• ભાજપ સરકારે ભયમુક્ત ભ્રષ્ટાચાર કરવા માટે ઈલેક્ટરોલ બોન્ડની યોજના ૨૦૧૭માં દાખલ કરીને ૨૦૧૮થી અમલમાં મૂકી હતી.
• ભયમુક્ત ભ્રષ્ટાચાર કરવા અને દેશની પ્રજાની તિજોરીને ખુલ્લા હાથે લૂંટીને તેના કમિશન પેટે કરોડો રૂપિયાનો ધનસંગ્રહ કરવા અને કોણે પૈસા આપ્યા છે ? અને કેટલા પૈસા આપ્યા છે ? તેની સંપૂર્ણ વિગત ખાનગી રહે માટે ભાજપ સરકારે આ યોજના દાખલ કરી હતી.
• મેઘા એન્જિનિયરિંગ અને ઈન્ફ્રાએ રૂ. ૮00 કરોડ બોન્ડથી આપેલા છે. ભાજપને એપ્રિલ ૨૦૨૩માં રૂ. ૧૪૦ કરોડ આ કંપનીએ ઈલેક્ટરોલ બોન્ડ દ્વારા આપ્યા અને તેના એક જ મહિના બાદ ૧૪,૪૦૦ કરોડ રૂપિયાનું થાણે-બોરીવલી ટ્વીન ટનલ પ્રોજેક્ટનું કામ મેઘા એન્જિનિયરિંગ અને ઈન્ફ્રા કંપનીને આપી દેવામાં આવ્યું.
• જિંદાલ સ્ટીલ અને પાવરે રૂ. ૨૫ કરોડ ઈલેક્ટરોલ બોન્ડથી ભાજપને ૭ ઓક્ટોબર, ૨૦૨૨ના રોજ આપ્યા અને તે પછી ત્રણ જ મહિનામાં જિંદાલ સ્ટીલ અને પાવરને (GAREPALMAIV/6 Coal Mine) કોલસાની ખાણ ૧૦ ઓક્ટોબર, ૨૦૨૨ના રોજ આપી દેવામાં આવી.
• ભાજપને સૌથી વધુ દાન આપનારાઓમાં સરકારમાંથી કરોડોનો લાભ લેવા માટે દાન આપનારા અથવા તો ભાજપે E.D. અને ઈન્કમટેક્સની રેડ કરાવી હપ્તા વસુલી કરી છે તે સાબિત થાય છે.
• ભાજપને સૌથી વધારે દાન આપનારા ૩૦ દાતાઓ પૈકીના ૧૪ દાતાઓ એવા છે કે જેની ઉપર E.D., C.B.I. કે ઈન્કમટેક્સની રેડ થઈ હોય અને ત્યારબાદ ભાજપની હપ્તા વસૂલીના ભાગરૂપે ઈલેક્ટરોલ બોન્ડ દ્વારા ભાજપને દાન આપવું પડ્યું છે.
• જાન્યુઆરી, ૨૦૨૪માં શીરડી સાંઈ ઈલેક્ટ્રિકલ્સ કંપનીએ ભાજપને રૂ. ૪૦ કરોડનું ઈલેક્ટરોલ બોન્ડ દ્વારા દાન આપ્યું હતું.
• ફ્યુચર ગેમિંગ એન્ડ હોટેલ્સે રૂ. ૧,૨૦૦ કરોડનું દાન ભાજપને આપ્યું છે, એટલે એ સ્પષ્ટ બતાવે છે કે ગેમીંગની કંપની દ્વારા પૈસા લેવામાં આવ્યા છે.
• ઈડી દ્વારા ફ્યુચર ગેમિંગ એન્ડ હોટેલ્સ પર ૨ એપ્રિલ, ૨૦૨૪ના રોજ રેડ કરવામાં આવી હતી અને ત્યારબાદ પાંચ જ દિવસમાં ૭ એપ્રિલ, ૨૦૨૨ના રોજ આ કંપની દ્વારા રૂ. ૧૦૦ કરોડના ઈલેક્ટરોલ બોન્ડ ખરીદીને ભાજપને આપવામાં આવ્યા હતા.
