અમદાવાદમાં 3 જગ્યાએ આગ લાગતાં ફાયર વિભાગ દોડતું થયું, દ્વારકામાં ઘરમાં આગ લાગતાં 4 લોકો ભડથું થઈ ગયા…

Spread the love

રાજ્યમાં વધતી ગરમીની સાથે આગ લાગવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે આજે અમદાવાદ, આણંદ અને દેવભૂમિ દ્વારકામાં આગની ઘટના બની છે. અમદાવાદના રાયપુર દરવાજા પાસે આવેલી યુનિયન બેંકમાં આગ લાગી હતી. જેમાં 2 ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો.આ સાથે શહેરના સનાથલ-બાવળા રોડ પર આવેલા ગેરેજમાં આગ લાગી હતી. ગેરેજમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવાયુ હતુ.

આ ઉપરાંત શહેરના સરખેજ-બાકરોલ રોડ પર આવેલા ફટાકડા ગોડાઉનમાં આગ લાગી હતી.આગની ઘટનાને લઈ ફાયરની 9 ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો.

દ્વારકામાં આદિત્ય રોડ પર આવેલા મકાનમાં આગ લાગતાં ચાર લોકોના મોત નિપજ્યા હતા.પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે. આણંદમાં આવેલી બી.જી.પટેલ ફિઝિયોથેરાપી કોલેજમાં આગ લાગી હતી.કોલેજના બીજા માળે આવેલા ઓડિટોરિયમમાં આગ લાગતા 20 દર્દીનું રેસ્ક્યૂ કરવામાં આવ્યુ હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com