવકમાંથી ખરીદાયેલી સંપત્તિ મનાય છે. અરજીકર્તા સૌરભ ગુપ્તાએ માંગણી કરી હતી કે તેને તેના પિતા દ્વારા ખરીદવામાં આવેલી સંપત્તિનો એક ચતુર્થાંશ ભાગનો સહસ્વામીનો દરજ્જો આપવામાં આવે. તેની દલીલ હતી કે સંપત્તિ તેના પિતા દ્વારા ખરીદવામાં આવેલી હતી, આથી તેની માતાની સાથે તેમાં તે પણ સહભાગીદાર છે.

સૌરભ ગુપ્તાની માતા આ કેસમાં પ્રતિવાદી છે. સૌરભગુપ્તાએ સંપત્તિ કોઈ ત્રીજા પક્ષને હસ્તાંતરિત કરવા વિરુદ્ધ રોક લગાવાની માંગણી કરતી એક અરજી દાખલ કરી હતી. સૌરભની માતાએ એક લેખિત નિવેદનમાં કહ્યું હતું કે તે સંપત્તિ તેને તેના પતિ દ્વારા ભેટમાં અપાઈ હતી. કારણ કે તેની પાસે આવકનો કોઈ સ્ત્રોત નહતો. વચગાળાની રોકની માંગણી કરતા નિવેદનને કોર્ટ દ્વારા ફગાવવામાં આવ્યું હતું. જેની વિરુદ્ધ સૌરભ ગુપ્તાએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com