બોલિવૂડ એક્ટર આમિર ખાને અત્યાર સુધીમાં બે વાર લગ્ન કર્યા છે અને તેના બીજી પત્નીને પણ છુટાછેડા આપી દીધા છે. આ દિવસોમાં અભિનેતા આમિર ખાન બોલિવૂડ ઇન્ડસ્ટ્રીથી દૂર પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે આમિર ખાન છેલ્લે ફિલ્મ લાલ સિંહ ચડ્ઢામાં જોવા મળ્યો હતો.જો કે, આજે અમે તમને એવા સમાચાર વિશે જણાવીશું જેના વિશે તમે ભાગ્યે જ જાણતા હશો.તમને જાણીને નવાઈ લાગશે કે 2003માં એક બ્રિટિશ મહિલા પત્રકારે આમિર ખાનને તેના પુત્રના પિતા તરીકે નામ આપ્યું હતું,
શો “કોફી વિથ કરણ”ના એક ઈન્ટરવ્યુમાં આમિર ખાને કહ્યું હતું કે – મારું એક મહિલા બ્રિટિશ પત્રકાર સાથે અફેર હતું. જેસિકા (મહિલા બ્રિટિશ પત્રકાર) અને હું પહેલીવાર ગુલામના સેટ પર મળ્યા હતા અને અહીંથી લવ સ્ટોરી શરૂ થઈ હતી અને અમે બંને લિવ-ઈન રિલેશનશિપમાં પણ રહેતા હતા.
તમને જણાવી દઈએ કે લાંબા સમય સુધી આમિર ખાન સાથે રિલેશનશિપમાં રહ્યા બાદ જેસિકાને ખબર પડી કે તે આમિર ખાનના બાળકની માતા બનવા જઈ રહી છે.
જેસિકાએ (મહિલા બ્રિટિશ પત્રકાર) દાવો કર્યો હતો કે તે આમિર સાથે રહેતી હતી, આ દરમિયાન તે ગર્ભવતી બની હતી. જેસિકાએ (મહિલા બ્રિટિશ પત્રકાર) કહ્યું હતું કે આમિર ખાને તેને આ વાત કોઈને પણ કહ્યા વિના બાળકનો ગર્ભપાત કરવાની સલાહ આપી હતી. જો કે આમિર ખાન દ્વારા છેતરાયા બાદ તે બધું છોડીને લંડન ચાલી ગઈ હતી.