એક વખત એવો હતો કે કેનેડા જવા માટે લોકોનો ભારે ક્રેઝ રહેતો હતો, પરિવારો પણ એવું ઇચ્છતા હતા કે તેમના સંતાનો કેનેડા જઇને તેમની લાઇફ બનાવે. કેનેડા જવું એક જિંદગીનું મહત્ત્વનું સપનું રહેતું હતું, પરંતુ સમય બદલાયો છે અને કેટલાંક લોકોને કડવા અનુભવો થઇ રહ્યા છે. મુબઇનો એક ગુજરાતી છોકરો 100 જ દિવસમાં કેનેડાથી પાછો પોતાના દેશ ભેગો થઇ ગયો છે અને તેણે પોતાનો અનુભવ શેર કર્યો છે.
હજુ પણ કેટલાંક લોકો એવું માને છે કે ભારતમાં કેરિયર ન બની શકે, એક વખત કેનેડા જઇએ તો લાઇફ સેટ થઇ જાય. મુંબઇમાં રહેતો 25 વર્ષનો યુવાન કરણ પલા કેનેડા અભ્યાસ કરવા માટે ગયો હતો, પરંતુ કરણ 100 દિવસમાં પાછો આવી ગયો છે. તેણે મીડિયા સાથે પોતાના અનુભવો શેર કર્યા છે.
કરણે કહ્યું કે, બીજા યુવાનોની જેમ મેં પણ કેનેડા જવાના સપના જોયા હતા. કેનેડાની કોલેજ નક્કી થઇ જાય, વિઝા મળી જાય ત્યારે બધા યુવાનોનાન મગજમાં ડોલર કમાવવાની ખુશી થતી હોય છે. મારું પણ એવું જ થયું, જ્યારે મારું કેનેડા જવાનું ફાઇનલ થઇ ગયું ત્યારે હું ખુબ જ ખુશ હતો. ત્યાં ઠંડી હશે એ બધી બાબતોની મને ખબર હતી, પરંતુ 100 જ દિવસમા ખુશીનો એ ફુગ્ગો ફુટી ગયો.
કરણ કોમર્સમાં ઉચ્ચ અભ્યાસ માટે કેનેડા ગયો હતો. કેનેડા ગયો પછી ધીમે ધીમે બધા સપનાઓ તુટતા નજરે પડવા માંડ્યા. નોકરી, રહેવાનું, એવી બધી અનેક તકલીફો આવી રહી હતી. કરણે કહ્યું કે, કેનેડામાં અનેક સ્ટુડન્ટસ જે 4-5 વર્ષથી કેનેડામાં રહે છે છતા હજુ સેટલ નથી થયા, હજુ સંઘર્ષ કરી રહ્યા છે. પરિવારને દુખ થશે એવા ડરે બધા મુંગા મુંગા કેનેડામાં રહે છે.
કરણે કહ્યું કે, હું કેનેડામાં ગયો તેમાં મને 25 લાખ રૂપિયાનો ફટકો પડી ગયો, હું 100 જ દિવસમાં મુંબઇ પાછો આવી ગયો, કારણકે મને ખબર પડી ગઇ કે અહીં સેટલ થવું મુશ્કેલ છે. મેં પણ મહિના પછી તકલીફ અનુભવી છતા એ આશાએ 2 મહિના કાઢી નાંખ્યા કે કદાચ સારા દિવસો આવશે, પરંતુ એ પછી મેં વધારે ખેંચ્યું નહીં.
તાજેતરના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, કેનેડા જતા યુવાનાને હવે રોજગારી મેળવવામાં ભારે મુશ્કેલી પડે છે. સાવ ખુલ્લા હોલમાં રહેવું પડે છે અને વિદ્યાર્થીઓ એટલા માટે પાછા નથી આવી રહ્યા કે, સમાજને, સંબંધીઓને પરિવારને શું મોઢું બતાવશે.