‘વોટ માટે નોટ’ના મુદ્દે સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. બેન્ચે તેના 26 વર્ષ જૂના નિર્ણયને રદ કર્યો છે. CJIએ સાંસદોને રાહત આપવા અંગે અસહમતિ વ્યક્ત કરી છે. સાત જજોની બંધારણીય બેન્ચે સર્વસંમતિથી આ નિર્ણય આપ્યો છે. હવે જો સાંસદો પૈસા લઈને ગૃહમાં ભાષણ આપે છે અથવા વોટ કરે છે તો તેમની સામે કેસ દાખલ કરવામાં આવશે.સુપ્રીમ કોર્ટે બંધારણની કલમ 105નો ઉલ્લેખ કર્યો છે.
CJI DY ચંદ્રચુડે કહ્યું કે, “અમે પીવી નરસિમ્હા કેસમાં નિર્ણય સાથે અસંમત છીએ. કોર્ટના અગાઉના નિર્ણયને ફગાવી દેવામાં આવે છે. ‘પીવી નરસિમ્હા રાવ અને CBI કેસ’માં, છેલ્લા 25 વર્ષમાં એટલે કે 1998માં ગૃહમાં ‘વોટ ના બદલે નોટ’ કેસમાં સાંસદોને કાર્યવાહીમાંથી મુક્તિ આપવામાં આવે તેવી વાત થઇ હતી.
બહુમતી નિર્ણયમાં, પાંચ જજોની બેન્ચે પછી શોધી કાઢ્યું કે સંસદસભ્યો ગૃહની અંદર આપેલા કોઈપણ ભાષણ અથવા મત માટે કલમ 105(2) અને 194(2) હેઠળ ફોજદારી કાર્યવાહીથી મુક્ત છે. કલમ 105 અને 194 સંસદ અને વિધાનસભામાં સાંસદો અને ધારાસભ્યોની સત્તાઓ અને વિશેષાધિકારો સાથે સંબંધિત છે. સુપ્રીમ કોર્ટ માને છે કે ધારાસભ્યો દ્વારા ભ્રષ્ટાચાર અને લાંચ ભારતીય સંસદીય લોકશાહીની કામગીરીને નષ્ટ કરે છે.
સુપ્રીમ કોર્ટના નિર્ણય પર વકીલ અશ્વિની ઉપાધ્યાયે કહ્યું કે, “આજે સુપ્રીમ કોર્ટની સાત જજોની બંધારણીય બેંચે કહ્યું કે જો કોઈ સાંસદ રાજ્યસભાની ચૂંટણીમાં પ્રશ્નો પૂછવા અથવા મતદાન કરવા માટે પૈસા લે છે, તો તેઓ કાર્યવાહીમાંથી મુક્તિનો દાવો કરી શકે નહીં.” સુપ્રીમ કોર્ટે કહ્યું કે મતદાન માટે પૈસા લેવા અથવા પ્રશ્નો પૂછવાથી ભારતીય સંસદીય લોકશાહીની કામગીરી બગડી શકે છે.