શહેરમાં વિવિધ ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડવા માટેની તા.૧૬/૦૩/૨૪ થી તા.૧૩/૦૪/૨૪ સુધી રાખવામાં આવેલ ડ્રાઈવમાં કુલ-૭૧ આરોપીની ધરપકડ કરાઈ

Spread the love

કોમલ વ્યાસ (ડીસીપી કમાન્ડ એન્ડ કંટ્રોલ)

તા.૧૩/૦૪/૨૪ થી તા.૨૩/૦૪/૨૪ સુધી બીજી ૧૮ ટીમો બનાવી ફરીથી આ કામગીરી કરવામાં આવશે:ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા કરવામાં આવતા ચેકીંગ દરમિયાન દેશી દારૂ ૧૨૭૧૮ લિટર જેની કિંમત રૂ.૨, ૫૪,૩૬૦ તથા IMFL ૧૭૮૫૦ બોટલ જેની કિંમત રૂ.૩૫,૨૭,૧૬૫ અને રૂ.૭૮,૨૨૦ રોકડા જપ્ત કરવામાં આવી

અમદાવાદ

લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪નું અમદાવાદ શહેર ખાતે મતદાન તા.૦૭/૦૫/૨૦૨૪ના રોજ યોજાનાર છે. જે સંબંધે ઈલેકશન કમિશન ઓફ ઈ ન્ડીયા, પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી, ગુ.રા., ગાંધીનગરનાઓના માર્ગદર્શન અનુસાર પોલીસ કમિશ્નરશ્રી, અમદાવાદ શહેર દ્વારા અમદાવાદ શહેરમાં તટસ્થ અને નિષ્પક્ષ રીતે લોકસભા સામાન્ય ચુંટ્સી-૨૦૨૪નું આયોજન થઈ શકે તથા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં સમગ્ર ચુંટણી પ્રક્રીયા પાર પડે તે સારૂ કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે વિવિધ કાર્યવાહી કરવામાં આવી રહેલ છે.અમદાવાદ શહેરમાં ગેર-કાયદેસર હથિયારો, પ્રોહિબીશન, શરીર સંબંધી ગુના, ચુંટણી સબંધી ગુના, મિલકત વિરુધ્ધી ગુના જેવા વિવિધ ગુનાના નાસતા ફરતા આરોપી પકડવા માટે ડ્રાઈવ તા.૧૬/૦૩/૨૪ થી તા.૧૩/૦૪/૨૪ સુધી રાખવામાં આવેલ જેમાં કુલ-૭૧ આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે.

તેમજ ડ્રાઈવ પુર્ણ થયા બાદ અન્ય ૦૩ આરોપી પકડાયેલ છે. તથા તા.૧૩/૦૪/૨૪ થી તા.૨૩/૦૪/૨૪ સુધી બીજી ૧૮ ટીમો બનાવી ફરીથી આ કામગીરી કરવામાં આવનાર છે.

અમદાવાદ શહેરમાં FST/SST સિવાય ૮૪ જેટલી ચેક-પોસ્ટ ઊભી કરવામાં આવેલ છે. જે ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા કરવામાં આવતા ચેકીંગ દરમિયાન દેશી દારૂ ૧૨૭૧૮ લિટર જેની કિંમત રૂ.૨, ૫૪,૩૬૦/- તથા IMFL ૧૭૮૫૦ બોટલ જેની કિંમત રૂ.૩૫,૨૭,૧૬૫/- અને રૂ.૭૮,૨૨૦ રોકડા જપ્ત કરવામાં આવેલ છે.અમદાવાદ શહેરમાં ગેર-કાયદેસર હથિયારના કુલ -૦૩ કેસ કરવામાં આવેલ છે. જેમાં અમદાવાદ શહેરમાં લાયસન્સ ધરાવતા હથિયારો જમા લેવાની કાર્યવાહી ચાલુમાં છે. જે અન્વયે શહેરના કુલ-૫૧૩૪ લાયસન્સ ધરાવતા હથિયારો પૈકી ૪૦૦૨ હથિયાર જમા લેવામાં આવેલ છે. અને ૧૦૧૮ હથિયારોને મુક્તિ આપવામાં આવેલ છે. અને કુલ-૧૯ હથિયારો જમા લેવા પર બાકી છે.

• અટકાયતી પગલા:- CRPCની અલગ અલગ જોગવાઈ હેઠળ આજદિન સુધી કુલ ૧૭૪૪૩ અટકાયતી કેસોમાં કુલ-૧૭૪૬૯ વ્યક્તિઓ વિરુધ્ધ અટકાયતી પગલા લેવામાં આવેલ છે. તેમજ પ્રોહિ૯૩ -૧૪૭૬, પાસા -૯૪, તથા તડીપાર-૦૭

• વોરંટની કામગીરી : તા.૧૬/૦૩/૨૪ થી તા.૧૩/૦૪/૨૪ સુધી કુલ- ૮૪૦૧ જેટલા નોન બેલેબલ વોરંટ પૈકી ૫૪૬૯ વોરંટની બજવણી કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com