પોરબંદર લોકસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર ડૉ. મનસુખભાઈ માંડવીયા અને પોરબંદર વિધાનસભામાં પેટા ચુંટણી માટે ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાએ ઉમેદવાર પત્ર ભર્યુ

Spread the love

ઉમેદવારી ફોર્મ ભરતા સમયે “વિજય વિશ્વાસ સભા” અને “નામાંકન રેલી” માં મોટી સંખ્યામાં આગેવાનો, કાયકર્તાઓ અને હજારોની સંખ્યામાં પોરબંદરના લોકો ઉમટી પડ્યા

ઉપસ્થિત જનતાએ ડૉ. મનસુખભાઈ માંડવીયા અને શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાને વિજયના આશીર્વાદ આપી અભિનંદન પાઠવ્યા

અમદાવાદ

આજે પોરબંદર લોકસભા બેઠક માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડૉ. મનસુખભાઈ માંડવીયા અને પોરબંદર વિધાનસભામાં પેટા ચુંટણી માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ઉમેદવાર પત્ર ભર્યુ હતું. આ નિમિત્તે આયોજીત “વિજય વિશ્વાસ સભા” અને “નામાંકન રેલી” માં મોટી સંખ્યામાં આગેવાનો, કાયકર્તાઓ અને હજારોની સંખ્યામાં પોરબંદરના લોકો ઉમટી પડ્યા હતા. ઉપસ્થિત જનતાએ ડૉ. મનસુખભાઈ માંડવીયા અને શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાને વિજયના આશીર્વાદ આપી અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે રાજ્યસભા સાંસદશ્રી પરિમલભાઈ નથવાણી, પોરબંદરના સાંસદશ્રી રમેશભાઈ ધડુક, કેબિનેટ મંત્રીશ્રી કુવરજીભાઈ બાવળીયા, ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ પ્રમુખશ્રી આર.સી. ફળદુ, પૂર્વ પ્રદેશ પ્રમુખશ્રી જીતુભાઈ વાઘાણી, પૂર્વ મંત્રી અને ઈફકોના ચેરમેનશ્રી દિલીપ સંઘાણી, પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી બાબુભાઈ બોખીરીયા, પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી જયેશભાઈ રાદડીયા, ભારતીય જનતા પાર્ટી,મહિલા મોરચા ના પ્રદેશ પ્રમુખ શ્રીમતી દિપીકાબેન સરવૈયા, ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ ડૉ. પ્રશાંત કોરાટ, પોરબંદર લોકસભા બેઠકના પ્રભારીશ્રી પ્રદીપ ખીમાણી સહિતના આગેવાનો, સાધુ સંતો અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનોએ જંગી મતદાન કરીને ભારતીય જનતા પાર્ટીના બન્ને ઉમેદવારોને જંગી બહુમતીથી વિજયી બનાવવા અપીલ કરી હતી. શ્રી બાબુભાઈ બોખરીયાએ જણાવ્યું હતું કે શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના ભાજપમાં આવવાથી પોરબંદરની ધરતી કોંગ્રેસ મુક્ત બની છે. ત્યારે પોરબંદરમાં ભારતીય જનતા પાર્ટી એકતરફી બહુમતી મેળવશે. તેમણે જણાવ્યું હતું કે પોરબંદર લોકસભા બેઠક ભાજપ ૭ લાખ કરતા વધુની લીડથી જીતીશું, જ્યારે વિધાનસભાની બેઠક એક લાખ કરતા વધુ લીડથી જીતીશું. રમેશભાઈ ધડુકે જણાવ્યું હતું કે ડૉ. મનસુખભાઈ માંડવીયા કેન્દ્રીય મંત્રી છે, તેમની પ્રતિભાને શોભે એ રીતે ગુજરાતમાં સૌથી મોટી લીડ સાથે જીતાડીશું, તેમણે ઉમેર્યુ હતું કે પોરબંદરમાં કોંગ્રેસ સાફ થઈ ગઈ છે, તેથી જેટલા મત પડશે તે ભાજપને જ મળવાના છે. તેમણે ઉમેર્યુ હતું કે ડૉ. મનસુખભાઈ માંડવીયા અને શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા બન્ને વિઝનરી નેતા છે, એટલે તેમની પ્રતિભાનો સીધો લાભ પોરબંદરને મળશે.

અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે ગુજરાત હોય કે દેશ હોય માન. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકાસના દ્વાર ખોલવાનું કામ કર્યુ છે. શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકસીત ભારતનું નિર્માણ થઈ રહ્યું છે. ત્યારે આપણે વિકસીત ગુજરાત અને વિકસીત પોરબંદર માટે આ વિકાસયાત્રામાં જોડાવવાનું છે. કોઈ નાત-જાત, ધર્મ, વિસ્તારના બંધનોથી પર ઉઠી સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે, એટલા માટે આઝાદી પહેલા મહાત્મા ગાંધીના નેતૃત્વમાં દેશ એકજુટ થયો હતો, તે રીતે આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં એકજુટ થઈને આગળ વધી રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે આપણા લોકપ્રિય સાંસદશ્રી રમેશભાઈ ધડુક સામેથી વડાપ્રધાનશ્રીને કહીને ડૉ. મનસુખભાઈ માંડવીયાને પોરબંદરમાં લઈ આવ્યા છે, ડૉ. મનસુખભાઈ માંડવીયાના વિઝનરી નેતૃત્વનો લાભ પોરબંદરને ચોક્કસ મળશે. ડૉ. મનસુખભાઈ માંડવીયાએ જણાવ્યું હતું કે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આજે વૈશ્વિક નક્ષા ઉપર એક નવી શક્તિ તરીકે ઉભરી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની યોજનાઓનો લાભ દરેક વર્ગને મળી રહ્યો છે, એટલે આ ચુંટણી મનસુખ માંડવીયા નથી લડી રહ્યા, પરંતુ તેમના પ્રતિનિધી તરીકે મોદીજીની યોજનાઓના લાભાર્થીઓ ચુંટણી લડી રહ્યા છે. મારા ઉમેદવારી ફોર્મમાં દરખાસ્ત કરનાર પણ મોદીની ચાર યોજનાઓના ચાર લાભાર્થીઓ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com