મહિલા ધારાસભ્યોને તેમના મત વિસ્તારમા આ વર્ષે રોડ-રસ્તાના કામો માટે સવા કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્ટ ફાળવાશે
———-
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ મહિલા દિવસ અવસરે રાજ્યનાં મહિલા ધારાસભ્યોને વિશેષ ભેટ આપી છે.
મુખ્યમંત્રીશ્રીએ ધારાસભ્યોને લોકહિતનાં કામો માટે મળતી નિયમિત ગ્રાન્ટમાં ૨૦૨૪ -૨૫ ના વર્ષ માટે મહિલા ધારાસભ્યોને સવા કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કર્યો છે.
ગુજરાત વિધાનસભામાં વિધાયક તરીકે જન પ્રતિનિધિત્વ કરતા મહિલા ધારાસભ્યોને પ્રત્યેકને તેમના વિસ્તારોમાં રોડ-રસ્તાનાં વિવિધ કામો માટે વધારાના સવા કરોડ રૂપિયાની ગ્રાન્ટ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના આ મહિલા જનપ્રતિનિધિ હિતલક્ષી નિર્ણયની ફળશ્રુતિએ મળશે.