જુના માસ્તરો કાગળીયા, પેન્સીલીયા અને નવા ટેલેન્ટેડ યુવાનો કોમ્પ્યુટરથી લઇને અનેક જ્ઞાન છતાં બેકાર…
રાજ્યમાં એકતરફ લાખો યુવાનો સરકારી નોકરી મેળવવા દોડાદોડ કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ સચિવાલયમાં જ વય નિવૃતિ બાદ મોટાપાયે કર્મચારી-અધિકારીઓને નિમણૂક આપવામાં આવી રહી છે. છેલ્લા ૩ વર્ષમાં નિવૃતિ બાદ ૩૯૬ને પુનઃ વિવિધ પદે નિયુક્ત કરાયા છે. આશ્વર્યની વાત એ છે કે તેમાંથી ૬૮ને નિયમભંગ કરીને ૬૨ કરતા વધુ વર્ષ હોવા છતાં રાખવામાં આવ્યા છે.
વર્ષ ૨૦૨૦-૨૧થી ૨૦૨૨-૨૩ સુધીના ૩ વર્ષ દરમિયાન અનુક્રમે ૧૯૬, ૧૧૯ અને ૮૧ અધિકારી કે કર્મચારીને વય નિવૃતિ પછી કરાર આધારીત નિમણૂકની મંજૂરી આપવામાં આવી હતી. જેમાં સૌથી વધુ નાયબ સેકશન અધિકારીનો સમાવેશ થાય છે. ૨૦૨૦-૨૧માં જ સીધા ૬૭ ના. સે. અધિકારીને પુનઃ કરાર આધારીત લેવાયા હતા. આ વર્ષમાં ૩૨ ઉપસચિવોને પણ ફરી રખાયા હતા. તે પછી સેકશન અધિકારી અને રહસ્ય સચિવને પણ મોટી સંખ્યામાં કરાર આધારીત નિમણૂકની મંજૂરી અપાઇ હતી. અધિક સચિવ, સંયુક્ત સચિવ, નાયબ સચિવને પણ ફરી મંજૂરી અપાઇ છે. તો ક્લાર્ક અને અંગત મદદનીશ અને પટ્ટાવાળાને પણ ફરીથી લેવામાં આવ્યા છે.
સચિવાલયમાં જ આવા ૩૧૫માંથી ૬૮ અધિકારી કે કર્મી એવા છે જેમની ઉંમર ૬૨ વર્ષ કે તેથી વધુ છે. નિયમ મુજબ ૬૨ વર્ષ સુધી જ કરાર આધારીત નિમણૂકની જાેગવાઇ હોય છે પણ જાહેર હિતના નામે ખાસ કિસ્સામાં અનેક માનીતા અધિકારીઓને ૬૨ વર્ષ કરતા પણ વધુ વય સુધી જંગી પગાર સાથે વર્ષો સુધી કરાર લંબાવાઇ રહ્યા છે. રાજ્યમાં એકતરફ સચિવાલય સહિત સરકારી કચેરીઓમાં હજ્જારો સંખ્યા ખાલી છે અને નવી ભરતી બહાર પડે તે માટે લાખો ઉમેદવારો અરજી કરતા હોય છે ત્યારે બીજી તરફ અધિકારીઓને ઉપરાછાપરી એક્સ્ટેન્શન અપાઇ રહ્યા છે. જેમાં ગણતરીના અધિકારીઓને બાદ કરતા અન્યનો પણ વિકલ્પ ન હોય તેમ વર્ષોથી એક જ વિભાગમાં જામી પડેલા અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. તેના કારણે તેમની હાથ નીચેના અન્ય અધિકારીઓ પણ છૂટથી કામ કરી શકતા નહીં હોવાનો કચવાટ ઉભો થઇ રહ્યો છે. આગામી સમયમાં સરકાર આ મામલે સમીક્ષા કરી તેવી માગણી પણ અંદરખાને ઉઠી રહી છે.
ત્યારે પ્રમોશનમાં પણ લોકોના અટકી ગયા છે, નિવૃૃત્તિ બાદ તગડું પેન્શન આવે છે, ઘરમાં કોઇ સંગ્રહ કરતું નથી, એટલે સવિલાય બન્યું ઘરડા ઘરમાં ઘુષ માટીને એન્ટ્રી મેળવી બે છે, પેન્શનનરને કોઇ જરૂરીયાત નોકરીની નથી, પણ નવયુવાનોની રોજગારી પર તરાપ છે, આજે કલેક્ટર કચેરીમાં જાવ એટલે સેવા કેન્દ્રમાં ૧ દિવસમાં કામ પૂર્ણ થઇ જાય, ત્યારેજૂના માસ્તરો પોટલામાંથી ગોતવું પડે, હજુ રેકોર્ડ મળતો નથી, જે ટેબલ નીચેની ખાપકીયોના અંડાગંડાથી વાત કરે જેથી ભલભલા હેરાન કરવાનો અને કચેરી માસ્ટરો બનીને અનેકની ક્વેરી કાઢી કાઢીને ટેબલ નીચેથી પગાર કરતાં પણ ડબલ આવક મેળવતા હોય છે, સચિવાલયમાં ઘણાજ નિગમો, કચેરીઓ, સચિવાલયમાં અધિકારીઓના સગા-સંબંધીઓનો ડેરો તાંણી દીધો હોય તેમ લોકો નોકરીમાં ઘુષી ગયા છે, ત્યારે ઉચ્ચકક્ષાએ મંજુરી મેળવવા મુખ્યમંત્રીથી લઇને આઇએએસ અધિકારીને ઉલ્ટા ચશ્મા પહેરાવે છે, ત્યારે ગટર પાણી વ્યવસ્થા બોર્ડમાં જલસે નલ, ઘરે ઘરે નળ લઇ જવાનો હોવાથી આટલો સ્ટાફ જાેઇએ જ, ત્યારે નિવૃત્તિ બાદ અબ ભી મે જવાન હું તેમ પાછા ગોઠવાઇ જતા હોય છે, ત્યારે લાખો ટેલેન્ટેડ યુવાનોની રોજગારી ઉપર મોટો ફાકો પડી રહ્યો છે.
બૉક્સ
અનેક યુવાનોની રોજગારી છીનવાઇ રહી છે, ઘરડા ઘરમાં નિવૃત્તિ બાદ તગડું પેન્શન છતાં સચિવાલયમાં ૨૫% પગારમાં રહેવા તૈયાર છે, અને ફૂલ પગરા હોય તો માંગણીયો તો ચાલુજ હોય, નિવૃત્તિબાદ શું કામ લેવા જાેઇએ, આજના નવ યુવાનો ટેલેન્ટેડ છે, તેમને લો, નવયુવાનોની રોજગારી છીનવાઇ રહી છે, ઘરમાં કોઇ નિવૃતોને સાચવતું નથી એટલે સચિવાલયમાં જે આવેતે પગારે આવી જાય છે, બાકી સાહેબગીરી હજુ જતી થી, ત્યારે હવે નિવૃત્તોને ડિલેટ કરો અને જવાનીયા ટેલેન્ટેડ યુવાનોને સિલેક્ટર કરો.