• એક હાથે પ્રજાની તિજોરીને લૂંટીને કંપનીઓને ફાયદો આપવાનો અને બીજા હાથે કંપનીઓ પાસેથી કમિશન પેટે ઈલેક્ટરોલ બોન્ડથી દાન લેવાના અનેક કિસ્સાઓ ઉજાગર થયા છે.
• ભાજપે બેનામી કંપનીઓ દ્વારા કાળું ધન ઈલેક્ટરોલ બોન્ડ દ્વારા મેળવી લેવા માટેનો કીમીયો કરેલો તે પણ નામદાર સુપ્રીમ કોર્ટના હુકમ પછી ઉજાગર થયો છે.
• બેનામી ખોટી કંપનીઓ અને શેલ કંપનીઓ દ્વારા કાળું ધન ભાજપે ધનસંગ્રહમાં લીધું છે તેના અનેક દાખલા ઉજાગર થયા છે.
• ક્વીક સપ્લાય ચેઈન લિ. કંપનીએ ઈલેક્ટરોલ બોન્ડ દ્વારા રૂ. ૪૧૦ કરોડનું દાન ભાજપને આપ્યું પરંતુ આ કંપનીનું ટોટલ શેર કેપિટલ માત્ર રૂ. ૧૩૦ કરોડ છે.
• માર્ચ, ૨૦૧૮થી એપ્રિલ, ૨૦૧૯ની વિગતો છુપાવીને શું છુપાવવામાં આવી રહ્યું છે ? આ જ સમયગાળા દરમિયાન જે ઈલેક્ટરોલ બોન્ડ વેચાયા છે, તેમાંના ૯૫% ઈલેક્ટરોલ બોન્ડ દ્વારા દાન માત્ર ભાજપને જ મળ્યું છે.
• યુનિક બોન્ડ આઈડી નંબર દરેક ઈલેક્ટરોલ બોન્ડમાં જાહેર થવા જોઈએ, જેથી કરીને પૂરી વિગત ઈલેક્ટરોલ બોન્ડમાં દાન આપનાર અને દાન મેળવનારની મળી શકે.
અમદાવાદ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ભાજપ સરકારે ભયમુક્ત ભ્રષ્ટાચાર કરવા માટે ઈલેક્ટરોલ બોન્ડની યોજના ૨૦૧૭માં દાખલ કરીને ૨૦૧૮થી અમલમાં મૂકી હતી. ઈલેક્ટરોલ બોન્ડ એટલે રાજકીય પક્ષને કોઈપણ વ્યક્તિ કે કંપની રૂ. ૧,૦૦૦થી લઈ કરોડો રૂપિયા સુધીનું દાન દેવા માટે અમર્યાદિત પૈસા ઈલેક્ટરોલ બોન્ડ ખરીદીને બેંક દ્વારા આપી શકે તેવી આ યોજના હતી. ખરેખર તો ભાજપ સરકારે દેશની પ્રજાની તિજોરીને ખુલ્લા હાથે લૂંટીને તેના કમિશન પેટે ભાજપને કરોડો રૂપિયાનો ધનસંગ્રહ કરવાનો અને કોણે પૈસા આપ્યા છે અને કેટલા પૈસા આપ્યા છે તેની સંપૂર્ણ વિગત ખાનગી રહે એટલે ભયમુક્ત ભ્રષ્ટાચાર કરવા આ યોજના દાખલ કરી હતી. કોંગ્રેસ પક્ષ નામદાર સુપ્રીમ કોર્ટનો આભાર માને છે કે, સુપ્રીમ કોર્ટની પાંચ જજની બંધારણીય બેંચ દ્વારા ૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૪ના રોજ ઈલેક્ટરોલ બોન્ડને ગેરકાયદેસર જાહેર કર્યા અને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા કે જ્યાંથી ઈલેક્ટરોલ બોન્ડ ખરીદવાની અને રાષ્ટ્રીય પક્ષને આપવાની યોજના હતી તેનો પૂર્ણ ડેટા ચૂંટણી કમિશનને આપવા આદેશ કર્યો. ભાજપ દ્વારા જે કરોડો રૂપિયા ખવાયા છે અને તે પણ ખાસ કરીને જનતાની તિજોરીને લુંટી તેનો લાભ ભાજપને ભંડોળ આપનારને જ અપાયો છે તેનો પર્દાફાશ નામદાર સુપ્રીમ કોર્ટના આદેશના કારણે થયો છે.
