નાના ચિલોડા નજીક એક્ટિવાને ટક્કર લાગતાં અમદાવાદના વૃદ્ધનું ટૂંકી સારવાર દરમ્યાન મોત

Spread the love

ગાંધીનગરના વલાદ ખાતે આધાર શીલા સ્કૂલ સામેના નૅશનલ હાઇવે નાના ચીલોડા રોડ ઉપર ગઈકાલે બપોરના સમયે અજાણ્યો વાહન ચાલક એક્ટિવાને ટક્કર મારી નાસી ગયો હતો. આ અકસ્માતમાં અમદાવાદના વૃદ્ધનું ટૂંકી સારવાર દરમ્યાન મોત નિપજતા ડભોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદના બોડકદેવ ગામ ખાતે રહેતો નાગેશ મહેશજી ઠાકોર તેના મોટાબાપા જયંતિજી છનાજી ઠાકોર એક્ટિવા ઉપર ગાંધીનગર વજાપુરા રહેતા બહેન પુનમબેનના ઘરે ગયા હતા. અને ત્યાં જમી પરવારીને મહેમાનગતિ પતાવી બપોરના બે વાગ્યા પછી વજાપુરા ગામથી નીકળી ઘરે જવા માટે એક્ટીવા લઇને નિકળ્યા હતા. એ વખતે એક્ટીવા નાગેશ ચલાવતો હતો.

બંને જણા ગોરવંટા ગામ થઈ વલાદ ગામના બ્રિજથી નાના ચિલોડા તરફ જતા નેશનલ હાઇવે ઉપરથી પસાર થતા હતા. આ દરમ્યાન આધારશિલા સ્કુલની સામે નેશનલ હાઇવે ઉપર પાછળથી એક અજાણ્યા વાહન ચાલકે તેનું વાહન પુરઝડપે બેદરકારી અને ગફલતભરી રીતે ચલાવી એક્ટીવાને પાછળથી ટક્કર મારી હતી. જેનાં કારણે બંને જણા એક્ટીવા સાથે રોડ ઉપર ફેંકાઈ ગયા હતા.

જેનાં પગલે નાગેશ અકસ્માત સર્જનાર વાહન જોઈ શક્યો

ન હતો. આ અકસ્માતમાં તેને ડાબા પગે ઘુંટણના ભાગે

ઇજા થઇ હતી. જ્યારે તેના મોટાબાપાને માથાના ભાગે ઇજા

થવાથી લોહી નીકળતું હતું. આ દરમ્યાન રાહદારીઓ એકઠા

થઈ ગયા હતા. બાદમાં 108 એમ્બ્યુલન્સ મારફતે જયંતિજી

છનાજી ઠાકોરને અમદાવાદ સિવિલમાં સારવાર અર્થે

ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું

મોત નીપજ્યું હતું. આ અંગે ડભોડા પોલીસે અજાણ્યા

વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com