રિયલ એસ્ટેટ કાયદાના હિસાબે બિલ્ડરે જે-તે બિલ્ડીંગ કે મકાન ફરીથી બનાવી આપવી પડે

Spread the love

સામાન્ય માં જીવનમાં એક જ વખત ઘર ખરીદે છે કે બનાવે છે અને તેમાં જીવનભરની કમાણી ખર્ચી નાંખે છે. પરંતુ તમને આ ડીલમાં છેતરવામાં આવે, તો તમારી હાલત ખરાબ થઇ જાય. સામાન્ય માણસ જાણકારોની સલાહ લઈને અને સતર્ક બનીને જ આવા સોદા કરતો હોય છે, પરંતુ તેને સમયસર મકાનની ડિલિવરી નથી મળતી. અને જો ડિલિવરી મળી જાય તો બાદમાં જાણવા મળે છે કે બિલ્ડરે આ મકાન ખરાબ રીતે બનાવ્યું છે.પરિણામે તમારો ખર્ચ વ્યય થઇ જાય છે. પરંતુ હવે તમારે તેનાથી ડરવાની જરૂર નથી.

ઘણા મકાન ખરીદદારો એ નથી જાણતા કે બિલ્ડરે તેમને જે મકાન આપ્યું છે તેની ક્વોલિટી કેવી છે. તેમાં કેવું મટીરીયલ વપરાયું છે. ક્યારેક ઉપરથી ચમકતી બિલ્ડીંગ અંદરથી ખરાબ ક્વોલિટીની મટિરિયલના કારણે ભંગાર હોઈ શકે છે. ત્યારે તમે તેના વિરુદ્ધ ફરિયાદ કરી શકો છો.

જો તમારું ઘર કે ફ્લેટ બિલ્ડરની ખરાબ ક્વોલિટીના કારણે જીવલેણ કે જર્જરિત થઇ ગયું છે, ત્યારે રિયલ એસ્ટેટ કાયદાના હિસાબે બિલ્ડરે જે-તે બિલ્ડીંગ કે મકાન ફરીથી બનાવી આપવી પડે છે. જયાં સુધી રેરા નહોતું રજૂ થયું, ત્યાં સુધી બિલ્ડરો આવી ગેમ રમી જતા હતા, પરંતુ હવે આવું સંભવ નથી. રેરા કાયદો આવ્યા બાદ ખરાબ રીતે બનાવાયેલા ઘરને લઈને બિલ્ડરસ વિરુદ્ધ કાયદાકીય ગાળિયો કસાઈ શકે છે. આ સમગ્ર પ્રક્રિયાને ફ્લેટ રી-કન્સ્ટ્રક્શન કહેવાય છે.

કેવી રીતે ઉઠાવી શકાય ફ્લેટ રી-કન્સ્ટ્રક્શનનો ફાયદો? -જો તમને લાગે કે બિલ્ડરે તમારા ઘર કે ફ્લેટનું નિર્માણ ખૂબ જ ખરાબ રીતે કર્યું છે, તો રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એક્ટ (RERA) અંતર્ગત ફરિયાદ દાખલ કરાવી શકાય છે. રેરા અંતર્ગત સર્વિસમાં ઉણપને લઈને એક નિયમ બનાવાયેલો છે.

આ નિયમ દ્વારા મકાન ખરીદદાર રેરામાં ખરાબ નિર્માણની ફરિયાદ કરી શકે છે. સાથે જ તેઓ ઓડિટની માંગ કરી શકે છે. આ ઉપરાંત ઓથોરિટી પાસે જઈને ફરિયાદ પણ કરી શકે છે. એક વખત ઓડિટમાં સાબિત થઇ જાય કે બિલ્ડરે ખરાબ ક્વોલિટીનું કન્સ્ટ્રક્શન કર્યું છે, તો તમે તેને ફરીથી નિર્માણ કરવાની માંગ કરી શકો છો.

જણાવી દઈએ કે, ઘર ખરીદદારને સેલ્સ એગ્રીમેન્ટ અંતર્ગત એપાર્ટમેન્ટ, પ્લોટ, કોમન એરિયા સંબંધિત ફરિયાદ લઈને RERA પાસે જવાનો અધિકાર છે. જો તમે ઉત્તરપ્રદેશના રહેવાસી છો, તો યુપી રેરા વેબસાઈટ www.up-rera.in પર જઈને ફરિયાદ દાખલ કરાવી શકો છો.

જો તમે ગુજરાતના રહેવાસી છો, તો https://gujrera.gujarat.gov.in/ ની મુલાકાત લઇ શકો છો. તમે ફ્લેટનો કબ્જો મળ્યાના પાંચ વર્ષ સુધી પ્રોપર્ટીમાં કોઈ પ્રકારની સ્ટ્રક્ચરલ ડિફેકટ આવવા પર તમે રેરામાં જઈને બિલ્ડર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી શકો છો. બિલ્ડરે એક પણ રૂપિયો લીધા વિના 30 દિવસોમાં તેને રી કંસ્ટ્રક્ટ કરવાનું રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com