ઈલેક્શન કમિશનની વેબસાઈટ ઉપર ખૂબ જ વિસ્તૃત ડેટા ઈલેક્ટરોલ બોન્ડનો મુકાયો છે, જેમાંની પ્રાથમિક તપાસણીમાં જ કેટલીક બાબતો ઉજાગર થઈ છે, જે સ્પષ્ટ સાબિત કરે છે કે ભાજપે દેશની તિજોરીને લૂંટીને કેવી રીતે ધનભંડોળ ભેગું કર્યું છે. ૧૩૦૦થી વધુ કંપનીઓ અને વ્યક્તિઓએ ઈલેક્ટરોલ બોન્ડ દ્વારા દાનની વિધિ કરી હતી અને જેમાં ૬,૦૦૦ કરોડ રૂપિયા તો ભાજપને ૨૦૧૮ અને ૨૦૧૯માં ઈલેક્ટરોલ બોન્ડ દ્વારા મળ્યા હતા જે ઉજાગર થયું છે.
એક હાથેથી પ્રજાની તિજોરી લૂંટીને લેવાનું અને બીજા હાથે તેમાંથી કમિશન લઈ ઈલેક્ટરોલ બોન્ડ દ્વારા ભાજપનો ધનસંગ્રહ કરવાનો કીમીયો નામદાર સુપ્રીમ કોર્ટના હુકમથી બહાર પડી ગયો છે. પ્રારંભિક તપાસમાં જ અનેક કંપનીઓ એવી મળી છે કે જેમની પાસેથી ભારતીય જનતા પાર્ટીએ ઈલેક્ટરોલ બોન્ડના નામે ધન લીધું અને સામે પ્રજાની તિજોરીમાંથી લૂંટ કરવાની છૂટ આપી. મેઘા એન્જિનિયરિંગ અને ઈન્ફ્રાએ રૂ. ૮00 કરોડ બોન્ડથી આપેલા છે. ભાજપને એપ્રિલ ૨૦૨૩માં રૂ. ૧૪૦ કરોડ આ કંપનીએ ઈલેક્ટરોલ બોન્ડ દ્વારા આપ્યા અને તેના એક જ મહિના બાદ ૧૪,૪૦૦ કરોડ રૂપિયાનું થાણે-બોરીવલી ટ્વીન ટનલ પ્રોજેક્ટનું કામ મેઘા એન્જિનિયરિંગ અને ઈન્ફ્રા કંપનીને આપી દેવામાં આવ્યું. તેવી જ રીતે જિંદાલ સ્ટીલ અને પાવરે રૂ. ૨૫ કરોડ ઈલેક્ટરોલ બોન્ડથી ભાજપને ૭ ઓક્ટોબર, ૨૦૨૨ના રોજ આપ્યા અને તે પછી ત્રણ જ મહિનામાં જિંદાલ સ્ટીલ અને પાવરને (GAREPALMAIV/6 Coal Mine) કોલસાની ખાણ ૧૦ ઓક્ટોબર, ૨૦૨૨ના રોજ આપી દેવામાં આવી. ભાજપને સૌથી વધુ દાન આપનારાઓમાં સરકારમાંથી કરોડોનો લાભ લેવા માટે દાન આપનારા અથવા તો ભાજપે E.D. અને ઈન્કમટેક્સની રેડ કરાવી હપ્તા વસુલી કરી છે તે સાબિત થાય છે.
