ઓઢવ વસ્ત્રાલ રોડ પર આઇસર ગાડીની ટક્કરથી એકટીવા ચાલક બેભાન થતાં ટ્રાફિક પોલીસે સી.પી.આર આપતા શ્વાસ ચાલુ થતા હોસ્પિટલ ખસેડાયો,હાલ સિવિલ હોસ્પિટલ સારવાર હેઠળ

Spread the love

 

 

અમદાવાદ

આજરોજ આઈ ડિવિઝન ટ્રાફીક પોલીસ સ્ટેશનના તા.27/3/2024 સવારની શિફ્ટમાં પાંજરાપોળ ચાર રસ્તા એસ.પી.રીંગ રોડ ખાતે હેકો જયેન્દ્રસિંહ કાળુંસિંહ બન 6027તથા હેકો ખુમાનસિંહ દાનાભાઈ બન 9636તથા પોકો વિક્રમસિંહ રાજભાઈ બન 8668 તથા પોકો દશરથજી રાજેશકુમાર 6839 વગેરે સ્ટાફના માણસો સાથે પાંજરાપોળ ચાર રસ્તા ખાતે ફરજ ઉપર હાજર હતા તે દરમિયાન કલાક 10/15 વાગ્યાના અરસામાં એક આઇસર ગાડી નંબર HR-39-E8916ઓઢવ તરફથી વસ્ત્રાલ મેઇન રોડ તરફ જઈ રહી હતી તે દરમિયાન એક કાકા નામે મહેશકુમાર જાનીએ (ઉંમર વર્ષ 48)  પોતાની સફેદ કલરની એકટીવા ગાડી લઈ ઓઢવ તરફથી સર્વિસ રોડ થઈ પાંજરાપોળ ચાર રસ્તા તરફ આવી રહ્યા હતા તે દરમિયાન પાંજરાપોળ ચાર રસ્તા ખાતે ઉપરોક્ત આઈસર ગાડી સાથે ટક્કર વાગતા રોડ ઉપર પડી જતા જેઓને જમણા હાથે તેમ જ શરીરના અન્ય ભાગોમાં ઈજાઓ થઈ બેભાન થઈ ગયેલા તેઓના શ્વાસ બંધ થઈ ગયેલા હોય સદરી બાબતે 108 ને જાણ કરી ચાર રસ્તા હાજર ટ્રાફિક પોલીસ દ્વારા સી.પી.આર આપતા શ્વાસ ચાલુ થતા તેને 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખાતે રવાના કરેલ છે અને તેઓ હાલ સિવિલ હોસ્પિટલ સારવાર હેઠળ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com