1 જૂનથી વોટ્સએપની નવી ઈન્ટરનેશનલ મેસેજ કેટેગરી હેઠળ તમારે પ્રતિ મેસેજ 2.3 રૂપિયા ચૂકવવા પડશે

Spread the love

મેટા ઓન્ડ વોટ્સએપે ઇન્ટરનેશનલ વન-ટાઇમ પાસવર્ડ્સ (OTP)ની નવી શ્રેણી રજૂ કરી છે. તેનાથી ભારતમાં બિઝનેસ મેસેજ મોકલવાની કિંમતમાં વધારો થશે. વોટ્સએપના આ પગલાથી કંપનીની કમાણી વધવાની આશા છે. અહેવાલ મુજબ આંતરરાષ્ટ્રીય મેસેજની કિંમત પહેલા કરતા 20 ગણી વધી ગઈ છે. જો કે, સામાન્ય યુઝર્સ પહેલાની જેમ જ ફ્રીમાં WhatsAppનો ઉપયોગ કરવાનું ચાલુ રાખશે.નવો નિર્ણયની અસર બિઝનેસ એસએમએસ પર થશે.

વોટ્સએપની નવી ઈન્ટરનેશનલ મેસેજ કેટેગરી હેઠળ તમારે પ્રતિ મેસેજ 2.3 રૂપિયા ચૂકવવા પડશે. આ નિયમ 1 જૂનથી લાગુ થશે. તેની અસર ભારત અને ઈન્ડોનેશિયા બંનેના બિઝનેસ પર જોવા મળશે. વોટ્સએપના નવા નિર્ણયથી એમેઝોન, ગૂગલ અને માઇક્રોસોફ્ટ જેવી આંતરરાષ્ટ્રીય કંપનીઓના કોમ્યુનિકેશન બજેટમાં વધારો થશે. વાસ્તવમાં, WhatsApp દ્વારા વેરિફિકેશન સામાન્ય આંતરરાષ્ટ્રીય વેરિફિકેશન OTP કરતા સસ્તું હતું.

અગાઉ ટેલિકોમ કંપનીઓ સ્થાનિક SMS મોકલવા માટે પ્રતિ SMS 0.12 પૈસા ચાર્જ કરતી હતી, જ્યારે આંતરરાષ્ટ્રીય કિંમત 4.13 રૂપિયા પ્રતિ SMS હતી, જ્યારે WhatsApp આંતરરાષ્ટ્રીય SMS માટે 0.11 પૈસા પ્રતિ SMS ચાર્જ કરતી હતી, જે વધીને 2.3 રૂપિયા પ્રતિ SMS થઈ ગઈ છે.

તમને જણાવી દઈએ કે ભારતમાં એન્ટરપ્રાઇઝ મેસેજિંગમાં ઝડપી વૃદ્ધિ નોંધાઈ રહી છે, જેનો બજાર હિસ્સો 7600 કરોડ રૂપિયાની આસપાસ પહોંચી ગયો છે. જેમાં એસએમએસ, પુશ મેસેજ, ઓટીપી વેરિફિકેશન, એપ્લિકેશન લોગિન, નાણાકીય વ્યવહારો, સર્વિસ ડિલિવરી જેવા મેસેજનો સમાવેશ થાય છે.

ઓછા વોટ્સએપ એસએમએસ ચાર્જને કારણે, એમેઝોન, ફ્લિપકાર્ટ જેવા ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સે વેરિફિકેશન અને મેસેજિંગ ટૂલ તરીકે WhatsAppનો ઉપયોગ કર્યો હતો, જેના કારણે એરટેલ અને જિયો જેવી કંપનીઓને નુકસાન થઈ રહ્યું હતું. જોકે, નવા નિર્ણય બાદ ટેલિકોમ કંપનીઓને ફાયદો થવાની આશા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com