ભાજપની હપ્તા વસૂલીના કેટલાક દાખલાઓ જોઈએ તો E.D., C.B.I. અને ઈન્કમટેક્સ દ્વારા રેડો કરવામાં આવી હોય અને પછી ભાજપે ઈલેક્ટરોલ બોન્ડ દ્વારા ધનસંગ્રહ કર્યો હોય તેવા અનેક કિસ્સાઓ છે. ભાજપને સૌથી વધારે દાન આપનારા ૩૦ દાતાઓ પૈકીના ૧૪ દાતાઓ એવા છે કે જેની ઉપર E.D., C.B.I. કે ઈન્કમટેક્સની રેડ થઈ હોય અને ત્યારબાદ ભાજપની હપ્તા વસૂલીના ભાગરૂપે ઈલેક્ટરોલ બોન્ડ દ્વારા ભાજપને દાન આપવું પડ્યું છે. આ વર્ષની શરૂઆતમાં જ જોઈએ તો આ પ્રકારની રેડો કરવામાં આવી હોય તેવા HETERO ફાર્મા અને યશોદા હોસ્પિટલનો સમાવેશ થાય છે. તે જ રીતે ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે શીરડી સાંઈ ઈલેક્ટ્રિકલ્સ ઉપર ડિસેમ્બર, ૨૦૨૩માં રેડ કરી હતી અને પછી એક જ મહિના એટલે કે જાન્યુઆરી, ૨૦૨૪માં આ શીરડી સાંઈ ઈલેક્ટ્રિકલ્સ કંપનીએ ભાજપને રૂ. ૪૦ કરોડનું ઈલેક્ટરોલ બોન્ડ દ્વારા દાન આપ્યું હતું. તેવી જ રીતે ફ્યુચર ગેમિંગ એન્ડ હોટેલ્સે રૂ. ૧,૨૦૦ કરોડનું દાન ભાજપને આપ્યું છે, એટલે એ સ્પષ્ટ બતાવે છે કે ગેમીંગની કંપની દ્વારા પૈસા લેવામાં આવ્યા છે. ઈડી દ્વારા ફ્યુચર ગેમિંગ એન્ડ હોટેલ્સ પર ૨ એપ્રિલ, ૨૦૨૪ના રોજ રેડ કરવામાં આવી હતી અને ત્યારબાદ પાંચ જ દિવસમાં એટલે કે ૭ એપ્રિલ, ૨૦૨૨ના રોજ આ કંપની દ્વારા રૂ. ૧૦૦ કરોડના ઈલેક્ટરોલ બોન્ડ ખરીદીને ભાજપને આપવામાં આવ્યા હતા. ઓક્ટોબર, ૨૦૨૩માં ઈન્કમટેક્સ ડીપાર્ટમેન્ટે આ જ કંપની ફ્યુચર ગેમિંગ એન્ડ હોટેલ્સના ત્યાં રેડ કરી હતી અને એ જ મહિનામાં રૂ. ૬૫ કરોડના ઈલેક્ટરોલ બોન્ડ આ કંપનીએ ભાજપને આપ્યા હતા.એક હાથે પ્રજાની તિજોરીને લૂંટીને કંપનીઓને ફાયદો આપવાનો અને બીજા હાથે કંપનીઓ પાસેથી કમિશન પેટે ઈલેક્ટરોલ બોન્ડથી દાન લેવાના અનેક કિસ્સાઓ ઉજાગર થયા છે. વેદાંતાને રાધિકપુર વેસ્ટ પ્રાઈવેટ કોલ માઈન (કોલસાની ખાણ) ૩ માર્ચ, ૨૦૨૧ના રોજ આપવામાં આવી અને સરકાર દ્વારા અપાયા બાદ તરત જ એપ્રિલ, ૨૦૨૧માં રૂ. ૨૫ કરોડના ઈલેક્ટરોલ બોન્ડ ભાજપને અપાયા હતા. મેઘા એન્જિનિયરિંગ અને ઈન્ફ્રાને રૂ. ૪,૫૦૦ કરોડનો જોજીલા ટનલ પ્રોજેક્ટ ઓગસ્ટ, ૨૦૨૦માં આપવામાં આવ્યો અને તેની પાસેથી રૂ. ૨૦ કરોડના ઈલેક્ટરોલ બોન્ડ લઈને ભાજપે કમિશન ખાધું. મેઘા એન્જિનિયરિંગ અને ઈન્ફ્રા કંપની દ્વારા બીકેસીમાં બુલેટ ટ્રેન સ્ટેશનનો કોન્ટ્રાક્ટ ડિસેમ્બર, ૨૦૨૨માં લેવામાં આવ્યો અને પછી તરત જ રૂ. ૫૬ કરોડ એ જ મહિનામાં ભાજપને ઈલેક્ટરોલ બોન્ડ દ્વારા કમિશન આપવામાં આવ્યું. આ પ્રકારનો ભ્રષ્ટાચાર ભાજપે કર્યો છે તે સ્પષ્ટ થાય છે.