ગાંધીનગર જિલ્લા પોલીસ હેડ કવાર્ટર ખાતે વાયરલેસ ગાર્ડ તરીકે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલનું હ્રદય રોગના હુમલાથી અકાળે મોત…

Spread the love

ગાંધીનગર જિલ્લા પોલીસ હેડ કવાર્ટર ખાતે વાયરલેસ ગાર્ડ તરીકે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલનું હ્રદય રોગના હુમલાથી અકાળે અવસાન થતાં પોલીસ બેડામાં શોકનો મહોલ છવાઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે, માર્ગ અકસ્માતના કારણે ઈજાઓ થવાથી હેડ કોન્સ્ટેબલ રજા પર હતા. આજે બપોરના સમયે હાર્ટ એટેક આવતા તેમને માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં તેમનું ટૂંકી સારવાર દરમ્યાન અવસાન થયું છે.

ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે ફરજ નાયબ મામલતદાર 46 વર્ષીય મનીષ કડિયાનું ગત તા. 27 મી માર્ચે હાર્ટ એટેકનાં હુમલાથી અકાળે અવસાન થયું હતું. જ્યારે મહિલા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ જવાનનું પણ થોડા વખત અગાઉ હાર્ટથી અવસાન થયું હતું. ત્યારે આજે વધુ એક પોલીસ પરિવારના સભ્યનું હ્રદય રોગના હુમલાથી અકાળે અવસાન થયું છે.

ગાંધીનગર જિલ્લા પોલીસ હેડ કવાર્ટર ખાતે હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અમિતકુમાર પ્રવીણચંદ્ર ત્રિવેદી વાયરલેસ ગાર્ડ તરીકે નોકરી કરતા હતા. ગાંધીનગરના રાંધેજા મુકામે રહેતા આશરે 46 વર્ષીય અમિતકુમારને થોડા દિવસો અગાઉ માર્ગ અકસ્માત થયો હતો. જેનાં કારણે તેમને પગે અને શરીરના ભાગે ઈજાઓ થઈ હતી.

માર્ગ અકસ્માતમાં ઈજાઓ થવાના કારણે અમિતકુમાર રજા ઉપર હતા. આજે બપોરના સમયે તેઓ ઘરે બેઠા હતા. આ દરમિયાન તેમને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો. જેનાં પગલે પરિવારજનો અમિતકુમારને તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા. જ્યાં તેઓની સારવાર પણ શરૂ કરી દેવામાં આવી હતી. પરંતુ ટૂંકી સારવાર દરમ્યાન અમિતકુમારનું અકાળે અવસાન થયું હતું. બનાવના પગલે પરિવારજનો તેમજ પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com