ભાજપે બેનામી કંપનીઓ દ્વારા કાળું ધન ઈલેક્ટરોલ બોન્ડ દ્વારા મેળવી લેવા માટેનો કીમીયો કરેલો તે પણ નામદાર સુપ્રીમ કોર્ટના હુકમ પછી ઉજાગર થયો છે. કેટલીક એવી કંપનીઓ માટે ભાજપની સરકારે જ રસ્તો સરળ કરી આપ્યો હતો કે કોઈપણ જાતના રિસ્ટ્રિક્શન વગર નાની કંપનીઓ એની કંપનીના નફાના કેટલા ટકા દાન આપી શકે તે હટાવી દઈને બેનામી ખોટી કંપનીઓ અને શેલ કંપનીઓ દ્વારા કાળું ધન ભાજપે ધનસંગ્રહમાં લીધું છે તેના અનેક દાખલા ઉજાગર થયા છે. જે પૈકીનો એક દાખલો ક્વીક સપ્લાય ચેઈન લિ. કંપનીનો છે. આ કંપનીએ ઈલેક્ટરોલ બોન્ડ દ્વારા રૂ. ૪૧૦ કરોડનું દાન ભાજપને આપ્યું પરંતુ આ કંપનીનું ટોટલ શેર કેપિટલ માત્ર રૂ. ૧૩૦ કરોડ છે. જે કંપનીનું ટોટલ શેર કેપિટલ હોલ્ડિંગ રૂ. ૧૩૦ કરોડનું હોય તે રૂ. ૪૦૦ કરોડનું દાન કેવી રીતે આપી શકે ? આ સ્પષ્ટ બતાવે છે કે ઈલેક્ટરોલ બોન્ડ દ્વારા ભાજપે ભયમુક્ત ભ્રષ્ટાચાર કર્યો છે અને કાળું ધન ભાજપના ખાતામાં ભેગું કર્યું છે.
નામદાર સુપ્રીમ કોર્ટનો હુકમ હોવા છતાં પણ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ ઈલેક્ટરોલ બોન્ડનો ડેટા એપ્રિલ ૨૦૧૯થી જ આપ્યો છે. જ્યારે હકીકતમાં SBI દ્વારા માર્ચ, ૨૦૧૮થી ઈલેક્ટરોલ બોન્ડનું વેચાણ શરૂ થયેલ અને તે વેચાણ રૂ. ૨,૫૦૦ કરોડનું છે, જે દાનનો ડેટા હજુ સુધી મૂકવામાં આવેલ નથી. આ ડેટા કેવી રીતે ગુમ થયો છે ? માર્ચ, ૨૦૧૮થી એપ્રિલ, ૨૦૧૯ની વિગતો છુપાવીને શું છુપાવવામાં આવી રહ્યું છે ? આ જ સમયગાળા દરમિયાન જે ઈલેક્ટરોલ બોન્ડ વેચાયા છે, તેમાંના ૯૫% ઈલેક્ટરોલ બોન્ડ દ્વારા દાન માત્ર ભાજપને જ મળ્યું છે. કોંગ્રેસ પક્ષ સતત માંગણી કરતી રહી છે કે પૂરો ડેટા મળવો જોઈએ. કોંગ્રેસ પક્ષની સતત માંગણી એ પણ ઉભી છે કે, યુનિક બોન્ડ આઈડી નંબર દરેક ઈલેક્ટરોલ બોન્ડમાં જાહેર થવા જોઈએ, જેથી કરીને પૂરી વિગત ઈલેક્ટરોલ બોન્ડમાં દાન આપનાર અને દાન મેળવનારની મળી શકે. યુનિક બોન્ડ આઈડી નહીં આપીને નામદાર સુપ્રીમ કોર્ટના હુકમ પછી મળવાપાત્ર પૂરતી વિગતો નથી મળી રહી ત્યારે અમારી આ માંગણી પણ ઉભી રહેશે તેમ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું.